Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડો. શાદાબ કેસ - 2:લાશના 31 ટુકડા, 31 ગોળીઓ: બદલાનું લોહિયાળ ગણિત!

    2 days ago

    રાજ ભાસ્કર ઉત્તર પ્રદેશના હાપુડમાં આવેલા કુરાના ટોલ પ્લાઝા પાસે કુરાના ગામના ત્રણ યુવકો ઈરફાન, રાગિબ અને મજીદ કામ કરતા હતા. રાગિબે ઈરફાનને થોડા પૈસા ઉછીના આપ્યા હતા. એ પૈસા તે પરત નહોતો આપતો, એટલે 18મી માર્ચ, 2022 – હોળીના દિવસે રાગિબ અને મજીદે છરાથી તેની હત્યા કરી નાખી. ત્યારબાદ તેના શરીરના 31 ટુકડા કર્યા અને પોલિથિનની બેગમાં ભરી, ખાડો ખોદી તેમાં દાટી દીધા. જોકે, તેઓ પકડાઈ ગયા, ગુનો કબૂલી લીધો અને તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. આ ઘટનાના બે મહિના પછી 8મી મે, 2022ના દિવસે હાપુડથી ઘણે દૂર બુલંદ શહેરના ગુલાવઠીમાં એક ઘટના બની. ત્યાંના એક સ્થાનિક ડોક્ટર શાદાબ પર ચાર અજાણ્યા શખ્સોએ આડેધડ ફાયરિંગ કરીને તેમની હત્યા કરી નાખી. પોસ્ટમોર્ટમ રિપોર્ટથી ખબર પડી કે તેમના શરીરમાં પણ 31 ગોળીઓ હતી. ગુલાવઠી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર. સંતોષકુમાર સિંહે તપાસ માટે એક મોટી ટીમ નિમી. પણ એ વખતે આ ટીમને જરાય અંદાજ નહોતો કે બે મહિના પહેલાં થયેલી ઈરફાનની હત્યા અને ડો. શાદાબની હત્યા વચ્ચે 31ના અંકનું સામ્ય છે. ઈરફાનના શરીરના 31 ટુકડા કરવામાં આવ્યા હતા અને ડો. શાદાબ પર પણ 31 ગોળીઓ ચલાવવામાં આવી હતી. ચારેક દિવસ વીતી ગયા હતા. ઇન્સ્પેક્ટર સંતોષકુમાર સિંહના મનમાં હવે ડો. શાદાબના શરીરમાં લાગેલી 31 ગોળીઓ ખટકી રહી હતી. તેઓએ તેમની ટીમને કહ્યું, ‘ઓફિસર્સ, માનો ન માનો! આ હત્યામાં 31નો અંક બહુ મહત્ત્વનો છે. ડો. શાદાબને 31 ગોળી જ કેમ મારવામાં આવી? એનાં કારણો આપણે શોધવા જોઈએ. કોઈએ કોઈની હત્યા કરવી હોય તો એક, બે કે વધુમાં વધુ સાત-આઠ ગોળીઓ મારે. પણ 31! આટલી બધી ગોળીઓ શા માટે? કંઈક ભયંકર લાગે છે. તમે આસપાસના વિસ્તારોમાં પણ તપાસ કરો. કોઈ એંગલ છોડશો નહીં.’ પોલીસ ટીમ તપાસમાં જોતરાઈ. ડો. શાદાબના ક્લિનિક બહારનાં સીસીટીવી ફૂટેજમાં સ્કૂટી લઈને આવેલા ચાર હત્યારાઓ દેખાઈ ગયા હતા, પણ તેમના મોં પર કાળા રૂમાલ બાંધેલા હોવાથી ઓળખ થઈ શકી નહીં. બીજું એક અઠવાડિયું વીતી ગયું. આખરે પોલીસે ક્લિનિક બહારના પંદરેક દિવસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યાં. તેમાં એક શંકાસ્પદ વ્યક્તિ દેખાયો, જે ડો. શાદાબની રેકી કરતો હતો. તેનો ચહેરો સાફ દેખાઈ રહ્યો હતો. પોલીસે તેને શોધી કાઢ્યો; તેનું નામ કાસિફ હતું અને તે હાપુડનો જ રહેવાસી હતો. પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ કરી. આખરે પોલીસનો અનુભવ અને શંકા સાચા નીકળ્યા. કાસિફનું કનેક્શન ડો. શાદાબની હત્યા સાથે હતું જ. પણ અહીં મહત્ત્વનું એ હતું કે ડો. શાદાબની હત્યાને ઈરફાનની હત્યા સાથે શું લેવાદેવા હતી? કાસિફની ઊંડી પૂછપરછમાં એ કનેક્શન, 31 ગોળી અને લાશના 31 ટુકડાનું રહસ્ય ખુલી ગયું. ઘટનાની હકીકત દક્ષિણ ભારતની કોઈ ફિલ્મની કાલ્પનિક વાર્તાને પણ ટક્કર મારે તેવી હતી. આ કાસિફ મૃતક ઈરફાનનો સગો સાળો હતો. ટોલ પ્લાઝા પર પોતાના બનેવીની બરહેમીથી હત્યા થઈ ત્યારથી તેની ઊંઘ હરામ થઈ ગઈ હતી. ચોવીસેય કલાક તેને જીજાજીની લાશના 31 ટુકડા જ દેખાતા હતા. નાની ઉંમરમાં વિધવા થયેલી પોતાની બહેનનાં આંસુ તેને જંપવા દેતા નહોતા. તેના હૃદયમાં બદલાની ભયંકર આગ લાગી હતી. બદલો લેવા માટે કાસિફે નક્કી કર્યું કે તે રાગિબના મોટા ભાઈ (ડો. શાદાબ)ને જ પતાવી દેશે. તેણે દિલ્હીના ચાર શાર્પ શૂટરોને કામ સોંપતા સ્પષ્ટ કહ્યું, ‘જુઓ ભાઈ, મારે માત્ર ડો. શાદાબની લાશ નથી જોવી. તેની લાશમાં 31 ગોળીઓ પણ જોઈએ છે. મારા જીજાજીની લાશના તેના ભાઈએ 31 ટુકડા કર્યા હતા, તો હું પણ તેના ભાઈના શરીરમાં 31 ગોળીઓ જોવા માંગું છું. ન એક ગોળી વધારે, ન એક ઓછી!’ શૂટરોએ સોદો નક્કી કર્યો અને 8મી મેના રોજ ડો. શાદાબ પર ગણતરીપૂર્વક 31 ગોળીઓ મારી. કાસિફની કબૂલાત પરથી શાર્પ શૂટરો સમીર અને વાસિદની ધરપકડ કરવામાં આવી, જ્યારે બાકીના બે ફરાર થઈ ગયા. આ ઘટનાએ આખા પંથકમાં હાહાકાર મચાવી દીધો. એક નાનકડી રકમની લેતીદેતી લાશના 31 ટુકડા, 31 ગોળીઓ, બે હત્યાઓ અને સાત લોકોના જેલવાસ સુધી લંબાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    આજ-કાલ:અમેરિકામાં એલિયન અજરામર છે?
    Next Article
    સહજ સંવાદ:કપડવંજ, કંથારીયા, વેરાવળ, કઠલાલ, વડોદરા…

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment