Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં મહી નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન પર કાર્યવાહી:ખાણ-ખનિજ વિભાગે 2 ટ્રેક્ટર અને 3 નાવડી જપ્ત કરી, ₹15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

    1 day ago

    પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નવા નદીસર છાપરી ગામ પાસે મહી નદીમાં ગેરકાયદેસર રેતી ખનન સામે કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા ખાણ-ખનિજ વિભાગે દરોડા પાડીને 2 ટ્રેક્ટર અને 3 નાવડી જપ્ત કરી છે. વિભાગને મહી નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે સફેદ રેતી કાઢવામાં આવતી અને તેની હેરફેર થતી હોવાની ચોક્કસ માહિતી મળી હતી. આ માહિતીના આધારે ટીમે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન 2 ટ્રેક્ટર અને રેતી કાઢવા માટે વપરાતી 3 નાવડીઓ સહિત ₹15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે સંબંધિત લોકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખાણ-ખનિજ વિભાગની આ કાર્યવાહીથી ગેરકાયદેસર ખનન કરતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.
    Click here to Read More
    Previous Article
    60 ફૂટ કૂવામાંથી બાળ કપિરાજ બચાવાયું:રેસ્ક્યુ ફાઉન્ડેશન ટીમે ત્રણ ટોર્ચની બેટરી પૂરી થવા છતાં કામગીરી પાર પાડી
    Next Article
    ભરૂચમાં 48 નાયબ મામલતદારની બદલી:કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણે આદેશ આપ્યા, જિલ્લા વહીવટી તંત્રમાં ફેરફાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment