Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળવદના બ્રાહ્મણી-2 ડેમમાંથી પાણી છોડાયું:ડેમનો એક દરવાજો 3 ઇંચ ખોલાયો, 9 ગામોને એલર્ટ કરાયા

    1 day ago

    મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલો બ્રાહ્મણી-2 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. ડેમ છલોછલ ભરાતા તંત્ર દ્વારા તેનો એક દરવાજો 3 ઇંચ ખોલવામાં આવ્યો છે. હાલ ડેમમાં 421 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે અને તેટલી જ માત્રામાં 421 ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. તંત્રએ લોકોને બ્રહ્માણી નદીના પટમાં અવરજવર ન કરવા ખાસ અપીલ કરી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ટાળી શકાય. જે 9 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તેમાં સુસવાવ, કેદારીયા, ધનાળા, મયુરનગર, રાયસંગપુર, મિયાણી અને ચાડધ્રાનો સમાવેશ થાય છે. આ ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા છે. ઉલ્લેખનીય છે કે સુસવાવ નજીક આવેલો બ્રાહ્મણી-2 ડેમ ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી આવતા પાણીને કારણે ઝડપથી ભરાયો હતો. ડેમની સપાટીમાં વધારો થતા નિયંત્રિત રીતે પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં પાર્કિંગમાંથી બાઈક ચોરી, CCTV:સન પેલેસ એપાર્ટમેન્ટમાં બે શખ્સો મોડી રાત્રે ચોરી કરી ફરાર
    Next Article
    વિજયનગરમાં પોણા બે ઇંચ વરસાદ:સાબરકાંઠામાં 24 કલાકમાં સર્વત્ર મેઘમહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment