Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલથી ગરમીના થર્ડ ડિગ્રીના ટોર્ચર માટે તૈયાર રહેજો:પારો 2થી 3 ડિગ્રી વધી શકે, અમદાવાદ, ગાંધીનગર સહિત 6 શહેરમાં તાપમાન 40°Cને પાર

    14 hours ago

    ગુજરાતમાં આવતીકાલથી ત્રણ દિવસ આગઝરતી ગરમીની આગાહી કરવામાં આવી છે. 24 તારીખથી મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર સહિતના શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. જ્યારે 26 એપ્રિલે મતદાનના દિવસે પણ રાજ્યમાં મહત્તમ તાપમાન 40થી 43 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી છે. કાલથી આકરા તાપનું ટોર્ચર શરૂ થશે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એકે દાસના જણાવ્યા અનુસાર, આજથી 28 એપ્રિલ દરમિયાન ગુજરાત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે. આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, 24, 25 અને 26 એપ્રિલ દરમિયાન તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાઈ શકે છે. ત્યારબાદ ફરીથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. એટલે કે આ અઠવાડિયાના અંતમાં મહતમ તાપમાન 42 ડિગ્રીએ પહોંચવાનું પૂર્વાનુમાન હવામાન વિભાગનું છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 24 અને 25 એપ્રિલ દરમિયાન ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાં ભેજનું પ્રમાણ અને ઊંચા તાપમાનને કારણે સામાન્ય કરતાં વધુ અકળામણ અનુભવાશે. અમદાવાદમાં આકાશ મુખ્યત્વે સાફ રહેશે અને મહત્તમ તાપમાન 41થી 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. મતદાનના દિવસે 43 ડિગ્રીએ તાપમાન પહોંચી શકે આગામી 26 એપ્રિલ એટલે કે ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી જઈ શકે છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 37થી 38 ડિગ્રી રહેવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 15 થી 20 નોટ રહેવાની પણ આગાહી છે. 22 એપ્રિલે રાજ્યમાં સૌથી ગરમ અમદાવાદ રાજ્યમાં આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થયા બાદ રાજકોટ સૌથી ગરમ શહેર રહેતું આવ્યું છે. જો કે, ગઈકાલે 22 એપ્રિલે 40.8 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ સિટી રહ્યું હતું. જ્યારે રાજકોટમાં 40.4 ડિગ્રી, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી, જ્યારે વડોદરામાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવું રાજ્યમાં સતત વધતી ગરમીને કારણે બપોરના સમયે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ટુ-વ્હીલર ચાલકો અને રાહદારીઓ મોઢે રૂમાલ, દુપટ્ટો બાંધીને અથવા છત્રીનો ઉપયોગ કરીને ગરમીથી બચવા પ્રયાસ કરી રહ્યા છે. આગામી દિવસોમાં ગરમીનું જોર વધવાની શક્યતા હોવાથી આરોગ્ય વિભાગ અને હવામાન વિભાગે બપોરે કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. આ પણ વાંચો: ઓડિશામાં 44.6°C તાપમાન, બપોરે વસ્તી ગણતરી પ્રક્રિયા પર રોક, યુપીમાં રસ્તાઓ પર વોટર સ્પ્રે; દિલ્હીની શાળાઓમાં પાણી પીવા માટે વાગશે ઘંટડી દેશના અડધાથી વધુ રાજ્યોમાં હીટવેવ ચાલુ છે. બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં બુધવારે તાપમાન 40°C થી 45°C ની વચ્ચે રહ્યું છે. ઓડિશાનું ઝારસુગુડા બુધવારે 44.6°C તાપમાન સાથે દેશનું સૌથી ગરમ શહેર રહ્યું. હીટવેવને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે બપોરના સમયે વસ્તી ગણતરી પ્રક્રિયા પર રોક લગાવી દીધી છે.એટલે કે, ફિલ્ડ સ્ટાફ હવે સવારે 11 વાગ્યાથી બપોરના 3 વાગ્યા દરમિયાન વસ્તી ગણતરીનું કામ કરશે નહીં. બૌધ અને મયુરભંજ જિલ્લામાં 23 એપ્રિલ સુધી તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ તરફ, દિલ્હીની શાળાઓમાં વોટર બેલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. દર 45 થી 60 મિનિટે ઘંટડી વગાડવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને પાણી પીવાનું યાદ અપાવી શકાય અને ડિહાઇડ્રેશનથી બચાવી શકાય.સંપૂર્ણ સમાચાર વાંચો
    Click here to Read More
    Previous Article
    ...તો હું મારા ધર્મપત્નીને MLA પદેથી રાજીનામું અપાવી દઈશ:પૂર્વ MLA જયરાજસિંહે કહ્યું-પક્ષપલટુઓ 'ચાઈના પ્રોડક્ટ' છે, અમદાવાદમાં સ્થાનિકોએ વિરોધ કરતા ભાજપના નેતાઓને ભાગવું પડ્યું
    Next Article
    પાટણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026:જિલ્લા-તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે ટક્કર, તમામ બેઠકના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ; જુઓ લિસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment