Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ...તો હું મારા ધર્મપત્નીને MLA પદેથી રાજીનામું અપાવી દઈશ:પૂર્વ MLA જયરાજસિંહે કહ્યું-પક્ષપલટુઓ 'ચાઈના પ્રોડક્ટ' છે, અમદાવાદમાં સ્થાનિકોએ વિરોધ કરતા ભાજપના નેતાઓને ભાગવું પડ્યું

    17 hours ago

    રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવાને હવે બે દિવસ બાકી રહ્યા છે. રાજકીય પક્ષો મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે સુરત મનપાની ચૂંટણીના અંતિમ તબક્કામાં ભાજપે પાટીદાર બહુલ વિસ્તારમાં પ્રભુત્વ મેળવવા પૂરી તાકાત લગાવી દીધી છે અને આજે 23 એપ્રિલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે છે. અહીં CM સીમાડા નાકાથી હીરાબાગ સર્કલ સુધી ભવ્ય બાઈક રેલી યોજશે. આ હાઈ-પ્રોફાઈલ પ્રચારને પગલે શહેરમાં સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી રાજકોટની મુલાકાતે છે. સાંજે 5 વાગ્યે જુના રાજકોટ વિસ્તારમાં તેઓ ભવ્ય રોડ શો યોજવાના છે. પ્રચારની વચ્ચે રાજકીય પક્ષોના નેતાઓેને લોકોના રોષ સામનો પણ કરવો પડી રહ્યો છે. અમદાવાદના ઓઢવમાં મોડીરાતે યોજાયેલા અનુસૂચિત જાતિના સંમેલનમાં પ્રાથમિક સુવિધા મુદ્દે મહિલાઓ સહિતના સ્થાનિકોએ પોસ્ટર સાથે નેતાઓને ઘેર્યા હતાં. લોકોને રોષ વધતા ભાજપના સાંસદ ડો. કિરીટ સોલંકી અને ચારેય ઉમેદવારોએ કાર્યક્રમ અધૂરો છોડીને રવાના થવું પડ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મુર્શિદાબાદમાં મતદાન પહેલાં દેશી બોમ્બથી હુમલો, અનેક ઘાયલ:TMC કાર્યકરોનું હુમાયુ કબીર સાથે ઘર્ષણ; માલદામાં EVM બગડ્યું
    Next Article
    કાલથી ગરમીના થર્ડ ડિગ્રીના ટોર્ચર માટે તૈયાર રહેજો:પારો 2થી 3 ડિગ્રી વધી શકે, અમદાવાદ, ગાંધીનગર સહિત 6 શહેરમાં તાપમાન 40°Cને પાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment