Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાળા પ્રવેશોત્સવ:સમિતિની 2 નવી અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં પ્રથમ દિવસે રેકોર્ડબ્રેક 260 બાળકોને પ્રવેશ

    5 days ago

    શિક્ષણ સમિતિની 5 નવી અંગ્રેજી માધ્યમની શાળાઓને વાલીઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. જેમાં સ્વામી દયાનંદ સરસ્વતી અંગ્રજી પ્રાથમિક શાળા, એકતાનગરમાં માત્ર 10 દિવસમાં 125 નવા એડમિશન અને ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા, અટલાદરામાં રેકર્ડ બ્રેક ૩૫ નવા એડમિશન કરાયા છે. સમિતિ સંચાલિત શાળાઓમાં કુલ 126માંથી 102 ગુજરાતી, 13 હિન્દી અને 11 અંગ્રેજી માધ્યમની છે. પ્રવેશોત્સવના પ્રથમ દિવસે 44 શાળાઓમાં 1663 વિદ્યાર્થીઓનો પ્રવેશ કરવામાં આવ્યો હતો. 102 ગુજરાતી માધ્યમ, 13 હિન્દી માધ્યમ અને 11 અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પ્રવેશોત્સવની શરૂઆત વિદ્યાર્થીઓને ધોરણ 1થી 12 સુધીનું શિક્ષણ એક જ સંકુલમાં મળે તેવી વ્યવસ્થા કરાશે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ દ્વારા કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળા, વાઘોડિયા રોડની શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મુલાકાત લેવામાં આવી હતી. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ સમિતિની શાળાઓમાં ધોરણ 11 અને 12 શરૂ કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને ધોરણ 1થી 12 સુધીનું શિક્ષણ એક જ સંકુલમાં મળી રહે તેવી વ્યવસ્થા આગામી સમયમાં કરવામાં આવશે. ગરીબ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે સરકારી યોજનાનો લાભ લેવો જાઈએ ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લએ સમા વિસ્તારની પ્રમુખ સ્વામી મહારાજ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે,ગરીબ અને છેવાડાના વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે વાલીઓ અને વિદ્યાર્થીઓએ સરકારની નમો લક્ષ્મી, નમો સરસ્વતી, જ્ઞાનસેતુ અને જ્ઞાન સાધના જેવી યોજનાઓનો મહત્તમ લાભ લેવો જોઈએ. મુખ્યમંત્રીએ વખાણ કર્યા તે શાળામાં ત્રીજા દિવસે પ્રવેશોત્સવ યોજાશે મુખ્યમંત્રીએ જે શાળાના વખાણ કર્યા છે તેના સમિતિની આંતરીક જૂથબંધીના કારણે પ્રથમ દિવસે નહિ પંરતુ ત્રીજા દિવસે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ કવિ દુગાકાગ જેવી રોલ મોડલ સ્કૂલમાં પ્રથમ દિવસે પ્રવેશ કેમ રાખવામાં ન આવ્યો તે વિશે આશ્ચર્યમાં છે. નવી શિક્ષણ નીતિનો મુખ્ય ઉદ્દેશ માત્ર ડિગ્રી નહીં, સારા માણસ બનાવવાનો વડોદરા શહેરના મેયર ગીતાબેન મકવાણાએ કેળવણીકાર ગિજુભાઈ બધેકા પ્રાથમિક શાળા અને શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયની શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મુલાકાત લીધી હતી. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે, 34 વર્ષ પછી દેશને નવી શિક્ષણ નીતિ મળી છે. જૂની નીતિ માત્ર ‘ગોખો અને પાસ થાઓ’ પર આધારિત હતી, જ્યારે નવી નીતિ ‘ભણો ઓછું, સમજો વધુ અને સાથે કરો’નો સંદેશ આપે છે. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ માત્ર ડિગ્રી આપવાનો નહીં, પણ એક સારો માણસ બનાવવાનો છે. સરકારી શાળાના વિદ્યાર્થીઓમાં તમામ ક્ષેત્રે સફળ થવાની શક્તિ હોય છે સાંસદ ડૉ. હેમાંગ જોશીએ શિક્ષણ સમિતિની સ્વામી દયાનંદ સરસ્વતી અંગ્રજી પ્રાથમિક શાળા, એકતાનગર શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો. તેમણે જણાવ્યું હતું કે, હું પણ તમારી જેમ નવોદય સરકારી સ્કૂલનો વિદ્યાર્થી જ છું અને સરકારી વિદ્યાર્થી શું ન કરી શકે? તેનામાં તમામ ક્ષેત્રોમાં સફળ થવાની શક્તિ હોય છે અને આપણે સૌ સાથે મળીને આપણા વિદ્યાર્થીઓને સફળ બનાવીશું.
    Click here to Read More
    Previous Article
    જૂનમાં જ પ્રવેશ પ્રક્રિયા પૂરી થવાના આરે:મ.સ.યુનિ.માં ત્રીજા રાઉન્ડમાં જ 90% બેઠકો ભરાઇ ગઈ, આર્ટ્સ-સાયન્સમાં પ્રવેશ વધ્યા
    Next Article
    સમાની સ્કૂલે અનેક વૃક્ષનું નિકંદન કાઢી નુકસાન પહોંચાડ્યું:પાલિકાના ફળ વનનાં વૃક્ષો કાપતાં સરસ્વતી વિદ્યાલયને 5 લાખનો દંડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment