Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી માર્કેટ યાર્ડ ચૂંટણી, વેપારી પેનલમાં 2-2 બેઠકની બરાબરી:સહકાર-ખેડૂત પરિવર્તન પેનલને 2-2 બેઠક મળી, ખેડૂત પેનલની 10 બેઠકની ગણતરી ચાલુ

    6 hours ago

    મોરબી માર્કેટ યાર્ડની 14 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં સહકાર પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે મુખ્ય સ્પર્ધા હતી. આજે સવારથી મતગણતરી શરૂ થઈ છે. પહેલા વેપારી પેનલની 4 બેઠકોની ગણતરી કરવામાં આવી, જેમાં સહકાર પેનલને 2 અને ખેડૂત પરિવર્તન પેનલને 2 બેઠક મળી છે. હવે ખેડૂત પેનલની 10 બેઠકોની ગણતરી શરૂ કરવામાં આવી છે. ચૂંટણીમાં વેપારી પેનલમાં 100 ટકા મતદાન થયું હતું, જ્યારે ખેડૂત પેનલમાં 96 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. મતદાન બાદ બંને પક્ષના આગેવાનો જીતના દાવા કરી રહ્યા હતા. કુલ 14 બેઠકો માટે 25 આગેવાનો મેદાનમાં હતા. બુધવારે સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન ચાલુ રહ્યું હતું. ખેડૂત પેનલમાં 1507 મતદારો પૈકી 1448 મતદારોએ મતદાન કર્યું હતું. વેપારી પેનલમાં માત્ર 51 મતદારો હોવાથી 100 ટકા મતદાન થયું હતું. વેપારી પેનલની ચાર બેઠકોમાંથી બે બેઠક ઉપર સહકાર પેનલના રાજેશભાઈ દામજીભાઈ બરાસરા અને કાવર સુરેશભાઈ જીવરાજભાઈ વિજેતા થયા છે. જ્યારે અન્ય બે બેઠક ઉપર ખેડૂત પરિવર્તન પેનલના બાવરવા ઘનશ્યામભાઈ જયંતિભાઈ અને ભાડજા બાબુભાઈ રૂગનાથભાઈનો વિજય થયો છે. હવે ખેડૂત પેનલની બેઠકો માટેની મતગણતરી ચાલી રહી છે. બપોર સુધીમાં યાર્ડની ચૂંટણીનું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આ ચૂંટણીમાં ખેડૂત આંદોલનની અસર કેવી રહે છે તેના પર બધાની નજર મંડાયેલી છે.
    Click here to Read More
    Previous Article
    આત્મહત્યા કરવા વડોદરા આવેલી યુવતીને અભયમે બચાવી:વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પર આત્મહત્યાના ઈરાદે પહોંચેલી અંકલેશ્વરની યુવતીનું અભયમની ટીમે માતા-પિતા વચ્ચેના ઝઘડાથી માનસિક રીતે પરેશાન થઈ ગઈ
    Next Article
    ઓનલાઇન ગઠીયા જુદા જુદા સ્થળેથી કળા કરી ગયા, તપાસ‎:ઓખામાં પ્રૌઢના ખાતામાંથી બે દિ’માં રૂા. 1.85 લાખ ઉપડી ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment