Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓનલાઇન ગઠીયા જુદા જુદા સ્થળેથી કળા કરી ગયા, તપાસ‎:ઓખામાં પ્રૌઢના ખાતામાંથી બે દિ’માં રૂા. 1.85 લાખ ઉપડી ગયા

    12 hours ago

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાના બર્માશલ ક્વાર્ટર વિસ્તારમાં પ્રૌઢના બેંક ખાતા માંથી તેમની જાણ બહાર કુલ રૂ.1.85 લાખની રકમ ઓનલાઈન ટ્રાન્જેક્શન મારફતે ઉપાડી છેતરપિંડી આચર્યાનો કિસ્સો સામે આવતા પોલીસે ગુનો નોંધી ઇ ગઠીયાઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસસુત્રોના જણાવ્યા મુજબ ઓખાના મફતિયા પ્લોટ વિસ્તારમાં રહેતા અનવરભાઈ ઈશાભાઈ ચાવડાએ પોતાના પિતાના સેવિંગ બેંક એકાઉન્ટ સાથે UPI ની સુવિધા એક્ટિવ કરાવી હતી.જે દરમિયાન ગત તા.24 ઓગસ્ટના રોજ ખાતામાંથી રૂ.91,000 અને તા.25 ઓગસ્ટના રોજ રૂ.94,000ની રકમના ટ્રાન્જેક્શન થઈ ગયા હતા. બે દિવસમાં થયેલા આ બંને વ્યવહારો ખાતાધારકની જાણ બહાર થયા હોવાનું સામે આવતા અનવરભાઈને પોતાની સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું.અજાણ્યા શખ્સે કોઈ રીતે UPI વ્યવહાર મારફતે જુદાજુદા ટ્રાન્ઝેકશન દ્વારકા કુલ રૂ.1,85,000ની રકમ મેળવી લીધી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ અંગે અનવરભાઈ ચાવડાએ ઓખા મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધ્યો છે. પોલીસે ઓનલાઈન ટ્રાન્જેક્શનની વિગતો અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી માર્કેટ યાર્ડ ચૂંટણી, વેપારી પેનલમાં 2-2 બેઠકની બરાબરી:સહકાર-ખેડૂત પરિવર્તન પેનલને 2-2 બેઠક મળી, ખેડૂત પેનલની 10 બેઠકની ગણતરી ચાલુ
    Next Article
    47-Year-Old Bowler Just Tore Through CPL Batting Line-Up, Broke World Record

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment