Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આત્મહત્યા કરવા વડોદરા આવેલી યુવતીને અભયમે બચાવી:વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પર આત્મહત્યાના ઈરાદે પહોંચેલી અંકલેશ્વરની યુવતીનું અભયમની ટીમે માતા-પિતા વચ્ચેના ઝઘડાથી માનસિક રીતે પરેશાન થઈ ગઈ

    6 hours ago

    વડોદરા શહેરના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક રાત્રિના સમયે આત્મહત્યા કરવાના ઇરાદે એકલી બેઠેલી 25 વર્ષીય યુવતીને અભયમની ટીમે બચાવી લીધી હતી. યુવતીને એકલી જોઈ સ્થાનિક લોકોએ અભયમ હેલ્પલાઈનનો સંપર્ક કરતાં ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને યુવતીનું કાઉન્સેલિંગ કરી સમગ્ર હકીકત જાણી હતી. અભયમની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે યુવતી વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક આવેલી એક સોસાયટીની બહાર બેઠેલી હતી. કાઉન્સેલિંગ દરમિયાન યુવતી અંકલેશ્વરની રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. યુવતીના જણાવ્યા મુજબ, તે અંકલેશ્વરથી તેના પિતા સાથે કામ અર્થે સુરત ગઈ હતી. ઘરે પરત આવ્યા બાદ માતા-પિતા વચ્ચે થતા અવારનવાર ઝઘડાથી તે માનસિક રીતે પરેશાન હતી. યુવતીએ જણાવ્યું હતું કે, પિતા અવારનવાર અપશબ્દો બોલતા અને તેને ઘરેથી નીકળી જવા કહેતા હતા. પરિવારમાં સતત થતા ઝઘડા અને માનસિક તણાવથી કંટાળીને યુવતીએ માતા પાસેથી રૂ.200 માંગ્યા હતા અને ટ્રેનમાં બેસીને વડોદરા આવી પહોંચી હતી. રાત્રિના આશરે 12 વાગ્યે યુવતી સોસાયટી પાસે એકલી બેઠેલી જોવા મળતાં સ્થાનિક લોકોએ તેની પૂછપરછ કરી હતી. યુવતીએ આત્મહત્યા કરવા માટે આવી હોવાનું જણાવતાં સ્થાનિકોએ તેને ત્યાં બેસાડી અભયમનો સંપર્ક કર્યો હતો. અભયમની ટીમે અસરકારક કાઉન્સેલિંગ કરતાં યુવતીને ડિપ્રેશનની દવા પણ ચાલુ હોવાનું અને દવા લેવા માટે તે સુરત ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. યુવતીએ હોમ સાયન્સનો કોર્સ પણ કર્યો હોવાનું જણાવ્યું હતું. અભયમની ટીમે યુવતીને આશ્વાસન આપી ખોટા વિચારો ન કરવા સમજાવ્યું હતું. ટીમે યુવતીના પિતાનો સંપર્ક કરતાં તેમણે “તમે દીકરીને જેલમાં બેસાડી દો” તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ ટીમે યુવતીની મોટી બહેનનો સંપર્ક કરતાં તેઓ હાલ પંજાબમાં હોવાનું અને વડોદરા પહોંચવામાં સમય લાગશે તેમ જણાવ્યું હતું. બહેને અભયમ ટીમનો આભાર માની યુવતીને પોતાની સાથે લઈ જવાની ખાતરી આપી હતી. રાત્રિનો સમય હોવાથી અભયમની ટીમે યુવતીને સુરક્ષિત આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય અપાવ્યો હતો અને જરૂર પડે ત્યારે અભયમ ટીમનો સંપર્ક કરવા સલાહ આપી હતી.
    Click here to Read More
    Previous Article
    As family mourns, Times Now recreates Manipur musician’s murder with AI clips
    Next Article
    મોરબી માર્કેટ યાર્ડ ચૂંટણી, વેપારી પેનલમાં 2-2 બેઠકની બરાબરી:સહકાર-ખેડૂત પરિવર્તન પેનલને 2-2 બેઠક મળી, ખેડૂત પેનલની 10 બેઠકની ગણતરી ચાલુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment