Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માર્ચમાં 2 માવઠા:19થી 20 અને 28,29,30 વરસાદ થશે

    1 week ago

    છેલ્લા બે દિવસથી જૂનાગઢ સહિત સોરઠના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારે ઝાકળ વર્ષા થતા મહત્તમ તાપમાન પર અસર થઈ છે અને દિવસ દરમિયાન પણ એકંદરે ઠંડક રહેતા લોકોએ રાહત અનુભવી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના અધિકારી ધીમંત વઘાસીયાએ ભાસ્કરને જણાવ્યું હતું કે, સોમવારે સવારે ઝાકળ વર્ષા થતાં લઘુતમ તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો હતો. બપોરનું મહતમ તાપમાન પણ ઘટીને 37 ડિગ્રી નોંધાયું હતુ. તેમણે વધુમાં જણાવ્યું કે, આગામી 10 દિવસ સામાન્ય તાપમાન રહેશે. સમુદ્રથી ભેજવાળા પવન આવતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. અરબી સમુદ્રમાં સાયકલોનીક સર્ક્યુલેશન હોવાથી આગામી તારીખ 19, 20 માર્ચ અને 28,29,30ના રોજ સોરઠ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના રહેશે. જ્યારે આ દિવસોમાં અમરેલી, ભાવનગર, રાજકોટ સહિત દક્ષિણ તથા મધ્ય ગુજરાત તેમજ ભારતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. ફરી કુદરતી આફત તોળાઈ રહી હોવાથી ખેડૂતોના પાક બગડવાની ભીતિથી સેવાઇ રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ગેરંટી પિરિયડવાળો શાંતેશ્વર રોડ ખોદી કોન્ટ્રાકટરને લાખોનો ફાયદો
    Next Article
    ફરિયાદ:SDMએ માર માર્યાનો પ્રિન્સ ઠાકોરનો આક્ષેપ,4 કલાકમાં જ રજા મળી ગઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment