Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના ઝાપટપરાનું નામ ઈસ્લામપુરા કરાતાં વિવાદ:વસતીના સમીકરણો બદલાયા, સરકારી રેકોર્ડમાંથી જૂનું નામ હટાવી નવું નામ ચડાવાયું, SDM અને મામલતદારને ખરાઈનો આદેશ કર્યો

    2 days ago

    પાટણ જિલ્લાના હારીજ શહેરમાં આવેલા પરંપરાગત 'ઝાપટપરા' વિસ્તાર આવેલો છે. આ વિસ્તારનું નામ સત્તાવાર મંજૂરી વગર બદલીને સરકારી કાગળો પર 'ઈસ્માઈલપરા અને ઈસ્લામપુરા' કરી દેવામાં આવ્યું છે. જેના પગલે સ્થાનિક રહીશો અને હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. તાજેતરમાં સરકારી તંત્ર દ્વારા કરવામાં આવેલા એક સર્વે દરમિયાન આ બાબત પ્રકાશમાં આવી હતી. રહીશોના વિવિધ મહત્વના સરકારી દસ્તાવેજોમાં જૂના નામની જગ્યાએ નવું નામ ઉમેરાઈ ગયું હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં ઉત્તેજના વ્યાપી ગઈ છે. નામ બદલવાની કોઈ સત્તાવાર જાહેરાત નહીં સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારનું નામ બદલવા માટે નગરપાલિકામાં કોઈ પણ પ્રકારની સત્તાવાર દરખાસ્ત કે ઠરાવ પસાર કરવામાં આવ્યો નથી. રહીશો દ્વારા ક્યારેય આવી કોઈ માંગણી પણ કરવામાં આવી નહોતી. આમ છતાં, સરકારી રેકોર્ડ પરથી જૂનું નામ હટાવીને નવું નામ કયા આધારે ચડાવવામાં આવ્યું તે અંગે તંત્રની ભૂમિકા સામે અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, આ વિસ્તારમાં અગાઉ માત્ર હિન્દુ સમુદાયના લોકો જ વસવાટ કરતા હતા, પરંતુ સમય જતાં વસ્તીના સમીકરણો બદલાયા હતા. ચોક્કસ તત્વો દ્વારા વહીવટી તંત્ર સાથે મિલીભગત કરીને આ નામ બદલી નાખવામાં આવ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. નામમાં થયેલા આ ફેરફારને કારણે રહીશોને વહીવટી સ્તરે પણ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 90 ટકા લોકોના દસ્તાવેજોમાં ‘ઝાપટપરા’નામ હારીજ ઝાપટપરાના રહીશ શેખ ઇમ્તિયાઝ ખાને જણાવ્યું હતું કે, આ વિસ્તારનું નામ શરૂઆતથી જ ‘ઝાપટપરા’ છે અને આગામી સમયમાં પણ ‘ઝાપટપરા’ જ રહેશે. અમને એવું સાંભળવા મળ્યું છે કે અમુક આધાર કાર્ડમાં આ વિસ્તારનું નામ ‘ઇસ્લામપુરા’ લખવામાં આવ્યું છે, જેને અમે અમારા પ્રયત્નોથી સુધારી નાખીશું. આ અંગે અહીંના હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને ટૂંક સમયમાં જ મામલતદારને આવેદન પત્ર આપીશું, જેથી જાણી શકાય કે શું ખરેખર સરકારી સ્તરે વિસ્તારનું નામ બદલાયું છે કે નહીં? અને જો ભૂલથી પણ બદલાયું હોય, તો તેનું જૂનું નામ ‘ઝાપટપરા’ જ યથાવત રાખવા માટે અમે રજૂઆત કરીશું. આજે પણ નગરપાલિકાના રેકોર્ડ સહિત તમામ સરકારી દસ્તાવેજો અને અમારા જૂના પ્રોપર્ટી કાર્ડમાં આ વિસ્તારનું નામ ‘ઝાપટપરા’ જ બોલાય છે. અંદાજે 90 ટકા લોકોના દસ્તાવેજોમાં આ જ નામ છે. જો અમારી જાણ બહાર કોઈના આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડમાં ‘ઇસ્લામપુરા’ નામ થઈ ગયું હોય, તો સરકારને અમારી નમ્ર વિનંતી છે કે તે નામમાં તાત્કાલિક સુધારો કરીને ફરી ‘ઝાપટપરા’ કરવામાં આવે. ઝાપટપરા નામ આવવું જોઈએ તખીબેન જણાવ્યું હતું કે, આનું નામ ઝાપટપરા હતું, હવે ઈસ્લામપુરા નામ પાડ્યું છે, બરોબર? એટલે મને લગ્ન કર્યાને 35 .. 30 વર્ષ થયા. ત્યારનું ઝાપટપરા નામ હતું, હવે ઈસ્લામપુરા પાડી દીધું. એટલે આ આધાર કાર્ડમાં, કંટોલ(રાશન)ના કાર્ડમાં ઝાપટપરા નામ આવે છે. પણ કયા કારણે આ કર્યું એ ખબર નથી. આ ઈસ્લામપુરા જ આવે છે. અને જૂના કાર્ડમાં ઝાપટપરા આવે છે. તો ઝાપટપરા જ આવવું જોઈએે. નાયબ કલેક્ટરે તપાસના આદેશ આપ્યા આ ગંભીર મામલે વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. નાયબ કલેક્ટર મેહુલ બરાસરાએ જણાવ્યું હતું કે, હારીજ તાલુકાના વિસ્તારના નામ ફેરફાર બાબતની ઘટના ધ્યાને આવી છે. આ અંગે પ્રાંત અધિકારી (સમી) તથા મામલતદાર (હારીજ)ને જરૂરી ખરાઈ કરી તાત્કાલિક નિયમ અનુસાર કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. તેમની કક્ષાએથી વિગતવાર તપાસ કરીને નિયમ મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હજુ સુધી કોઈ સત્તાવાર અહેવાલ રજૂ થયો નથી નામ બદલવા પાછળના ચોક્કસ કારણો કે આધાર અંગે પૂછતાં નાયબ કલેક્ટરે ઉમેર્યું હતું કે, આ અંગેની વિગતો હાલ ઉપલબ્ધ નથી અને મામલતદાર પાસેથી હજુ સુધી કોઈ સત્તાવાર અહેવાલ રજૂ થયો નથી. જોકે, તપાસના આદેશ આપી દેવાયા હોવાથી અહેવાલ આવ્યા બાદ આગળની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે." હાલમાં સરકારી તંત્ર આ મામલે જવાબદારો સામે કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
    Click here to Read More
    Previous Article
    પુલ નહીં બને તો 2027 માં વિસાવદર વાળી થશે..:વંથલીન નાવડામાં પુલ ધોવાતાં 58 ખેડૂતોની વાવણી અટકી; ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર અને ઉગ્ર આંદોલનની ચીમકી આપી કહ્યું 2027 અરવિંદ ભાઈ ક્યાંય ગોત્યા નહી જડે
    Next Article
    Opinion: Opinion | The End Of Commitment: Is The Auto Industry Global, Regional Or National Now?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment