Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ગેરંટી પિરિયડવાળો શાંતેશ્વર રોડ ખોદી કોન્ટ્રાકટરને લાખોનો ફાયદો

    1 week ago

    જૂનાગઢ મનપાના વિપક્ષી નેતા લલિત પરસાણાના વોર્ડમાં આવતા જોષીપરાના શાંતેશ્વર વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. હજુ તો જે રોડનો ગેરંટી પિરિયડ બાકી છે, તેવા મુખ્ય માર્ગને કોઈ પણ આગોતરા આયોજન વગર એક સાઈડથી 2 ફૂટ જેટલો ખોદી નાખવામાં આવ્યો છે. નવાઈની વાત એ છે કે, રોડ ખોદ્યા બાદ મનપાના એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટર જાણે આ રસ્તો ભૂલી ગયા હોય તેમ છેલ્લા 15 દિવસથી અહીં કામગીરી સંપૂર્ણપણે ઠપ છે. આ મુખ્ય માર્ગ પરથી પસાર થતા હજારો રહીશો અને વાહનચાલકો ધૂળની ડમરીઓ અને ટ્રાફિક જામથી તોબા પોકારી ગયા છે. સૌથી માઠી અસર સ્થાનિક વેપારીઓને પડી રહી છે, જેમનો ધંધો રસ્તો બંધ હોવાને કારણે સાવ ભાંગી પડ્યો છે. તંત્રની આ ‘ખોદકામ કરી ભૂલી જવાની’ નીતિ સામે જનતામાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. 15 દિવસની હાલાકી બાદ હવે સ્થાનિકોની ધીરજ ખૂટી છે. અનેક રજૂઆતો છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. લોકોએ હવે મનપા તંત્રને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આગામી 2 દિવસમાં યુદ્ધના ધોરણે રોડનું રિપેરિંગ કામ શરૂ કરવામાં નહીં આવે, તો આખાય વિસ્તારના લોકો અને વેપારીઓ મનપા કચેરી સામે અથવા તો વિસ્તારમાં જ પ્રતીક ઉપવાસ પર ઉતરશે. હવે જોવાનું એ રહે છે કે મનપા તંત્ર જાગે છે કે પછી જનતાને આંદોલન કરવાની ફરજ પાડે છે. શાંતેશ્વરનો અડધો રોડ ખોદી નાખતા લોકોને દુકાને કે ઘરે જવા માટે પણ 3 ફુટ કૂદીને જવુ પડે છે. કોન્ટ્રાક્ટરને લોટરી : 3 કરોડનો રોડ ખોદાઇ જતા જવાબદારીથી મુક્તિ! શાંતેશ્વરનો આ રોડ 3 કરોડના માતબર ખર્ચે તૈયાર થયો હતો અને હજુ તેની ગેરંટી અવધિ ચાલુ હતી. નિયમ મુજબ, ગેરંટી પિરિયડમાં રોડ તૂટે તો કોન્ટ્રાક્ટરે ખિસ્સામાંથી ખર્ચ કરવો પડે, પરંતુ મનપાએ જ રોડ ખોદાવી નાખતા હવે આર્થિક બોજ સરકારી તિજોરી પર આવશે. તંત્રની આ મહેરબાનીથી કોન્ટ્રાક્ટરને સીધો ફાયદો થયો છે, જ્યારે જનતાના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં ગયા છે.
    Click here to Read More
    Previous Article
    બોર્ડની પરીક્ષા:ધો.10ના 10190 છાત્રોએ સંસ્કૃતનું પેપર આપ્યું, કોઈ કોપીકેસ ન નોંધાયો
    Next Article
    માર્ચમાં 2 માવઠા:19થી 20 અને 28,29,30 વરસાદ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment