Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટેક્સટાઈલ માર્કેટમાં 'સંવાદ સેતુ'નો સપાટો:2 દિવસમાં 16 FIR, 2 કરોડ સુધીની છેતરપિંડી સામે આવી, છેતરપિંડી કરનારાઓને પકડવા 6 રાજ્યોમાં ટીમો રવાના

    14 hours ago

    સુરતના કરોડપતિ ટેક્સટાઈલ ઉદ્યોગને આર્થિક નુકસાન પહોંચાડતા ઠગબાજો સામે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે લાલ આંખ કરી છે. તાજેતરમાં યોજાયેલા 'સંવાદ સેતુ' કાર્યક્રમ બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે, જેના પરિણામે માત્ર બે જ દિવસમાં છેતરપિંડીના કુલ 16 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આ કેસોમાં ₹2 લાખથી લઈને ₹2 કરોડ સુધીની ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે. ડીસીપી કાનન દેસાઈ SITના નવા હેડ ટેક્સટાઈલ ક્ષેત્રે વધતા ગુનાઓને રોકવા માટે રચાયેલી SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ના વડા તરીકે ડીસીપી કાનન દેસાઈની નિયુક્તિ કરવામાં આવી છે. અગાઉ આ પદ ડીસીપી ભગીરથ ગઢવી પાસે હતું, પરંતુ તેમની બદલી બાદ હવે કાનન દેસાઈ આ તપાસનું સુકાન સંભાળશે. 'સંવાદ સેતુ' કાર્યક્રમની સફળતા ગત 6 એપ્રિલ 2026ના રોજ સલાબતપુરા ખાતે આયોજિત 'પોલીસ-વેપારી સંવાદ'માં 200થી વધુ વેપારીઓએ પોતાની વ્યથા ઠાલવી હતી. આ કાર્યક્રમ બાદ પોલીસને છેતરપિંડી અંગેની કુલ 45 થી 50 અરજીઓ પ્રાપ્ત થઈ હતી. પ્રાથમિક તપાસમાં ગુનાહિત કૃત્ય જણાતા 16 FIR તાત્કાલિક નોંધવામાં આવી છે. બાકીની 25 જેટલી અરજીઓ હાલ તપાસ હેઠળ છે, જેમાં આગામી દિવસોમાં ગુના નોંધાઈ શકે છે. 6 રાજ્યોમાં પોલીસનું સર્ચ ઓપરેશન સુરતના વેપારીઓને ચૂનો લગાવી ફરાર થઈ ગયેલા આરોપીઓને પકડવા માટે સુરત પોલીસની 6થી વધુ ટીમો દેશના વિવિધ રાજ્યોમાં રવાના થઈ છે. પોલીસ અત્યારે રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી-ગુડગાંવ અને પશ્ચિમ બંગાળ (કોલકાતા) માં ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓના લોકેશન ટ્રેસ કરી રહી છે. ઠગબાજો સામે 'પાસા' (PASA) ની તૈયારી ડીસીપી કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, “ચીટિંગ કરનાર ટોળકીઓ પહેલા વેપારીનો વિશ્વાસ કેળવી માલ પડાવી લેતી હોય છે. અત્યારે અમારી ટીમો અલગ-અલગ રાજ્યોમાં તપાસ કરી રહી છે. જે તત્વો કાપડ ઉદ્યોગને નુકસાન પહોંચાડી રહ્યા છે, તેમની સામે અમે પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.” પોલીસની આ આક્રમક કાર્યવાહીથી ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓમાં આશા જાગી છે કે તેમના ફસાયેલા નાણાં પરત મળી શકશે અને ભવિષ્યમાં આવી છેતરપિંડી પર બ્રેક લાગશે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ બોર્ડ પરીક્ષામાં 5 કોપી કેસ ઝડપાયા:CCTV ફૂટેજની તપાસમાં ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓ પકડાયા
    Next Article
    સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ભરાવાની પ્રક્રિયા તેજ:આઠ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકામાં કુલ 45 ઉમેદવારી પત્રો ભરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment