Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડિંડોલીમાં કારચાલકે એકસાથે 5 વાહનોને અડફેટે લીધા, CCTV:માસુમ બાળકીના બારમાની વિધિમાં જતા ડ્રાઈવરને પેરાલિસિસની અસર થતાં સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો

    4 days ago

    સુરતના ડિંડોલી વિસ્તારમાં એક ભયાનક અકસ્માત સામે આવ્યો છે, જ્યાં એક બેકાબૂ કારચાલકે રસ્તા પર કાળ બનીને એકસાથે પાંચ જેટલા વાહનો અને લારીને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે અન્ય બે લોકો પણ ઘાયલ થયા છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં લોકોના રૂંવાડા ઊભા થઈ ગયા છે. અકસ્માત પાછળનું કારણ તપાસતા સામે આવ્યું છે કે, કારચાલક 38 વર્ષીય પ્રશાંત પ્રકાશ આરેગીરી વ્યવસાયે ડ્રાઈવર છે, પરંતુ દર વર્ષે વરસાદની સીઝન આવતા જ તેના ડાબા પગમાં પેરાલિસિસ (લકવા)ની અસર શરૂ થઈ જાય છે. અકસ્માત સમયે તે કાર ચલાવી રહ્યો હતો, ત્યારે અચાનક તેના પગમાં આ અસર થતા તે બ્રેક કે ક્લચ પરથી કાબૂ ગુમાવી બેઠો હતો અને આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લારી અને બાઇક સવારોને હવામાં ઉડાવ્યા હેલ્મેટ પહેર્યું હોવાથી યુવકનો આબાદ બચાવ સામે આવેલા અકસ્માતના ભયાનક સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બેકાબૂ બનેલી સ્પીડમાં આવતી કાર સૌથી પહેલા રસ્તા કિનારે ઉભેલી એક લારીને જોરદાર ટક્કર મારે છે. લારીને ફંગોળ્યા બાદ કાર આગળ જઈ રહેલા બાઇક ચાલકોને પાછળથી જોરદાર ટક્કર મારી હવામાં ઉડાવે છે. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઇક ચાલકો રસ્તા પર ફસડાઈ પડે છે. સદનસીબે જે યુવક બાઇક ચલાવી રહ્યો હતો તેણે હેલ્મેટ પહેરેલું હતું, જેના કારણે માથાના ભાગે ગંભીર ઈજા ન થઈ અને તેનો જીવ બચી ગયો. ટક્કર વાગ્યા બાદ યુવક સેકન્ડોના ડિફરન્સથી કારના વ્હીલ (ટાયર) નીચે આવતા આબાદ બચાવ્યો હતો. અકસ્માત થતાં જ રસ્તા પર અફરાતફરી મચી ગઈ હતી અને લોકો દોડતા થઈ ગયા હતા. 12 દિવસ પહેલા જે બાળકીનું મોત થયું તેના બારમામાં જતો હતો ડ્રાઈવર આ સમગ્ર ઘટના પાછળ એક અત્યંત ચોંકાવનારો સંયોગ પણ સામે આવ્યો છે. આજથી બાર દિવસ પહેલા ડિંડોલી વિસ્તારમાં જ અન્ય એક કારચાલકની લાપરવાહીના કારણે એક ચાર વર્ષની માસુમ બાળકી કાર નીચે કચડાઈ ગઈ હતી અને તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં રોષ હતો. આશ્ચર્યની વાત એ છે કે, આજે જે કારચાલકે અકસ્માત કર્યો છે, તે આ જ મૃતક માસુમ બાળકીના મોતના 'બારમા'ની વિધિ (ઉત્તરાક્રિયા)માં હાજરી આપવા માટે જઈ રહ્યો હતો. બાળકીના શોક સંતપ્ત પરિવારને મળવા જતા પહેલા જ ડ્રાઈવર પ્રશાંતના પગે દગો દીધો અને તેણે રસ્તા પર અન્ય નિર્દોષ લોકોને કચડી નાખ્યા. ઘાયલોને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા કારની જોરદાર ટક્કર વાગવાના કારણે રસ્તા પરથી પસાર થઈ રહેલા ત્રણ લોકો લોહીલુહાણ હાલતમાં પટકાયા હતા. જેમાં એક સ્થાનિક વૃદ્ધને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમની હાલત નાજુક હોવાનું કહેવાય રહ્યું છે. ઘટના બનતા જ આસપાસના સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સુરતની સ્મીમેર (SMIMER) હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં ડોક્ટરોની ટીમ દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. સીસીટીવીમાં દેખાય છે કે અકસ્માત બાદ તરત જ બાઇક સવાર યુવક ઉભો થઈ જાય છે અને સામે ઉભેલી એક સફેદ રંગની કારમાંથી પણ ડ્રાઈવર બહાર નીકળીને જુએ છે કે ટક્કર મારનાર કાર ક્યાં ગઈ. ડિંડોલી પોલીસે કાર ચાલકની કરી અટકાયત આ ભયાનક અકસ્માતની જાણ થતાં જ ડિંડોલી પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક પ્રશાંત પ્રકાશ આરેગીરીની સ્થળ પરથી જ અટકાયત કરી લીધી છે અને તેની કાર જપ્ત કરી છે. ડ્રાઇવરના પગમાં પેરાલિસિસની બીમારી હોવાની વાત સામે આવતા પોલીસ હવે તેની મેડિકલ તપાસ પણ કરાવી રહી છે. સ્થાનિક લોકોમાં એ વાતને લઈને ભારે રોષ છે કે જો ડ્રાઈવરને ખબર હતી કે ચોમાસાની ઋતુમાં તેનો પગ કામ નથી કરતો, તો પછી તેણે સ્ટીયરિંગ પકડીને લોકોના જીવ જોખમમાં કેમ મૂક્યા? પોલીસ આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પેટ્રોલ-ડીઝલની કિંમતો પર નિર્ણય 2-3 મહિનામાં:સરકારે કહ્યું- ઈરાન યુદ્ધમાં ખરીદેલું મોંઘું ક્રૂડ ઓઈલ જ પ્રોસેસ થઈ રહ્યું છે, ₹74,781 કરોડનું નુકસાન થયું
    Next Article
    Ground Report | 5 સિસ્ટમનો પાવર | સૌરાષ્ટ્ર બાદ હવે મધ્ય અને ઉત્તરનો વારો | Rain Forecast | Monsoon

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment