Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રખડતા કૂતરાઓએ બે કલાકમાં 45 ઘેટાં-બકરાંને ફાડી ખાધા:નખત્રાણામાં પશુપાલક બહાર જતાં કૂતરા વાડામાં ઘૂસી ગયા, રોજી રોટી છીનવાતા ભાંગી પડ્યો પરિવાર

    22 hours ago

    કચ્છના નખત્રાણા તાલુકાના ટોડિયા ગામમાં રખડતા કૂતરાઓએ આંતક મચાવ્યો હતો. પશુપાલક કામ અર્થે બે કલાક સુધી બહાર જતા જ ગોડાઉનમાં શ્વાનો ઘૂસી આવ્યાં હતા અને 45 જેટલા ઘેટા-બકરાને ફાડી ખાધા હતા. જેથી પશુપાલક પર મોટું આર્થિક સંકટ આવી પડ્યું છે. પશુપાલક દવા લેવા માટે ઘરેથી બહાર ગયા હતા ટોડિયાના મુબારક પિંજારા પશુપાલનના વ્યવસાય દ્વારા પરિવારનું ગુજરાન ચલાવે છે. આજે તેઓ જરૂરી દવા લેવા માટે ઘરેથી બહાર ગયા હતા. તેમની ગેરહાજરીમાં રખડતાં કૂતરાઓ વાડામાં ઘૂસી ત્યાં બંધાયેલા ઘેટાં-બકરાંઓ પર હુમલો કરી દીધો હતો. વાડામાં પૂરાયેલા હોવાને કારણે પશુઓને બચવાની કોઈ તક મળી ન હતી. પશુઓ ગુમાવવાથી આવક અને રોજગારી પર ગંભીર અસર મુબારક પિંજારા ઘરે પરત ફર્યા ત્યારે તેમણે વાડામાં મોટા પ્રમાણમાં ઘેટાં-બકરાંને મૃત હાલતમાં જોતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. જ્યારે અન્ય કેટલાક પશુઓ ઈજાગ્રસ્ત હાલતમાં છે. સંપૂર્ણપણે પશુપાલન પર નિર્ભર આ પરિવાર માટે એકસાથે આટલા પશુઓ ગુમાવવાથી આવક અને રોજગારી પર ગંભીર અસર પડી છે. સરકારી સહાય અને વળતર ચૂકવવાની માંગ આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો અને પશુપાલકોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. સ્થાનિકોએ ગામમાં રખડતા કૂતરાઓના ત્રાસ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી છે. આ સાથે જ આર્થિક સંકટમાં મુકાયેલા પશુપાલકને તાત્કાલિક ધોરણે સરકારી સહાય અને વળતર ચૂકવવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    "Comfortable And 90 Per Cent Okay": Babar Azam Makes Himself Available For Lord's Test vs England
    Next Article
    'મારે જીવવું છે, તમે મને મોત તરફ ના મોકલો...':સાસરિયાંના ત્રાસથી ડિલિવરી બોયનો આપઘાત, દર્દનાક સુસાઇડ નોટ મળતાં સાસુ-સાળા સામે ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment