Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડતાલ ગાદી દ્વારા સત્સંગ જ્ઞાન પરીક્ષા ભાગ-2 યોજાઈ:વડોદરા શહેર અને જિલ્લાના 1300થી વધુ હરિભક્તોએ ઉત્સાહપૂર્વક પરીક્ષા આપી

    1 day ago

    શ્રી લક્ષ્મીનારાયણદેવ વડતાલ ગાદી પીઠાધીપતિ આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને આજ્ઞાથી, તેમજ સમગ્ર ધર્મકુળ પરિવારના માર્ગદર્શન હેઠળ, રવિવાર, ૯ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ સમગ્ર વિશ્વમાં એક જ સમયે ‘સત્સંગ જ્ઞાન પરીક્ષા ભાગ-૨’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી સહયોગ અખિલ ભારતીય દક્ષિણ વિભાગ લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ દ્વારા આયોજિત કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં સલાટવાડા સ્થિત શ્રી શારદામંદિર વિદ્યાલય ખાતે મુખ્ય પરીક્ષા કેન્દ્ર રાખવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં શ્રી સ્વામિનારાયણ મૂળ સંપ્રદાય વડતાલ ગાદીના હરિભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.5 વર્ષથી લઈને 80 વર્ષ સુધીની વયના નાના બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલ હરિભક્તોએ એકસાથે પરીક્ષા આપી હતી. વડોદરા શહેર ઉપરાંત પાદરા, છાલીયેર, વરસડા, વ્યારા, વસઈ, સંખેડા, કારવણ અને કડધરા સહિત જિલ્લાના વિવિધ સ્થળોએ પણ પરીક્ષા કેન્દ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજન દરમિયાન હરિભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વડોદરા શહેર તથા જિલ્લાના કેન્દ્રો પર યોજાયેલી આ સત્સંગ જ્ઞાન પરીક્ષામાં કુલ ૧૩૦૦થી વધુ હરિભક્તોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે આયોજક મંડળ દ્વારા પરીક્ષામાં ભાગ લેનાર તમામ હરિભક્તોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સિક્યુરિટી ગાર્ડનું ઈન્ટિરીયર ડિઝાઈનર પર દુષ્કર્મ:ઉજ્જૈનથી પરત ફરતા વડોદરાના 6નાં મોત, રાકેશ ટીકેતે સરકારને આપી ચેતવણી, રેસિડેન્ટ ડોક્ટરનો આપઘાત
    Next Article
    ભાજપના સાંસદે ખરીદેલી જમીનનો વિવાદ:હિરાસર પાસે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહને મળેલી 17 વીઘા જમીનના વેંચાણ સામેનો વાંધો કલેકટરે ફગાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment