Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નગરમાં રખડતા પશુઓની સમસ્યા વધી, જરૂરી પગલા ભરવાની માગણી‎:રાજપીપળામાં રખડતા શ્વાનોએ 2 દિ'માં 12 લોકોને બચકાં ભરી લીધાં

    1 day ago

    નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળામાં રખડતાં પશુઓ બાદ હવે શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે. બે દિવસમાં શ્વાનોએ 12 લોકોને બચકા ભરી લેતાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને લોકોને તેમના બાળકોની ચિંતા સતાવી રહી છે. રાજપીપળામાં એક તરફ રોડ વચ્ચે ગાય, ભેંસ બેસી રહેવાથી લોકોને તકલીફ પડી રહી છે. ત્યારે જ હવે રખડતા કૂતરાઓનો આતંક પણ વધી રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં 12થી વધુ લોકોને બચકા ભરી દેતાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. 19 ઓગસ્ટના રોજ બપોરના સમયે રાજપીપળાના સિંધીવાડ વિસ્તારમાં કરિયાણાની દુકાન ધરાવતા મેમન મુસ્તુફાના 7 વર્ષીય પુત્ર અજમલ જ્યારે પોતાના ઘર આગળ રમી રહ્યો હતો ત્યારે એક રખડતા હડકાયા શ્વાનેવગર કારણે હિંસક હુમલો કરી તેના પગના ભાગે બચકા ભરી ઇજાઓ પહોંચાડી હતી. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બાદ ઘવાયેલા બાળકને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ હડકવા વિરોધી રસી સહિતની ટ્રીટમેન્ટ અપાઈ હતી. રાજપીપળા નગરપાલિકાના કેટલાક સદસ્યોને જાણ કરતા આખરે કલાકો બાદ પાલિકાના માણસો આવી શ્વાનને પકડી ગયા હતા. પણ ત્યાં સુધી હડકાયા શ્વાને લોકોને ભયભીત કર્યા હતા. તેણે અનેક લોકોને કરડવાનો પ્રયાસ કર્યો હતો. લોકો સોશ્યિલ મીડિયામાં પણ આ મામલે સ્થાનિક નગરપાલિકાના વહીવટદારો ઉપર માછલાં ધુએ છે. લોકો રખડતા કૂતરા-ગાયોનું કાયમી સમાધાન ઈચ્છે છે. રખડતા શ્વાનથી બચવા આટલી કાળજી રાખો રખડતા શ્વાન ડર, બચ્ચાઓની સુરક્ષા, ભોજનની લડાઈ કે ઈજાને કારણે આક્રમક બની બચકા ભરે છે. શ્વાન સામે દોડવું નહીં, આંખો મિલાવવી નહીં અને સૂતા કે ખાતા શ્વાનને ચીડવવાથી બચવું એ સલામતી માટે જરૂરી છે. શાંત રહીને અને આક્રમક વર્તન ટાળીને શ્વાન કરડવાથી બચી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    અઢી મહિના પહેલા થયેલા અકસ્માતના બનાવમાં વળાંક:બાઈકની પાછળ કાર ભટકાવી મારી નાખવાનો પ્રયાસ કરનાર 2 પકડાયા
    Next Article
    ટેક્સ ચોરી:નગરપાલિકાના ચોપડે મિલકતની સંખ્યા 45 હજાર, જ્યારે શહેરમાં વીજ કંપનીના કનેક્શન એક લાખ પાર પહોંચ્યા!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment