Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંબિકા નદીમાં ડ્રોનની મદદથી રેતી ચોરી ઝડપાઈ:નવસારીમાં ખનીજ માફીયાઓ પર તંત્રનો સપાટો; 2 મિકેનિકલ બાર્જ, 11 ટ્રકો સહિત 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત

    11 hours ago

    નવસારીમાં ખનીજ માફિયાઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ શરૂ થયો છે. પહેલીવાર ડ્રોન સર્વેલન્સથી અંબિકા નદીમાંથી 2.25 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. માફિયાઓ તપાસ ટીમોથી બચવા નદીના ઊંડાણવાળા વિસ્તારોમાં ખનન કરતા હતા. જેને ડામવા માટે નવસારી જિલ્લા ભૂસ્તર વિભાગ અને રોયલ્ટી ઇન્સ્પેક્ટરની ટીમે સંયુક્ત રીતે 'ડ્રોન સર્વેલન્સ' ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું. આ સર્વેલન્સ દરમિયાન બીલીમોરા સ્મશાન ભૂમિની નજીક વહેતી અંબિકા નદીના પટમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું હતું. મિકેનિકલ બાર્જ અને મશીનરી વડે નદીના તળિયેથી રેતી કાઢી વેચાતી હતી. આનાથી નદીના પર્યાવરણ અને જળચર જીવોને નુકસાન થતું હતું. ડ્રોન દ્વારા સ્થળની માહિતી મળ્યાં બાદ ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા. અધિકારી પી.આર. ખાંભલાએ ગણદેવીના બીલીમોરા ખાતે રેડ કરાઈ હોવાનું જણાવ્યું હતું. 2 મિકેનિકલ બાર્જ, 11 રેતી ભરેલા ટ્રકો સહિત કુલ 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જોકે, રેડ દરમિયાન 2 બાર્જ અને 2 ટ્રકો સ્થળ ઉપરથી નાસી છૂટ્યા હતા. આ અંગે ધોલાઈ મરીન પોલીસ મથકે ગુનો નોંધાયો છે. પર્યાવરણ અને ભૂગર્ભ પર ગંભીર અસરો નિષ્ણાતોના જણાવ્યા મુજબ, નદીના પટમાંથી મશીનરી દ્વારા આડેધડ થતા રેતીના ઉત્ખનનથી નદીના પ્રવાહની દિશા બદલાવવાનું જોખમ રહે છે તેમજ આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તર પણ નીચે જઈ શકે છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આવી સઘન ડ્રોન રેડ ચાલુ રાખવામાં આવશે. અગાઉ પણ 4 બાર્જ પકડીને દંડકીય વસૂલાત કરવામાં આવી હતી, જેમાંથી એક બાર્જની રકમ ન ભરતા કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કઠોર પગલાંથી ખનન માફીયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
    Click here to Read More
    Previous Article
    સુબ્રમણ્યમ આર. અય્યરે રાજ્યના મુખ્ય માહિતી કમિશનર તરીકે શપથ લીધા:ગાંધીનગર લોકભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પદ અને નિષ્ઠાના શપથ લેવડાવ્યા
    Next Article
    બાર એસોસિએશને નવા રેન્ટ એક્ટ વિરુદ્ધ કર્યો વિરોધ.:ગુજરાત સરકારના નવા કાયદાથી માલિક-ભાડવાત વિવાદો ડેપ્યુટી કલેક્ટરને સોંપવાનો જુનાગઢ વકીલો દ્વારા કરાયો વિરોધ,રેલી યોજી 3 ઓક્ટોબરે અસહકારનો ઠરાવ કર્યો.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment