Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુબ્રમણ્યમ આર. અય્યરે રાજ્યના મુખ્ય માહિતી કમિશનર તરીકે શપથ લીધા:ગાંધીનગર લોકભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પદ અને નિષ્ઠાના શપથ લેવડાવ્યા

    11 hours ago

    ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર તરીકે સુબ્રમણ્યમ આર. અય્યરે આજે (1 ઓક્ટોબર) ગાંધીનગર લોકભવન ખાતે શપથ ગ્રહણ કર્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને નિષ્ઠા અને પદના શપથ લેવડાવ્યા હતા. શપથવિધિ સમારોહમાં મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ, અગ્ર સચિવ હરીત શુક્લા, રાજ્યપાલના સચિવ મેહુલ કે. દવે સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ માહિતી કમિશનર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે સુબ્રમણ્યમ આર. અય્યર અગાઉ ગુજરાત રાજ્યના માહિતી કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. હવે તેમને રાજ્યના મુખ્ય માહિતી કમિશનરની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. અય્યરે વિવિધ ક્ષેત્રોમાં પણ મહત્વની જવાબદારીઓ નિભાવી છે. તેઓ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સભ્ય, ભારતીય રેલવેની નેશનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કાઉન્સિલના સભ્ય, પશ્ચિમ રેલવેની ઝોનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટીના સભ્ય તેમજ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ડાયરેક્ટર રહી ચૂક્યા છે. હાજર લોકોએ શુભેચ્છાઓ પાઠવી શપથવિધિ પૂર્ણ થયા બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત ઉપસ્થિત અધિકારીઓ અને મહાનુભાવોએ સુબ્રમણ્યમ આર. અય્યરને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    બિહારમાં પૂરથી 2 લાખ લોકો પ્રભાવિત:યુપીમાં ચોમાસું પાછું ફરવાનું શરૂ, 26 ગામમાં પૂર; કેદારનાથમાં તાપમાન માઇનસ 4°C
    Next Article
    અંબિકા નદીમાં ડ્રોનની મદદથી રેતી ચોરી ઝડપાઈ:નવસારીમાં ખનીજ માફીયાઓ પર તંત્રનો સપાટો; 2 મિકેનિકલ બાર્જ, 11 ટ્રકો સહિત 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment