Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ધુરંધર 2' બોલિવૂડની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની:11 દિવસમાં જ વર્લ્ડવાઇડ 1350 કરોડ કમાયા; 'બાહુબલી' અને 'પુષ્પા 2'ના રેકોર્ડ તોડે તેવી શક્યતા

    13 hours ago

    રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર: ધ રિવેન્જ' બોલિવૂડની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મનું ભારતીય કલેક્શન 846.87 કરોડ થઈ ગયું છે, જ્યારે ફિલ્મે વર્લ્ડવાઈડ 1350 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ભારતમાં 846 કરોડથી વધુની કમાણી કરી ટ્રેડ વેબસાઈટ સેકનિલ્ક અનુસાર, 29 માર્ચ એટલે કે રિલીઝના બીજા રવિવારે ફિલ્મે 68.10 કરોડ રૂપિયા કમાયા હતા, જ્યારે 28 માર્ચ (શનિવાર)ના રોજ 62.85 કરોડ કમાયા હતા. આ રીતે 11 દિવસમાં ફિલ્મે ભારતમાં 846.87 કરોડ અને વર્લ્ડવાઈડ 1350 કરોડ કમાણી કરી લીધી છે. આ કલેક્શન સાથે 'ધુરંધર 2' ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ પાછલા ભાગ 'ધુરંધર'ના 1428 કરોડના ઓલ ટાઈમ કલેક્શનને પાર કરવાની નજીક છે, જે બોલિવૂડની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. હાલમાં આમિર ખાનની 'દંગલ' પહેલા નંબર પર છે. બધી ભાષાઓમાં 5મી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બોલિવૂડની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 'ધુરંધર: ધ રિવેન્જ', બધી ભાષાઓમાં ભારતની 5મી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. આ ફિલ્મ 'RRR' અને 'KGF ચેપ્ટર 2'નો રેકોર્ડ તોડી ચૂકી છે, પરંતુ હજુ પણ 'પુષ્પા-2' અને 'બાહુબલી 2'થી પાછળ છે. 'દંગલ' ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે, પરંતુ ભારતમાં તેનું કલેક્શન માત્ર 511 કરોડ હતું અને મોટાભાગની કમાણી ઓવરસીઝથી થઈ હતી. ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં 'બાહુબલી 2' પ્રથમ સ્થાને છે, જેણે 1429 કરોડ કમાયા હતા. બીજા નંબરે અલ્લુ અર્જુનની 'પુષ્પા 2' અને ત્રીજા નંબરે 'ધુરંધર' છે. ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો- આ બોક્સ ઓફિસ આંકડાઓ સાથે 'ધુરંધર' અને ‘ધુરંધર 2’ના ડિરેક્ટર આદિત્ય ધર બોલિવૂડના એકમાત્ર ડિરેક્ટર બની ગયા છે, જેમણે 1000 કરોડથી વધુ કમાણીવાળી બે ફિલ્મો આપી છે. તેની પહેલા એસ.એસ. રાજામૌલી પણ 'બાહુબલી' અને 'બાહુબલી 2' જેવી બે 1000 કરોડ કમાણીવાળી ફિલ્મો બનાવી ચૂક્યા છે.
    Click here to Read More
    Previous Article
    પ્રિયંકાએ લાડલી માલતી સાથે મસ્તી કરી:પતિ નિક સાથે ક્વોલિટી ટાઇમ વિતાવ્યો, ફોટોઝમાં જુઓ ગ્લોબલ આઈકોન 'દેશી ગર્લ'નું પરફેક્ટ વર્કલાઇફ બેલેન્સ
    Next Article
    આવતીકાલે PM મોદી ગુજરાતમાં:સાણંદમાં ₹3300 કરોડના કેન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન; 6,000 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment