Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવતીકાલે PM મોદી ગુજરાતમાં:સાણંદમાં ₹3300 કરોડના કેન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન; 6,000 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ

    2 days ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે, 31 માર્ચ 2026ના રોજ એક દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી રાજ્યને રૂ. 6,000 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે, જેમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ, જૈન વિરાસત મ્યુઝિયમ, રેલવે પ્રોજેક્ટ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓનો સમાવેશ થાય છે. કોબા તીર્થ: અહિંસાના સંદેશ સાથે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ વડાપ્રધાનના પ્રવાસની શરૂઆત આધ્યાત્મિક વારસાના દર્શન સાથે થશે. ગાંધીનગરના કોબા ખાતે આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીની પ્રેરણાથી નિર્મિત આ મ્યુઝિયમ જૈન સંસ્કૃતિનું કેન્દ્ર બનશે. સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ'ની વિશેષતા 7 ભવ્ય ગેલેરીમાં 5મી સદીની પ્રાચીન મૂર્તિઓથી લઈને મુઘલ સમ્રાટ અકબરના અસલ ફરમાન સુધીનો સંગ્રહ છે. આચાર્યએ કરેલા 2 લાખ કિલોમીટરના પદવિહાર દરમિયાન એકત્રિત કરેલા ઐતિહાસિક પુરાવાઓ અહીં પ્રદર્શિત કરાયા છે. સાણંદમાં સેમિકન્ડક્ટર ક્રાંતિ: કેન્સ પ્લાન્ટની વિશેષતાઓ ₹3300 કરોડના તોતિંગ ખર્ચે તૈયાર થયેલો આ પ્લાન્ટ ભારતને ચિપ ઉત્પાદન ક્ષેત્રે સ્વનિર્ભર બનાવવા તરફનું મહત્વનું પગલું છે. અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવેનું લોકાર્પણ વડાપ્રધાન ધોલેરા ABCD બિલ્ડિંગ ખાતેથી જ આ મહત્વકાંક્ષી હાઈવેનું લોકાર્પણ કરશે. આ હાઈવે અમદાવાદ અને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR) વચ્ચેનું અંતર ઘટાડશે, જેનાથી લોજિસ્ટિક્સ અને કનેક્ટિવિટી વધુ ઝડપી બનશે. 'સેમિકોન ઇન્ડિયા': 900 દિવસમાં અશક્યને શક્ય બનાવ્યું ભારતે વૈશ્વિક સ્તરે સેમિકન્ડક્ટર ક્ષેત્રે પોતાની ગતિથી સૌને ચોંકાવી દીધા છે. અગાઉ 28 ફેબ્રુઆરીએ માઇક્રોન પ્લાન્ટના ઉદ્ઘાટન સમયે વડાપ્રધાને નોંધ્યું હતું કે, જે કામ વિશ્વના વિકસિત દેશોમાં વર્ષો લે છે, તે ભારતે માત્ર 900 દિવસમાં પૂર્ણ કરીને બતાવ્યું છે. MoUથી લઈને કોમર્શિયલ પ્રોડક્શન સુધીની સફર ભારતની કાર્યક્ષમતાનો પુરાવો છે. ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સની સ્થિતિ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરાયેલા 10 મોટા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સમાંથી 4 પ્રોજેક્ટ્સ એકલા ગુજરાતમાં આકાર લઈ રહ્યા છે, જે રાજ્યને આ ક્ષેત્રમાં 'પાયોનિયર' બનાવે છે. સાણંદમાં કેન્સ સેમિકોનનો આ પ્લાન્ટ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે ટેકનોલોજીકલ પાવરહાઉસ બનવાની દિશામાં માઈલસ્ટોન સાબિત થશે. ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અભિયાનને આનાથી નવી ઊંચાઈ મળશે. રેલવે અને શહેરી વિકાસ માટે 6,000 કરોડના વિકાસકાર્યો ડીસા (લખણી) ખાતેની જાહેરસભામાં પીએમ મોદી રેલવે અને શહેરી વિકાસના કામોની વણઝાર લગાવશે: સુરક્ષા અને તૈયારીઓ વડાપ્રધાનના આગમનને પગલે ગાંધીનગર અને ડીસામાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં કોબા તીર્થની મુલાકાત લઈ સુરક્ષા અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
    Click here to Read More
    Previous Article
    'ધુરંધર 2' બોલિવૂડની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની:11 દિવસમાં જ વર્લ્ડવાઇડ 1350 કરોડ કમાયા; 'બાહુબલી' અને 'પુષ્પા 2'ના રેકોર્ડ તોડે તેવી શક્યતા
    Next Article
    રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ડોગ-બોમ્બ સ્ક્વોડનું સર્ચ ઓપરેશન શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment