Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રિયંકાએ લાડલી માલતી સાથે મસ્તી કરી:પતિ નિક સાથે ક્વોલિટી ટાઇમ વિતાવ્યો, ફોટોઝમાં જુઓ ગ્લોબલ આઈકોન 'દેશી ગર્લ'નું પરફેક્ટ વર્કલાઇફ બેલેન્સ

    12 hours ago

    બોલિવૂડની 'દેશી ગર્લ'એ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં જ પ્રતિષ્ઠિત ઓસ્કર એવોર્ડ સમારોહમાં સતત બીજીવાર પ્રેઝન્ટેટર બનીને પ્રિયંકા ચોપરાએ ઈતિહાસ રચ્યો હતો. તે એકમાત્ર ભારતીય એક્ટ્રેસ છે, જેણે બીજીવાર ઓસ્કાર સેરેમનીમાં પ્રેઝન્ટેટરની ભૂમિકા નિભાવી હતી. ત્યારે સતત કામમાં વ્યસ્ત હોવા છતાં પ્રિયંકાએ પરફેક્ટ વર્કલાઇફ બેલેન્સનું ઉદાહરણ આપ્યું છે. વાસ્તવમાં પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનેક ફોટો અને વીડિયો શેર કર્યાં છે. જેમાં તે કામની વ્યસ્તતા વચ્ચે પતિ નિક જોનસ અને દીકરી માલતી મેરી સાથે ક્વોલિટી ટાઇમ વિતાવતી જોવા મળી રહી છે. દીકરી માલતી મેરી સાથે ધમાલ-મસ્તી એક ફોટોમાં પ્રિયંકાના ખોળામાં દીકરી માલતી બેઠી છે. બંને મા-દીકરી મસ્તી કરી રહ્યા છે. આ દરમિયાન પ્રિયંકાએ ફ્લાવર અને લેપર્ડ પ્રિન્ટનો ડ્રેસ પહેર્યો છે, જ્યારે દીકરી માલતીએ લવન્ડર અને ટર્ક્વોઇશ ગ્રીન કલરનું ફ્રોક પહેર્યું છે. અન્ય એક ફોટોમાં માલતી પિતા નિકના ખોળામાં બેસીને કાર ચલાવતી જોવા મળી રહી છે. બંને પિતા-પુત્રીએ પિંક શેડના કપડાં પહેરીને ટ્વિનિંગ કર્યું છે. છેલ્લા ફોટોમાં માલતી એક રૂમમાં ઊભેલી છે, જેના બેકગ્રાઉન્ડમાં સુંદર કુદરતી દ્રશ્ય જોવા મળી રહ્યું છે. પિંક કલરના ફ્રોકમાં તે બાર્બી જેવી લાગી રહી છે. પતિ સાથે ક્વોલિટી ટાઇમ વિતાવ્યો પ્રિયંકાએ પતિ નિક જોનસ સાથેના કેટલાક ક્યુટ ફોટો શેર કર્યા છે. એક ફોટોમાં બંને સોફા પર રિલેક્સ કરતા જોવા મળી રહ્યા છે, જ્યારે બીજા ફોટોમાં પ્રિયંકાએ ઓસ્કર સેરેમની દરમિયાનની નિક સાથેની સેલ્ફી પોસ્ટ કરી છે. પ્રિયંકા ચોપરાનો 'મી ટાઇમ' બીજા ફોટોમાં પ્રિયંકા ખુલ્લા આકાશ નીચે, લીલીછમ ઘાસની ઉપર સૂતેલી જોવા મળી રહી છે. તો અન્ય એક ફોટોમાં તે બેડ પર ટેસ્ટી ફૂડ ખાતી જોવા મળી રહી છે. ઉપરાંત તેણે સ્વિમિંગ પુલ પાસે સનબાથ લેતી હોવાનો ફોટો પણ શેર કર્યો છે. તેણે ગાર્ડનમાં લીંબુ સાથેનો ફોટો પણ શેર કર્યો છે. અંબાણી ફેમિલી સાથે પાર્ટી માર્ચના ફોટો ડમ્પમાં પ્રિયંકાએ પતિ નિકની સાથે અંબાણી પરિવારની દીકરી ઇશા અંબાણી અને તેના પતિ અને બિઝનેસમેન આનંદ પિરામલ સાથેનો ફોટો પણ શેર કર્યો છે. પ્રિયંકા અને ઇશાએ ગોલ્ડન થીમ બેઝ પાર્ટીવેર પહેર્યાં છે, જ્યારે નિકે ગોલ્ડન અને આનંદે બ્લેક ટક્સિડો પહેરેલા છે.
    Click here to Read More
    Previous Article
    Retired brigadier out on morning walk killed by ‘stray bullet’ in Dehradun amid ‘road rage’ shootout
    Next Article
    'ધુરંધર 2' બોલિવૂડની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની:11 દિવસમાં જ વર્લ્ડવાઇડ 1350 કરોડ કમાયા; 'બાહુબલી' અને 'પુષ્પા 2'ના રેકોર્ડ તોડે તેવી શક્યતા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment