Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2 ઇંચ વરસાદમાં જ બાજવા ગરનાળુ છલોછલ:મ્યુનિસિપલ કમિશનર મુલાકાતે પહોંચ્યા, દર વખતની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા રજૂઆત

    21 hours ago

    વડોદરામાં આજે વહેલી સવારે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. માત્ર સવારના સમયગાળામાં જ શહેરમાં આશરે 2 ઇંચ જેટલો ખાબકેલા વરસાદે બાજવા ગરનાળામાં છલોછલ કરી દીધું હતું. જેના કારણે વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આજે સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા. દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા શહેરમાં ધોધમાર વરસાદ વરસતાની સાથે જ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી હતી. રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. બાજવા ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાયા ખાસ કરીને દર ચોમાસે જે વિસ્તાર સૌથી વધુ વિવાદમાં રહે છે, તેવા બાજવા ગરનાળામાં માત્ર થોડા જ વરસાદ બાદ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે સ્થાનિક રહીશો તેમજ ત્યાંથી પસાર થતાં દૈનિક વાહનચાલકો અટવાઈ પડ્યા હતા અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. મુખ્ય માર્ગ બંધ, કાયમી સમસ્યાથી લોકોમાં ભારે રોષ દર વર્ષે ચોમાસા દરમિયાન બાજવા ગરનાળામાં પાણી ભરાવાની આ સમસ્યા હવે સ્થાનિકો માટે કાયમી શિરદર્દ સમાન બની ગઈ છે. થોડાક જ વરસાદમાં આ ગરનાળું બેટમાં ફેરવાઈ જતાં આસપાસના વિસ્તારોને જોડતો મુખ્ય માર્ગ બંધ થઈ જાય છે, જેના કારણે નોકરીયાતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. સ્થાનિક રહીશો દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં દર ચોમાસે પરિસ્થિતિ જસ ની તસ જ જોવા મળે છે. આજે સવારે પણ પાણી ભરાઈ જતાં વાહનો બંધ પડી જવાના અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેને પગલે સ્થાનિક લોકોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. પાણીના નિકાલ માટે પંપ મૂકવામાં આવ્યા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક સ્થળ મુલાકાત લીધી હતી. કમિશનરે બાજવા ગરનાળા ખાતે પહોંચીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને તંત્રના અધિકારીઓને તાત્કાલિક ધોરણે પાણી નિકાલ કરવા માટે પંપ મૂકવા સહિતની જરૂરી સૂચનાઓ આપી હતી. અધિકારીઓ દ્વારા હાલમાં ગરનાળામાંથી પંપિંગ કરીને પાણી ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી વાહનવ્યવહાર પૂર્વવત થઈ શકે. જોકે, સ્થાનિક રહીશો અને વાહનચાલકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, આવી અસ્થાયી વ્યવસ્થાને બદલે બાજવા ગરનાળામાં ભરાતા પાણીનો કાયમી ધોરણે નિકાલ થાય તેવી નક્કર અને મજબૂત કામગીરી કરવામાં આવે તે સમયની માગ છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ પ્લેન ક્રેશમાં સ્ફોટક ખુલાસો:ઈમરજન્સી ટર્બાઈન બહાર લટકતું હતું, ગ્રાઉન્ડ પર જ વોર્નિંગ મળી'તી, ફાઇનલ રિપોર્ટમાં વિલંબ કેમ, ચાર સવાલથી સરકાર શંકાના ઘેરામાં
    Next Article
    નર્મદામાં ભારે વરસાદ બાદ અનેક લોકો પાણીમાં ફસાયા:SDRF ટીમે તિલકવાડાના ગૌચરીયા ગામે સફળ રેસ્ક્યુ કર્યું;કરજણ ડેમમાંથી 50 હજાર ક્યુસેક પાણી છોડાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment