Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદામાં ભારે વરસાદ બાદ અનેક લોકો પાણીમાં ફસાયા:SDRF ટીમે તિલકવાડાના ગૌચરીયા ગામે સફળ રેસ્ક્યુ કર્યું;કરજણ ડેમમાંથી 50 હજાર ક્યુસેક પાણી છોડાયું

    20 hours ago

    નર્મદા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં નદી-નાળાઓમાં પાણીના પ્રવાહમાં વધારો થતાં લોકો ફસાવાની ઘટનાઓ સામે આવી રહી છે. સ્થાનિક તંત્ર અને SDRFની ટીમો દ્વારા ફસાયેલા લોકોને સલામત સ્થળે પહોંચાડવા માટે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ભારે વરસાદ ઉપરાંત કરજણ ડેમમાંથી અંદાજે 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા નદી-નાળાઓમાં જળસ્તર વધ્યું છે. આના પરિણામે અવરજવર જોખમી બની છે. આવી જ એક ઘટના તિલકવાડા તાલુકાના ગૌચરીયા ગામે બની હતી, જ્યાં એક વ્યક્તિ પાણીના તેજ પ્રવાહમાં ફસાઈ ગયો હતો. તંત્રને જાણ થતાં જ SDRFની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે સ્થાનિક લોકોના સહયોગથી સફળ બચાવ કામગીરી હાથ ધરી તે વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. જિલ્લા તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદ દરમિયાન નદી, નાળા, કોઝવે અને પાણી ભરાયેલા માર્ગો પાર કરવાનો પ્રયાસ ન કરે. લોકોને ફક્ત જરૂર જણાય ત્યારે જ ઘર બહાર નીકળવા અને કોઈપણ આપત્તિજનક સ્થિતિમાં તંત્રને તાત્કાલિક જાણ કરવા સૂચના આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    2 ઇંચ વરસાદમાં જ બાજવા ગરનાળુ છલોછલ:મ્યુનિસિપલ કમિશનર મુલાકાતે પહોંચ્યા, દર વખતની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા રજૂઆત
    Next Article
    ‘15-year mental ordeal’: How 600 Gurgaon homebuyers won legal battle for dream homes

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment