Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ પ્લેન ક્રેશમાં સ્ફોટક ખુલાસો:ઈમરજન્સી ટર્બાઈન બહાર લટકતું હતું, ગ્રાઉન્ડ પર જ વોર્નિંગ મળી'તી, ફાઇનલ રિપોર્ટમાં વિલંબ કેમ, ચાર સવાલથી સરકાર શંકાના ઘેરામાં

    एक दिन पहले

    અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટનાના 412 દિવસ પછી 29 જુલાઈ, બુધવારે સરકારે સંસદમાં ખુલાસો આપ્યો કે એર ઈન્ડિયાના બોઈંગ ડ્રીમલાઈનર પ્લેનની ફ્યુઅલ સ્વિચમાં ખામી નથી. બીજી તરફ પાયલટ સુમિત સભરવાલના પિતાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં 28 જુલાઈએ સુનાવણી થઈ. સવાલ એ છે કે અમદાવાદ પ્લેન દુર્ઘટનાનો ફાઈનલ રિપોર્ટ આખરે ક્યારે આવશે? જાણીશું ગુજરાત એક્સપ્લેનરમાં... સવાલ-1: સરકારે સંસદમાં શું કહ્યું? જવાબ : સિવિલ એવિએશનના સ્ટેટ મિનિસ્ટર મુરલીધર મોહોલે લોકસભામાં કહ્યું, વિમાન કંપનીના એડવાન્સ ટેસ્ટમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ સિસ્ટમમાં કોઈ ખામી નથી. થ્રસ્ટ કંટ્રોલ મોડ્યુલની તપાસ હજુ પણ ચાલુ છે. આ એક એવું મોડ્યુલ છે, જે પાયલટ પાસેથી મળતા મેસેજને ઇલેક્ટ્રિક સિગ્નલમાં બદલીને એન્જિનના પાવરને કંટ્રોલ કરે છે. મંત્રીના સ્ટેટમેન્ટ અને AAIBનો રિપોર્ટ અલગ કેમ સવાલ-2: સુપ્રીમમાં શું દલીલો થઈ? જવાબ : અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટનામાં કેપ્ટન પાયલટ સુમિત સભરવાલ અને કો-પાયલટ ક્લાઈવ કુંદેરનાં પણ મોત થયાં. બંને પર માછલાં ધોવાયાં. સુમિત સભરવાલના પિતા દીકરાની શાખ બચાવવા સુપ્રીમ પહોંચ્યા છે. તેની અરજી પર 28 જુલાઈ, 2026એ સુપ્રીમમાં સુનાવણી થઈ. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચને આ ઘટનાક્રમ વિશે માહિતી આપી. જેમાં એર ઇન્ડિયા ફ્લાઇટના ક્રેશની સ્વતંત્ર અને કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માંગ કરવામાં આવી. સુનાવણી લાંબી ચાલી. અહીં ગ્રાફિકમાં સમજો, કોણે શું કહ્યું… સવાલ-3: સુપ્રીમમાં એડવોકેટે રેમ એર ટર્બાઈનની વાત કેમ કરી? જવાબ : પાયલટ સુમિત સભરવાલના પિતા અને ફેડરેશન ઓફ ઈન્ડિયન પાયલટ્સ વતી સુપ્રીમમાં એડવોકેટ ગોપાલ શંકર નારાયણન પણ કેસ લડી રહ્યા છે. તેમણે સુપ્રીમમાં સુનાવણી દરિમયાન કહ્યું કે, ફ્લાઈટના રેકોર્ડમાં કેટલીક વિસંગતતાઓ છે. ફ્લાઈટ ઊડાન ભરતાં પહેલાં ગ્રાઉન્ડ પર હતી ત્યારે RAT - રેમ એર ટર્બાઈન બહાર હોય છે. આ એક પ્રકારનું જનરેટર છે. જ્યારે ફલાઈટ ટેકઓફ થવાની તૈયારીમાં હોય છે ત્યારે કટોકટીની પરિસ્થિતિમાં ઈલેક્ટ્રોનિક કટ ઓફ, હાઈડ્રોલિક કટ ઓફ અથવા થ્રસ્ટ કટ ઓફ હોય ત્યારે ઓટોમેટિક પ્લેનની નીચેના ભાગમાંથી બહાર આવી જાય છે. એર ઈન્ડિયાનું બોઈંગ-171 પ્લેન જ્યારે અમદાવાદ એરપોર્ટ પર ઊભું હતું ત્યારે જ RAT - રેમ એર ટર્બાઈન પ્લેનમાં નીચેના ભાગે લટકતું હતું. આ ઊડાન ભરતાં પહેલાંની વોર્નિંગ સાઈન હતી. આ ઘટનામાં પાયલટનો કોઈ વાંક હતો તે વાતનો જ છેદ ઊડી જાય છે. પાયલટનું કામ એ પછી શરૂ થાય છે. અમેરિકાની ફર્મ છે તેણે 10 સિમ્યુલેશન ટેસ્ટ કર્યા છે. આપણી સરકારે પણ વધારે સિમ્યુલેશન ટેસ્ટ કરાવવા જોઈએ. તેના જવાબમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, DGCA, AAIB અને બીજી તપાસ એજન્સીઓ મળીને 4થી વધારે સિમ્યુલેશન ટેસ્ટ કરાવ્યા છે. જે રેકોર્ડ પર છે જ. ત્યારે સુપ્રીમ કોર્ટના જજ જોયમાલા બાગચીએ કહ્યું, અમેરિકાની ફર્મે જે સિમ્યુલેશન ટેસ્ટ કરાવ્યા છે તેનો અભ્યાસ AAIB- એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરોએ કરવો જોઈએ અને પોતાનો અભિપ્રાય આપવો જોઈએ કે વિદેશની ફર્મે જે ટેસ્ટ કરાવ્યા છે તે બરાબર છે કે નહીં. એ પછી સુપ્રીમમાં ફાઈનલ રિપોર્ટ પર દલીલ ચાલી. સવાલ-4: ફાઈનલ રિપોર્ટમાં વિલંબ કેમ? જવાબ : સુપ્રીમ કોર્ટમાં જ્યારે દલીલો ચાલતી હતી ત્યારે અરજીકર્તાઓના એડવોકેટ પ્રશાંત ભૂષણે એવી દલીલ કરી કે, જાન્યુઆરી 2026માં જ્યારે આ જ સુપ્રીમમાં કેસની સુનાવણી ચાલતી હતી ત્યારે સિવિલ એવિએશનની એજન્સી AAIBએ કહેલું કે 3 અઠવાડિયાંમાં ફાઈનલ રિપોર્ટ આવી જશે. બતાવો રિપોર્ટ ક્યાં છે? આ તો જુલાઈ આવી ગયો. રિપોર્ટમાં વિલંબ થઈ રહ્યો છે. ગુજરાતની જનતાને પણ સવાલ થઈ રહ્યો છે કે અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટનાને એક વર્ષ વીતી ગયું. છતાં હજી સુધી રિપોર્ટમાં વિલંબ કેમ થઈ રહ્યો છે? આ સવાલનો જવાબ પણ લોકો જ ચર્ચી રહ્યા છે કે નક્કી કોઈ ગરબડને દબાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. અમેરિકાના કેન્સાસ સિટીની લો ફર્મ ચિયોનુમાના એડવોકેટ અને પ્લેન ક્રેશ કેસમાં 120 થી વધુ પરિવારોનું પ્રતિનિધિત્વ કરી રહેલા કેસ મેનેજર આયુષ દુબેએ ભાસ્કરને કહ્યું હતું કે, પરિવારજનો એ વાતથી ખૂબ નિરાશ હતા કે ક્રેશની પ્રથમ વર્ષગાંઠ એટલે કે 12 જૂન 2026 સુધીમાં અંતિમ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નહોતો. હવે સુપ્રીમમાં ટાઈમલાઈન અપાઈ ગઈ છે એટલે AAIB ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં રિપોર્ટ સોંપી દેશે અને 13 ઓક્ટોબરે સુપ્રીમમાં સુનાવણી થશે. પ્લેન ક્રેશમાં માર્યા ગયેલા પરિવારજનો ઈચ્છે છે કે ફાઈનલ રિપોર્ટ સુપ્રીમમાં સીલબંધ કવરમાં ભલે રજૂ થાય પણ તે લોકો સામે આવવો જોઈએ.
    Click here to Read More
    Previous Article
    Why rising project costs for nuclear power matter for India’s clean energy plans
    Next Article
    2 ઇંચ વરસાદમાં જ બાજવા ગરનાળુ છલોછલ:મ્યુનિસિપલ કમિશનર મુલાકાતે પહોંચ્યા, દર વખતની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment