Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિરનાર રોપ-વે વાર્ષિક મેન્ટેનન્સ માટે નવ દિવસ રહેશે બંધ:જૂનાગઢ ગિરનાર રોપ-વે સેવા 2 થી 10 જૂન સુધી મેન્ટેનન્સ ને કારણે રહેશે બંધ: 11 જૂનથી ફરી શરૂ થશે સેવા

    6 दिन पहले

    ​જૂનાગઢ ખાતે આવેલ સુપ્રસિદ્ધ ગિરનાર રોપ-વેમાં મુસાફરોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક ટેકનિકલ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવશે. ગિરનાર પર્વત પર બિરાજમાન ભગવાન દત્તાત્રેયના દર્શન, મા અંબાનું મંદિર તથા પૌરાણિક જૈન દેરાસરો હોવાને કારણે અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ઉમટી પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુરક્ષા અત્યંત મહત્વની હોવાથી મેનેજમેન્ટ દ્વારા આ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. ​આ કામગીરીના ભાગરૂપે ગિરનાર રોપ-વે સેવા આગામી તા. 02 જૂન 2026 થી 10 જૂન 2026 સુધી સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય ગિરનાર રોપ-વે મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન રોપ-વેની તમામ સેવાઓ બંધ રહેશે, જેના કારણે શ્રદ્ધાળુઓને અસુવિધાનો સામનો કરવો પડી શકે છે. સંચાલકોએ જણાવ્યું હતું કે સુરક્ષા જાળવી રાખવા માટે આ ટેકનિકલ તપાસ અત્યંત આવશ્યક છે. આ દિવસો દરમિયાન રોપ-વેની સુવિધા ઉપલબ્ધ ન રહેવાને કારણે થતી અસુવિધા બદલ મેનેજમેન્ટ દ્વારા દિલગીરી વ્યક્ત કરવામાં આવી છે. ​મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ, આગામી તા. 11 જૂન 2026 થી રોપ-વે સેવા ફરીથી રાબેતા મુજબ કાર્યરત કરવામાં આવશે. તેથી, ગિરનાર આવતા તમામ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને આ સમયગાળાની નોંધ લઈને પોતાના પ્રવાસનું આયોજન કરવા માટે ખાસ વિનંતી કરવામાં આવી છે. 11 જૂન બાદ પ્રવાસીઓ પુનઃ નિયમિત રીતે રોપ-વેનો લાભ લઈ શકશે અને ગિરનાર પર્વત પરના પવિત્ર ધાર્મિક સ્થળોના દર્શન કરી શકશે.
    Click here to Read More
    Previous Article
    'મેનેજમેન્ટ પાસે જઈએ, તો અમને હડધૂત કરીને કાઢી મૂકે છે':વડોદરામાં MGVCLના કર્મચારીઓનો ઉગ્ર વિરોધ પ્રદર્શન, પડતર માગણીઓને લઈને કાળી પટ્ટી ધારણ કરી
    Next Article
    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ટ્રેન મારફતે ભરૂચ આવી પહોંચ્યા:રેલવે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત, ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ભાગ લેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment