Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ટ્રેન મારફતે ભરૂચ આવી પહોંચ્યા:રેલવે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત, ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ભાગ લેશે

    6 days ago

    ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી બે દિવસીય ભરૂચ જિલ્લાના પ્રવાસે ટ્રેન મારફતે આવી પહોંચ્યા છે. તેમની આ મુલાકાતનો મુખ્ય હેતુ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અને ખેડૂતોને પ્રોત્સાહિત કરવાનો છે. ભરૂચ રેલવે સ્ટેશન ખાતે રાજ્યપાલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, ડી.કે. સ્વામી, ભરતસિંહ પરમાર, ખુમાનસિંહ વાસિયા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, એસપી અક્ષયરાજ મકવાણા સહિતના વહીવટી અધિકારીઓ અને સ્થાનિક રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ અંકલેશ્વર તાલુકાના કાસીયા ગામ ખાતે રાત્રિ રોકાણ કરશે. ત્યાં તેઓ 'ગ્રામ કલ્યાણ કાર્યક્રમ' અંતર્ગત ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ભાગ લેશે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ પ્રાકૃતિક કૃષિ દ્વારા જળ અને જમીનનું સંરક્ષણ કરવું, ખેડૂતોની આર્થિક સ્થિતિ સુદ્રઢ બનાવવી અને દેશના નાગરિકોને સ્વસ્થ રાખવાનો છે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર રાજ્યપાલના સીધા માર્ગદર્શન હેઠળ આ વિશેષ ઝુંબેશ ચલાવી રહ્યું છે. ભરૂચ જિલ્લાના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે વ્યાપક જાગૃતિ લાવવા અને આ અભિયાનને 'જન આંદોલન' બનાવવાની દિશામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગિરનાર રોપ-વે વાર્ષિક મેન્ટેનન્સ માટે નવ દિવસ રહેશે બંધ:જૂનાગઢ ગિરનાર રોપ-વે સેવા 2 થી 10 જૂન સુધી મેન્ટેનન્સ ને કારણે રહેશે બંધ: 11 જૂનથી ફરી શરૂ થશે સેવા
    Next Article
    વડોદરામાં જન્મદિવસની ઉજવણી બાદ યુવક અને તેના મિત્ર હુમલો:'તમારા બાપનો રોડ છે, અહીં કેક કેમ કાપે છે, ફરી સામે પડશો તો જાનથી મારી નાખીશું'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment