Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરના રતનપર ગામમાં નવા હેડવર્કસનું કામ શરૂ:2 લાખ લીટરનો સંપ અને 1 લાખ લીટરની ટાંકી બનશે; 4 માસમાં 4,000 લોકોને પાણી મળશે

    1 day ago

    પોરબંદર મહાનગરપાલિકાના રતનપર ગામમાં નવા હેડવર્કસના નિર્માણનું કામ શરૂ થયું છે. નાગરિકોને નિયમિત પીવાનું પાણી મળી રહે તે માટે આ કામગીરી વોટર વર્કસ સમિતિના ચેરમેન લખનભાઈ મોઢવાડિયાની હાજરીમાં શરૂ કરાઈ. આ હેડવર્કસમાં 2 લાખ લીટર ક્ષમતાનો સંપ અને 1 લાખ લીટરની પાણીની ટાંકી બનશે. તેનાથી પાણીનો સંગ્રહ અને વિતરણ વ્યવસ્થા સુધરશે. આ કામ 4 માસમાં પૂરું કરવાનો લક્ષ્યાંક છે. કામ પૂરું થયા પછી રતનપરના આશરે 4,000 લોકોને પીવાનું પાણી સરળતાથી મળશે. ગુણવત્તા અને સમયસર કામ પૂર્ણ થાય તે માટે દેખરેખ રખાશે. આ પ્રસંગે લખનભાઈ મોઢવાડિયા, વોર્ડ નં. 13ના કાઉન્સિલરો હિરલબેન ભૂતિયા, પ્રતાપભાઈ ઓડેદરા, રાહુલભાઈ ચુડાસમા, ઉષાબેન કારાવદરા અને નાયબ કાર્યપાલક ઈજનેર નીલેશભાઈ કડછા સહિતના અધિકારીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વેરાવળની મણિબહેન કોટક શાળામાં જિલ્લાકક્ષાની સ્પર્ધા યોજાઈ:ચિત્ર, રંગોળી અને વકૃત્વ સ્પર્ધામાં ‘વિકસિત ભારત-2047’ જેવા વિષયો પર વિદ્યાર્થીઓએ સર્જનાત્મકતા બતાવી
    Next Article
    પાટણમાં પ્રાકૃતિક ખેતી વેચાણ કેન્દ્ર શરૂ:પ્રભારી મંત્રી ઠાકોરે લોકાર્પણ કર્યું; રાજ્યપાલ અને CM વર્ચ્યુઅલી જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment