Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટ્રેઇટ ડ્રાઇવ:1983ના વર્લ્ડ કપમાં મોહિન્દર અમરનાથને મૂછો રાખવા કોણે કહેલું?

    17 hours ago

    અપૂર્વ ભટ્ટ વાત 1983ના 25 જૂનની છે. સ્થળ લૉર્ડ્સનું મેદાન. આ તારીખ વાંચીને બહુધા વાચક મિત્રોને ખ્યાલ આવી જ ગયો હશે કે વાત 1983ના ક્રિકેટ વર્લ્ડ કપની ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલી ફાઇનલ મેચની ચાલે છે. આ મેચમાં બેટિંગમાં પોતાના ધૈર્યથી 27 રન બનાવી બોલિંગમાં 12 રનમાં 3 વિકેટ મેળવી મોહિન્દર અમરનાથ (‘જિમ્મી’) ‘પ્લેયર ઑફ ધી મેચ’ બન્યા. ભારતને વિશ્વવિજેતા બનાવવામાં જિમ્મીનું આ ઓલરાઉન્ડ પ્રદર્શન આઝાદ ભારતની સૌથી મોટી રમતગમતની સિદ્ધિ બની ગયું. ફાઇનલ મેચની ઉજવણીની દરેક ક્ષણમાં મોહિન્દરનો મૂછોવાળો ચહેરો ઊપસી આવતો હતો. અગાઉ 22 જૂને ઓલ્ડ ટ્રેફોર્ડમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલ સેમીફાઇનલમાં પણ મોહિન્દર અમરનાથ બેટ અને બોલ વડે આગવા પ્રદર્શન થકી (બેટિંગમાં 46 રન અને બોલિંગમાં 2 વિકેટ) ‘પ્લેયર ઑફ ધી મેચ’ બન્યા. ક્રિકેટ વર્લ્ડ કપના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું હતું કે કોઈ એક જ ખેલાડી વર્લ્ડ કપમાં સેમિફાઇનલ અને ફાઇનલ બંનેમાં ‘પ્લેયર ઑફ ધી મેચ’ બન્યો હોય. આ મેચ આજે પણ ધ્યાનથી જોતાં મોહિન્દર અમરનાથના ચહેરા પર મૂછ ઉગાડેલી દેખાય છે. સામાન્ય રીતે મોહિન્દર ક્લીન શેવ ચહેરો રાખતા હતા પણ આ વર્લ્ડ કપમાં તેમના ચહેરા પર મૂછો જોવા મળી હતી. આ મૂછોનું રહસ્ય છે. પોતાના એક સાથી ખેલાડીની સલાહથી મોહિન્દરે આ મૂછો રાખી હતી. બન્યું હતું એવું કે વર્લ્ડ કપ અગાઉ ઇન્ડિયાની ટીમ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે હતી ત્યારે પ્રવાસની ચોથી ટેસ્ટ બ્રિજટાઉન (બાર્બાડોસ)માં રમાઈ હતી. આ મેચમાં વેસ્ટ ઇન્ડિઝના ખૂંખાર ફાસ્ટ બોલર માલકમ માર્શલનો એક બાઉન્સર મોહિન્દરને ચહેરા પર વાગ્યો હતો. જેનાથી અમુક દાંત તૂટી ગયા અને કપાયેલા હોઠ પર થોડા સ્ટીચ આવ્યા હતા. જ્યારે વર્લ્ડ કપ માટે ટીમ ઇંગ્લેન્ડ ગઈ ત્યારે મોહિન્દર પોતાના હોઠ પરના આ નિશાનને લઈ ચિંતિત હતા. ત્યારે જ ભારતની વર્લ્ડ કપ ટીમમાં સામેલ થયેલા સાથી ખેલાડીએ મોહિન્દરને મૂછો રાખવાનું સૂચવ્યું અને મોહિન્દરને આ સૂચન ગમી ગયું. આખા વર્લ્ડ કપ દરમિયાન તેમણે મૂછો રાખી અને વર્લ્ડ કપ ઊંચકતો તેમનો મૂછોવાળો ફોટો ખૂબ પ્રસિદ્ધ થયો. મોહિન્દરને મૂછો રાખવાનું સૂચન કરનાર સાથી ખેલાડી કોણ?... એ હતા ભારતના આક્રમક મિડલ ઑર્ડર બેટ્સમેન સંદીપ પાટીલ. સંદીપ પાટીલ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાં ભારતીય ટીમમાં સામેલ ન હતા પણ રણજી ટ્રોફીની ફાઇનલમાં શતક ફટકારીને વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં પસંદગી પામ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    દેશ-વિદેશ:ચેતવણીને જ્યારે અવગણવામાં આવે છે...
    Next Article
    વિસ્મય:પહેલીવાર હિઝબુલ્લાહે પૂરવાર કર્યું કે ઝનૂની આત્મઘાતી હુમલા સામે તમામ સતર્કતા નકામી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment