Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડા મંદિરમાં 198મા પાટોત્સવ સાથે અક્ષરભુવનનું ખાતમુહૂર્ત:અક્ષર ઓરડીનું લોકાર્પણ, 21થી 23ઓક્ટોબર દરમિયાન ત્રિદિવસીય મહોત્સવ

    1 day ago

    બોટાદ જિલ્લાના ગઢડા સ્થિત શ્રી ગોપીનાથજી મંદિરમાં ભગવાન સ્વામિનારાયણનો ૧૯૮મો પાટોત્સવ ઉજવાશે. ૨૧થી ૨૩ ઓક્ટોબર દરમિયાન ત્રણ દિવસીય મહોત્સવનું આયોજન કરાયું છે. આ દરમિયાન અક્ષરભુવનનું ખાતમુહૂર્ત અને અક્ષર ઓરડીનું લોકાર્પણ પણ થશે. પાટોત્સવ નિમિત્તે વહેલી સવારે પાંચ વાગ્યે મંગળા આરતી થશે. ત્યારબાદ પંચામૃત, મધ, દહીં અને પવિત્ર નદીઓના જળથી ભગવાનનો અભિષેક કરાશે. આ ધાર્મિક વિધિઓમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાશે. મહોત્સવમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે આધુનિક સુવિધાઓવાળા ૩૦૦ રૂમ ધરાવતા અક્ષરભુવનનું ખાતમુહૂર્ત થશે. ગઢડા મંદિર પરિસરમાં દરબારગઢ ખાતે અક્ષર ઓરડીનું લોકાર્પણ પણ તેમના હસ્તે કરાશે. ત્રણ દિવસીય મહોત્સવ માટે ગઢડા ગોપીનાથજી મંદિરના વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત અન્ય આયોજનોને પણ અંતિમ રૂપ અપાઈ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વન વિભાગ દ્વારા હેબિટાટ સુધારણા કામગીરી.:ગિરનારમાં 1990ના માત્ર 4 સિંહો સામે વર્ષ 2025માં સંખ્યા વધીને 54 પર પહોંચી,સિંહોના સંવર્ધન અને સરળ મુવમેન્ટ માટે વૃક્ષોની થિનિંગ-પ્રુનિંગ સાથે દબાણો હટાવવાની કામગીરી શરૂ
    Next Article
    ઐતિહાસિક લાખાજીરાજ માર્કેટ ખુલ્લી મુકાઈ:એકાદ વર્ષ જૂની સમસ્યાનો અંત આવતાં વેપારીઓ ખુશખુશાલ, કહ્યું-દિવાળી પૂર્વે જૂની જગ્યા પરત મળતા ફાયદો થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment