Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઐતિહાસિક લાખાજીરાજ માર્કેટ ખુલ્લી મુકાઈ:એકાદ વર્ષ જૂની સમસ્યાનો અંત આવતાં વેપારીઓ ખુશખુશાલ, કહ્યું-દિવાળી પૂર્વે જૂની જગ્યા પરત મળતા ફાયદો થશે

    1 day ago

    રાજકોટના ધર્મેન્દ્ર રોડ પરની ઐતિહાસિક લાખાજીરાજ શાક માર્કેટ અંતે ખુલ્લી મુકવામાં આવી છે. જેના કારણે વેપારીઓની એકાદ વર્ષ જૂની સમસ્યાનો અંત આવતા ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વેપારીઓએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી ગ્રાહકો સહકાર આપીને નવી જગ્યાએ આવતા હતા. પરંતુ જૂની જગ્યા ફરીથી પરત મળતા ચોક્કસ ધંધા-રોજગારમાં વધુ ફાયદો થશે. આ તકે વેપારીઓએ ફુલહાર પહેરાવી મીઠાઈ ખવરાવી પદાધિકારીઓનો આભાર માન્યો હતો. સ્ટેન્ડિંગ ચેરમેને વેપારીઓની રજુઆત મુજબ બે તબક્કામાં રીનોવેશન કરવાની ખાતરી આપી હતી. પદાધિકારીઓએ માટકેટની ચાવી વેપારીઓને સોંપી આજરોજ મેયર ડો. નેહલ શુક્લ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પરેશ પીપળીયા અને માર્કેટ સમિતિનાં ચેરમેન મોહિતસિંહ જાડેજા સહિતનાં પદાધિકારીઓ બાઈકમાં બેસીને લાખાજીરાજ માર્કેટ પહોંચ્યા હતા. તેમજ અહીં વેપારીઓએ કરેલી રજુઆત અનુસાર બે તબક્કામાં રીનોવેશન કરવાનું નક્કી કરી માર્કેટનો મહત્વનો ભાગ ખોલી માટકેટની ચાવી વેપારીઓને સોંપી હતી. જેને લઈને વેપારીઓ દ્વારા ફુલહાર પહેરાવી પદાધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ પેંડા ખવરાવી મોઢા મીઠા કરાવવામાં આવ્યા હતા. ‘જૂની જગ્યાએ પરત ફરવાનો આનંદ અલગ જ છે’ લાખાજીરાજ માર્કેટમાં છેલ્લા 50 વર્ષથી વેપાર કરતા પ્રેમજીભાઈ સાકરીયાએ આ મુદ્દે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા અમને વૈકલ્પિક જગ્યા આપવામાં આવી હતી. જ્યાં પણ ગ્રાહકોનો પૂરો સહકાર મળતો હતો. પરંતુ જૂની જગ્યાએ પરત ફરવાનો આનંદ અલગ જ છે. ઘણા ગ્રાહકો નવી જગ્યાએ આવી શકતા નહોતા એ તમામ હવે અહીં આવશે. જેના કારણે વેપાર-ધંધામાં ચોક્કસ લાભ મળશે. તેમાં પણ દિવાળીનાં તહેવાર પહેલા આ જગ્યા પરત મળી જતા ખૂબ ખુશી થઈ છે. આ માટે મેયર સહિતનાં પદાધિકારીઓનો આભાર પણ તેમણે વ્યક્ત કર્યો હતો. વચ્ચેના ભાગે રીનોવેશન કરાશે ત્યારે ફરી જગ્યા ખાલી કરવી પડશે સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી વેપારીઓ આ મામલે રજુઆત કરતા હતા. જેને ધ્યાનમાં રાખીને આજે ઐતિહાસિક લાખાજીરાજ માર્કેટ ખુલ્લી મુકવામાં આવી છે. હાલમાં અહીં બે તબક્કામાં રીનોવેશન કરવામાં આવશે. જેથી વેપારીઓ પોતાના ધંધા-રોજગાર ચાલુ રાખી શકશે. હાલ સાઈડમાં પતરા લગાવવામાં આવ્યા છે. સૌપ્રથમ ત્યાં રીનોવેશન કરવામાં આવશે. બાદમાં વચ્ચેના ભાગે રીનોવેશન કરવાનું થશે ત્યારે વેપારીઓએ જગ્યા ખાલી કરવાની ખાતરી આપી છે. દિવાળીનાં તહેવારો પહેલા જૂની જગ્યા પરત મળવાથી વેપારીઓ અને અહીં કાયમ આવતા ગ્રાહકોને તેનો લાભ મળશે. રિનોવેશન બાદ 148 થડા, 22 દુકાનો અને 20 વખારો થશે માર્કેટના નવા આયોજન મુજબ સુવિધાઓમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. અગાઉ અહીં શાકમાર્કેટની અંદર 144 થડા, બહાર 38 થડા, 22 વખાર અને 4 દુકાનો હતી, જેમાંથી 80 જેટલા થડા અને 16 જેટલી વખાર ચાલુ હતાં. રિનોવેશન બાદ અહીં કુલ 148 થડા, 22 દુકાનો અને અંદાજે 20 જેટલી વખારો તૈયાર કરવામાં આવશે. સમગ્ર શાક માર્કેટનો કુલ એરિયા 1380 ચોરસમીટર છે, જેમાં 320 ચોરસ મીટર વિસ્તારમાં દુકાનોનું નિર્માણ થશે. આધુનિક સુવિધાઓ સાથેની આ વ્યવસ્થાથી વધુ વેપારીઓને રોજગારી મળશે અને ગ્રાહકોને પણ હેરિટેજ માર્કેટનો ઉત્તમ અનુભવ મળશે. વેપારીઓમાં રોષ ફાટી નીકળતાં મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો ગત વર્ષે બજેટમાં શાસકો દ્વારા આ માર્કેટનું રિનોવેશન કરી હોકર્સ ઝોન બનાવવાની જાહેરાત કરાઈ હતી. આ જાહેરાત બાદ વેપારીઓમાં રોષ ફાટી નીકળતાં મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો, જ્યાં મહાપાલિકા દ્વારા જવાબ રજૂ કરાયા બાદ રિનોવેશનનો રસ્તો ખૂલ્યો હતો અને દિવાળી બાદ મનપાએ માર્કેટનો કબજો લીધો હતો. તે સમયે અહીં 80 જેટલા થડા અને 16 જેટલી વખાર કાર્યરત હતી, અને આ તમામ વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે જ્યુબેલી માર્કેટમાં ખસેડવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગઢડા મંદિરમાં 198મા પાટોત્સવ સાથે અક્ષરભુવનનું ખાતમુહૂર્ત:અક્ષર ઓરડીનું લોકાર્પણ, 21થી 23ઓક્ટોબર દરમિયાન ત્રિદિવસીય મહોત્સવ
    Next Article
    Congress threatens intense agitation in Patan | પાટણમાં કોંગ્રેસની ઉગ્ર આંદોલનની ચીમકી | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment