Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વન વિભાગ દ્વારા હેબિટાટ સુધારણા કામગીરી.:ગિરનારમાં 1990ના માત્ર 4 સિંહો સામે વર્ષ 2025માં સંખ્યા વધીને 54 પર પહોંચી,સિંહોના સંવર્ધન અને સરળ મુવમેન્ટ માટે વૃક્ષોની થિનિંગ-પ્રુનિંગ સાથે દબાણો હટાવવાની કામગીરી શરૂ

    1 day ago

    ​જૂનાગઢ ખાતે આવેલું ગિરનાર વન્યજીવ અભયારણ્ય આશરે 17,887 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે, જ્યાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે. ગિરનાર અભયારણ્યમાં ડુંગર દક્ષિણ રેન્જ અને ડુંગર ઉત્તર રેન્જ એમ બે રેન્જ આવેલી છે. વર્ષ 1990માં ગિરનારમાં માત્ર 4 સિંહ નોંધાયા હતા, જ્યારે વર્ષ 2025ની સિંહ ગણતરી મુજબ આ સંખ્યા વધીને 54 થઈ છે. આ જોતાં સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, પરંતુ જંગલનું ક્ષેત્રફળ ન વધવાના કારણે સિંહોને પોતાનું નિવાસ્થાન ટૂંકું પડી રહ્યું છે અને સિંહોની અવરજવર જંગલની સીમાઓ વટાવીને રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો તથા આસપાસના રેવન્યુ વિસ્તારો સુધી પહોંચી ગઈ છે, જ્યાં તેમણે પોતાના કાયમી ઘર પણ બનાવી લીધા છે. ​સિંહોના બદલાતા રહેઠાણ અને વધતી અવરજવરને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા ગિરનાર અભયારણ્યની આસપાસના રેવન્યુ વિસ્તારોમાં હેબિટાટ ઇમ્પ્રૂવમેન્ટ એટલે કે નિવાસસ્થાન સુધારણાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીનો મુખ્ય હેતુ સિંહોને જંગલની બહારના વિસ્તારોમાં પણ કુદરતી વાતાવરણ મળી રહે અને તેમની અવરજવર સરળ બને તે છે. આ ઉપરાંત, અભયારણ્યની આજુબાજુ થઈ ગયેલા અનધિકૃત દબાણોને દૂર કરવા માટે વન વિભાગ દ્વારા નોટિસો પાઠવવામાં આવી છે અને આગામી સમયમાં આ દબાણો દૂર કરવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવશે. ​આ સમગ્ર બાબતે જૂનાગઢના ડીસીએફ અક્ષય જોશીએ જણાવ્યું હતું કે ગીરનાર અભ્યારણ્યમાં સિંહોની વસ્તી ગણતરી મુજબ અગાઉ વર્ષ 2020 અને વર્ષ 2025 માં આંકડો વધીને 54 પર પહોંચ્યો છે, જે દર્શાવે છે કે સિંહોની સંખ્યામાં મોટો વધારો થયો છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ સિંહો રાજકોટ સામાજિક વિસ્તરણના વિસ્તાર સુધી પહોંચી ગયા છે અને ત્યાં કાયમી વસવાટ કર્યો છે, જેથી વન વિભાગ દ્વારા આજુબાજુના રેવન્યુ વિસ્તારોમાં સિંહોના નિવાસસ્થાન સુધારણાની કામગીરી કરવામાં આવે છે જેથી તેમને જંગલ જેવી જ અનુભૂતિ થાય. ​ડીસીએફ અક્ષય જોશીએ વધુમાં ઉમેર્યું હતું કે જંગલ વિસ્તારમાં જે ટ્રી કટિંગ એટલે કે વૃક્ષ કાપણી અથવા થિનિંગ અને પ્રુનિંગની કામગીરી કરવામાં આવે છે, તે કોઈ વિસ્તાર વધારવા માટે નહીં પરંતુ નિયમિત પ્રક્રિયા હેઠળ સૂકાઈ ગયેલા વૃક્ષો માટે હોય છે. આ કામગીરીનો હેતુ માત્ર વન્ય પ્રાણીઓના હલનચલન (મુવમેન્ટ) માટે આસાની રહે અને હેબિટાટ વધુ સારું બને તે સુનિશ્ચિત કરવાનો છે, જેથી વન્યજીવો માટે વધુ અનુકૂળ વાતાવરણ તૈયાર થઈ શકે.....
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં રિધમ ગ્રુપના નવરાત્રી મહોત્સવમાં ગરબાની રમઝટ:માં વૃંદના સુમધુર સ્વરોના તાલે ખેલૈયાઓ ઝૂમ્યા, મા અંબાની આરાધના કરી
    Next Article
    ગઢડા મંદિરમાં 198મા પાટોત્સવ સાથે અક્ષરભુવનનું ખાતમુહૂર્ત:અક્ષર ઓરડીનું લોકાર્પણ, 21થી 23ઓક્ટોબર દરમિયાન ત્રિદિવસીય મહોત્સવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment