Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેડિકલ સ્ટોર સંચાલકના એકાઉન્ટમાંથી શખસે ઓનલાઈન નાણા ઉપાડી લીધા:એપીકે ફાઈલ ઈન્સ્ટોલ કરતા બે બેંક એકાઉન્ટમાંથી રૂ.1.98 લાખ ઉપડી જતા વેપારીની સાયબર ક્રાઇમમાં ફરીયાદ

    2 weeks ago

    ભાવનગર શહેરના ઘોઘારોડ વિસ્તારમાં રહેતા એક મેડિકલ સ્ટોર સંચાલકે સોશિયલ મીડિયા પર આવેલી એક એપીકે (APK) ફાઈલ મોબાઈલમાં ઇન્સ્ટોલ કર્યા બાદ અજાણ્યા શખ્સે તેમના મોબાઈલનો એક્સેસ મેળવી લઈ તેમના એક્સિસ બેંક અને એચડીએફસી બેંકના ખાતામાંથી ચાર અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ.1.98 લાખ ઉપાડી લીધા હતા. બેંક ખાતામાંથી નાણા ઉપડી ગયા ના ચાર મેસેજ આવ્યા હતા. જે બનાવ અંગે ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં મેડિકલ સ્ટોર સંચાલકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગર શહેરના ઘોઘારોડ વિસ્તારમાં આવેલ ફાતિમાં કોન્વેન્ટ સ્કુલની બાજુમાં નારેશ્વર સોસાયટીમાં રહેતા અને શિવાજી સર્કલ નજીક જુના રિંગ રોડ પર હસ્તી મેડીકલ સ્ટોર ધરાવતા અરવિંદભાઈ ખાટાભાઈ ગોહિલે ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અજાણ્યા શખસ સામે ફરીયાદ નોંધાવી હતી કે, ગત તા. 12 ફેબ્રુઆરી 2026 ના રોજ તેઓના મોબાઈલના સોશિયલ મીડિયામાં એક એપીકે ફાઈલ આવી હતી. એપીકે ઇન્સ્ટોલ કર્યાના થોડા સમયમાં જ બેન્કમાંથી પૈસા ઉપડ્યા આ ફાઈલ ઈન્સ્ટોલ કરતા લોડિંગ થઈ અપડેટ થઈ હતી. એપીકે ફાઈલ ઈન્સ્ટોલ કર્યાના થોડા સમયમાં તેના એક્સિસ બેંકમાં રહેલા એકાઉન્ટમાંથી રૂા.49,000 અને રૂા.50,000 ડેબિટ થયાના મેસેજ આવ્યા હતા. બાદ અન્ય HDFC બેંકમાં રહેલા એકાઉન્ટમાંથી બે મેસેજ આવ્યા હતા જેમાં રૂા.49,000 અને 50,000 હજાર ઉપડી ગયા હતા. જ્યારે અજાણ્યા શખસે તેઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર એપીકે ફાઈલ મોકલી કોઈપણ રીતે ફોનનો એક્સેસ મેળવી લઈ તેઓના એક્સિસ બેન્ક તેમજ એચડીએફસીના બેન્ક એકાઉન્ટમાંથી રૂા.1.98 લાખ ઉપાડી લીધા હતા.જે ફરીયાદ અનુંસધાને ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસે અજાણ્યા શખસ સામે BNS એક્ટ 328(4), 319(2), તેમજ આઈ.ટી. એક્ટ 43(A), 43(F), 66(D), મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ચોમાસાને લઇને ફ્લડ કંટ્રોલરૂમ શરૂ:શહેર - તાલુકાઓમાં પડતા વરસાદની માહિતીના આધારે NDRF રાહત બચાવ કાર્ય કરશે
    Next Article
    વેરાવળમાં પરિવારની નજર સામે દીપડો દીકરીને ઉઠાવી ગયો:ગીર સોમનાથના તાતીવેલામાં પિકનિક મનાવતા સમયે 50 મીટર દૂર છોડી, વનવિભાગે દીપડાને પકડવા 4 પાંજરા ગોઠવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment