Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોલેજના 1966ની પ્રથમ બેચના પૂર્વ વિદ્યાર્થીઓએ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો:માંડવી કોલેજમાં 162 વિદ્યાર્થીઓનું થેલેસેમિયા પરીક્ષણ, 5,100 સીસી રક્ત એકત્રિત કરાયું

    1 day ago

    કચ્છના પનોતા પુત્ર, સ્વાતંત્ર્ય સેનાની અને દાતા શેઠ સુરજી વલ્લભદાસની જન્મજયંતી નિમિત્તે માંડવીની શેઠ એસ.વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રક્તદાન, થેલેસેમિયા ટેસ્ટ અને ગાયત્રી યજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં 162 વિદ્યાર્થીએ થેલેસેમિયા ટેસ્ટ કરાવ્યો હતો અને રક્તદાતાઓના સહયોગથી અંદાજે 5100 સીસી રક્ત એકત્રિત કરાયું હતું. કાર્યક્રમનો પ્રારંભ કોલેજના સ્થાપના વર્ષ 1966ની પ્રથમ બેચના વિદ્યાર્થી મોહનભાઈ જોબનપુત્રાના હસ્તે દીપ પ્રાગટ્યથી કરાયો હતો. તેઓ ગાયત્રી યજ્ઞમાં યજમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે થેલેસેમિયા ટેસ્ટ અને બ્લડ ડોનેશન કેમ્પનો પ્રારંભ અન્ય પૂર્વ વિદ્યાર્થી જુગલભાઈ સંઘવીના હસ્તે કરાયો હતો. કોલેજના આચાર્ય ડો. મહેશકુમાર બારડે જણાવ્યું હતું કે, વર્ષ 2014થી દર વર્ષે કોલેજ ખાતે શેઠ સુરજી વલ્લભદાસની જન્મજયંતીની ઉજવણી કરાય છે. આ વર્ષે તેમની સ્મૃતિમાં ઉજવણીને માત્ર ઉત્સવ પૂરતી સીમિત ન રાખતા, માનવસેવાના ઉમદા ભાવ સાથે સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી મીરાબેન સાવલિયા ઉપરાંત નવીનભાઈ, મહેશભાઈ, રાહુલભાઈ, મયંકભાઈ અને વિવેકભાઈની ટીમે કેમ્પને સફળ બનાવવા સેવા આપી હતી. ગાયત્રી પરિવાર તરફથી ઉપસ્થિત પ્રતાપભાઈ તથા તેમની ટીમ, કોલેજના NCC કેડેટ્સ અને સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. સંસ્થાના ટ્રસ્ટી આદિત્યભાઈએ સમાજોપયોગી કાર્ય બદલ કોલેજ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કચ્છમાં 18,212 કરોડની NRI થાપણો, રાજ્યમાં તૃતીય:ડૉલર મજબૂત થતાં વિદેશમાં રહેતા કચ્છીઓએ મોટા પ્રમાણમાં નાણાં ટ્રાન્સફર કર્યા, તીજોરી છલકાઇ
    Next Article
    જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા ભારતીય કિસાન સંઘની રજૂઆત:કચ્છમાં અપૂરતા વરસાદથી ખેતી અને પશુપાલન પર તોળાયું મોટું સંકટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment