Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છમાં 18,212 કરોડની NRI થાપણો, રાજ્યમાં તૃતીય:ડૉલર મજબૂત થતાં વિદેશમાં રહેતા કચ્છીઓએ મોટા પ્રમાણમાં નાણાં ટ્રાન્સફર કર્યા, તીજોરી છલકાઇ

    1 day ago

    સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી ગુજરાતના તાજેતરના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ગુજરાતમાં NRI ડિપોઝિટ વાર્ષિક ધોરણે 12.4 ટકા વધીને રૂ. 1,22,363.74 કરોડે પહોંચી છે. ગયા વર્ષે આ સમયગાળામાં આ આંકડો રૂ. 1,08,897.99 કરોડ હતો, જેમાં આશરે રૂ. 13,466 કરોડનો વધારો નોંધાયો છે. હાલ ડૉલર સામે રૂપિયાનો ભાવ 95.70 ની આસપાસ હોવાથી ડૉલર મજબૂત થતાં વિદેશમાં રહેતા લોકો મોટી સંખ્યામાં પોતાના નાણાં વતન ટ્રાન્સફર કર્યા છે. આર્થિક પ્રવાહમાં કચ્છ જિલ્લાએ શાનદાર દેખાવ કર્યો છે. રાજ્યની કુલ NRI ડિપોઝિટમાં કચ્છ જિલ્લાએ રૂ. 18,212.65 કરોડના યોગદાન સાથે રાજ્યભરમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. વિદેશમાં વસતા કચ્છીઓએ પોતાના વતનમાં નાણાં રોકવા પ્રત્યેનો રસ સતત વધી રહ્યો છે, જે સ્થાનિક સ્તરે આર્થિક મજબૂતાઈ દર્શાવે છે. વિદેશી હૂંડિયામણની આ આવકથી સ્થાનિક સ્તરે બેંકોની ધિરાણ ક્ષમતામાં વધારો થાય છે. માધાપરમાં ₹8,000 કરોડની થાપણ માધાપર એશિયાના સૌથી સમૃદ્ધ ગામ તરીકે ઓળખાય છે. તાજેતરના અહેવાલો મુજબ ગામની 19 બેંકોમાં કુલ થાપણ રકમ ₹8,000 કરોડથી વધુ છે. 2025ના અહેવાલો મુજબ ₹7,000 કરોડ હતી, જ્યારે 2026માં તે 8,000 કરોડને પાર થઇ ગઇ છે. માધાપરની સમૃદ્ધિ પાછળ વિદેશમાં વસતા પરિવારો દ્વારા મોકલાતી રકમ, લાંબા સમયથી ચાલતી બચતની પરંપરા અને ખેતી મુખ્ય આધાર છે. કચ્છ સહિત ગુજરાતના જિલ્લાઓની NRI ડિપોઝિટની સ્થિતિ
    Click here to Read More
    Previous Article
    લોન અપાવવાની લાલચ આપી 3.61 લાખ રૂપિયાની છેતરપિંડી:વડોદરામાં નાસ્તાની લારી ચલાવતા વેપારી સહિત 7 લોકોને લોન અપાવવાના બહાને વિશ્વાસમાં લીધા, રોકડ અને મોબાઇલ સહિતની રકમ લઇને આરોપી ફરાર
    Next Article
    કોલેજના 1966ની પ્રથમ બેચના પૂર્વ વિદ્યાર્થીઓએ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો:માંડવી કોલેજમાં 162 વિદ્યાર્થીઓનું થેલેસેમિયા પરીક્ષણ, 5,100 સીસી રક્ત એકત્રિત કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment