Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોન અપાવવાની લાલચ આપી 3.61 લાખ રૂપિયાની છેતરપિંડી:વડોદરામાં નાસ્તાની લારી ચલાવતા વેપારી સહિત 7 લોકોને લોન અપાવવાના બહાને વિશ્વાસમાં લીધા, રોકડ અને મોબાઇલ સહિતની રકમ લઇને આરોપી ફરાર

    1 day ago

    વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં લોન અપાવવાની લાલચ આપીને ભેજાબાજે વેપારી સહિત 7 લોકો પાસેથી કુલ 3.61 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. આ મામલે વેપારીએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીએ 4 લાખ રૂપિયાની લોન તેમજ 30 ટકા સબસિડી અપાવવાની લાલચ આપીને અલગ-અલગ રકમ લીધી હતી. ત્યારબાદ મોબાઇલ ફોન બંધ કરી ભાડાનું મકાન ખાલી કરીને ફરાર થઈ ગયો હતો. વડોદરા શહેરના નવાયાર્ડ નાકા પાસે કુંજ એવન્યુ નીચે છેલ્લા 12 વર્ષથી નાસ્તાની લારી ચલાવતા વેપારી સંદીપભાઈ પ્રજાપતિની આરોપી નિલેશભાઈ ચંદુભાઈ પટેલ સાથે ઓળખાણ થઈ હતી. આરોપી અવારનવાર નાસ્તો કરવા આવતો હોવાથી બંને વચ્ચે મિત્રતા થઈ હતી. આરોપીએ પોતે બેંકમાંથી લોન અપાવતો હોવાનું તેમજ રાજપીપળા ખાતે પોતાની જમીન હોવાનું જણાવીને લોન માટે સિક્યુરિટી તરીકે જમીન આપવાની ખાતરી આપી હતી. આરોપી નિલેશે સંદીપભાઈને 4 લાખ રૂપિયાની લોન તથા 30 ટકા સબસિડી અપાવવાની લાલચ આપીને લોન માટે એડવાન્સની રકમ માંગતા સંદીપભાઈએ અલગ-અલગ સમયે કુલ 84 હજાર રૂપિયા રોકડા અને ઓનલાઇન આપ્યા હતા. આ ઉપરાંત ફરિયાદીનું HDFC બેંકનું ક્રેડિટ કાર્ડ લઈ તેના મારફતે રૂ.20 હજાર અને રૂ.27 હજારની રકમ ઉપાડી હતી. તેમજ રૂ.82,900ની કિંમતનો આઈફોન-17 મોબાઇલ ફોન પણ લઈ લીધો હતો. બાદમાં તા.12 ફેબ્રુઆરીના રોજ ક્રેડિટ કાર્ડ મારફતે વધુ રૂ.10 હજારની રકમનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત આરોપીએ અન્ય 6 લોકોને પણ લોન અપાવવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ કુલ રૂ.1,94,400 પડાવ્યા હતા. આમ ફરિયાદી અને અન્ય સાહેદો પાસેથી કુલ રૂ.3,61,300ની રકમ લઈને આરોપી નિલેશભાઈ પટેલ ફરાર થઈ ગયો હતો. આરોપીનો મોબાઇલ ફોન બંધ આવતો હતો અને તે ભાડે રહેતો હતો તે મકાન પણ ખાલી કરી ભાગી ગયો હતો. આરોપીની શોધખોળ કરવા છતાં તેનો પત્તો ન લાગતા વેપારીએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગિફ્ટ સિટી શૂટ સ્પેસ ડિજિટલ કૌભાંડ:પ્રોફેસર સહિત 41 રોકાણકારોને જાળમાં ફસાવી 8.64 કરોડનું ફુલેકું ફેરવ્યું; કંપનીના ડાયરેક્ટરો સામે વધુ એક ગુનો દાખલ
    Next Article
    કચ્છમાં 18,212 કરોડની NRI થાપણો, રાજ્યમાં તૃતીય:ડૉલર મજબૂત થતાં વિદેશમાં રહેતા કચ્છીઓએ મોટા પ્રમાણમાં નાણાં ટ્રાન્સફર કર્યા, તીજોરી છલકાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment