Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા ભારતીય કિસાન સંઘની રજૂઆત:કચ્છમાં અપૂરતા વરસાદથી ખેતી અને પશુપાલન પર તોળાયું મોટું સંકટ

    1 day ago

    કચ્છમાં આ વર્ષે અત્યાર સુધી સમગ્ર કચ્છમાં ખેતીલાયક વરસાદ થયો નથી અને આગામી સમયમાં કદાચ વરસાદ થાય તો હવે ખેતીનો ફાયદો થાય તેમ નથી. વરસાદ આધારિત ચોમાસુ પાક વાવવાનો સમય પણ પૂરો થઈ ગયો છે અને અમુક વિસ્તારમાં વરસાદ આધારિત પાકનું વાવેતર થયું છે તો તે પણ નિષ્ફળ ગયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય કિસાન સંઘ કચ્છ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરીને સમગ્ર કચ્છને તાત્કાલિક અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરાઇ છે. ભારતીય કિસાન સંઘ દ્વારા રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે કચ્છમાં તાલુકા મથકો ઉપર વરસાદ માપવાના યંત્રો લગાવેલા છે, પરંતુ તાલુકાના ગામડાઓ તાલુકા મથકોથી સો કિલોમીટર સુધીના લાંબા અંતર સુધીના હોય છે, જેથી વરસાદનું ચોક્કસ માપ મળતું નથી. આ કારણસર સરકારે સમગ્ર જિલ્લાની સાચી પરિસ્થિતિ ચકાસીને અછત જાહેર કરવી અનિવાર્ય છે. કચ્છમાં પશુપાલન અને ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં વ્યવસાય કરવામાં આવે છે, ત્યારે તેના માટે ઘાસચારાની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ખેડૂતોને ઘાસચારો વાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવે અને તાત્કાલિક ઘાસચારાની અછતનું નિવારણ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. કિસાન સંઘની મુખ્ય માંગણીઓ
    Click here to Read More
    Previous Article
    કોલેજના 1966ની પ્રથમ બેચના પૂર્વ વિદ્યાર્થીઓએ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો:માંડવી કોલેજમાં 162 વિદ્યાર્થીઓનું થેલેસેમિયા પરીક્ષણ, 5,100 સીસી રક્ત એકત્રિત કરાયું
    Next Article
    US Oil & Gas Production Hits Record High: Energy Secy Wright Credits Trump's Agenda

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment