Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિજિજુ બોલ્યા- 1962ના યુદ્ધ માટે કોંગ્રેસ માફી માગે:કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીના ‘સમાધાનકારી PM’વાળા કટાક્ષ પર 4 સવાલ પૂછ્યા

    2 days ago

    અમેરિકામાં રાહુલ ગાંધીના ‘કમ્પ્રોમાઇઝ્ડ PM’વાળા કટાક્ષ પર કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે રાહુલ ગાંધીને 4 સવાલો પૂછ્યા છે. રિજિજુએ 1962ના ભારત-ચીન યુદ્ધ, ગરીબી અને ભારતની જૂની આર્થિક સ્થિતિને લઈને કોંગ્રેસ પાસે જવાબ માગ્યો. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ભારતની વૈશ્વિક છબીને નુકસાન પહોંચાડી રહ્યા છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતાં કહ્યું હતું, “કમ્પ્રોમાઇઝ્ડ PM ક્યારેય આ ટેબલ પર બેસી શકે નહીં. રાહુલ ગાંધીએ APEC સમિટનો ફોટો પોસ્ટ કરીને કમેન્ટ કરી હતી રિજિજુનું નિવેદન રાહુલ ગાંધીની પોસ્ટ બાદ આવ્યું. રાહુલ ગાંધીએ 19 નવેમ્બર 2026ના રોજ ચીનના શેનઝેનમાં યોજાયેલી ઐતિહાસિક બેઠકની તસવીર X પર શેર કરી હતી. આ બેઠક APEC સમિટ દરમિયાન યોજાઈ હતી. તેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામેલ થયા હતા. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા લખ્યું હતું, “જો કોંગ્રેસ સત્તામાં હોત, તો ભારતના વડાપ્રધાન આ ટેબલ પર બેઠા હોત. એક સમાધાનકારી PM ક્યારેય આ ટેબલ પર બેસી ન શકે.” તસવીર 19 નવેમ્બર 2026ના રોજ ચીનના શેનઝેનની કાઇલિન વિલામાં લેવામાં આવી હતી. તેમાં 2026 APEC સમિટ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ, શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિનની પ્રથમ ત્રિપક્ષીય બેઠક દર્શાવવામાં આવી હતી. આ બેઠકમાં પરમાણુ હથિયારો પર નિયંત્રણ, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારા અને યુક્રેન તથા ઈરાનના સંઘર્ષો પર ચર્ચા થઈ હતી. આ બેઠક ત્રણ સૌથી મોટી પરમાણુ શક્તિઓ અને UNSCના કાયમી સભ્યો વચ્ચે યોજાઈ હતી. ભારત APECનું સભ્ય નથી. બી.એલ. સંતોષે પણ રાહુલ ગાંધીને સવાલ કર્યો રાહુલ ગાંધીના નિવેદનના થોડા દિવસો બાદ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બી.એલ. સંતોષે પણ વૈશ્વિક મંચો પર ભારતની હાજરીને લઈને સવાલ ઉઠાવ્યો. તેમણે કોંગ્રેસના શાસન દરમિયાન UNSC અને અન્ય મોટા વૈશ્વિક મંચો પર ભારતની ગેરહાજરી અંગે સવાલ કર્યો. સંતોષે કહ્યું, “1947થી 1977, 1980થી 1989, 1991થી 1996 અને 2004થી 2014 સુધી તેમની પાર્ટી સત્તામાં હતી. ઘણી વખત તેમની પાસે ભારે બહુમતી પણ હતી. UNSC સહિત કયા મોટા મંચ પર ભારત બેઠું હતું?” અમેરિકામાં રાહુલે કહ્યું- નોટબંધી-GSTએ નાના વેપારીઓને ખતમ કરી દીધા રાહુલ ગાંધીએ શુક્રવારે પીએમ મોદીના ભાષણ પર નિશાન સાધ્યું. રાહુલે X પર લખ્યું કે નોટબંધી અને GSTથી તમે નાના વેપારીઓને બરબાદ કરી દીધા. જે મોટી કંપનીઓ ઈમાનદારીથી સ્પર્ધા કરતી હતી, તેમના માટે તો તમે મેદાન જ ખતમ કરી દીધું. રાહુલે એમ પણ લખ્યું કે મોનોપોલીથી નોકરીઓ ઊભી થતી નથી. તેનાથી કિંમતો વધે છે અને સ્પર્ધા ખતમ થઈ જાય છે. પીએમ મોદીએ ગુરુવારે FICCIના કાર્યક્રમમાં કહ્યું હતું કે સરકારે કોર્પોરેટ ટેક્સ 30%થી ઘટાડીને 22% કર્યો અને 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકને ટેક્સમુક્ત કરી દીધી. પરંતુ, શું કંપનીઓએ કર્મચારીઓના પગારમાં વધારો કર્યો? શું કર્મચારીઓની સંખ્યા વધારી? રાહુલે લખ્યું- તમારી નીતિઓએ પ્રશંસાને લાયક પણ નથી છોડ્યું રાહુલે એમ પણ લખ્યું, 'મોદીજી, લૂંટ તો તમે અને તમારા મિત્રોએ કરી છે. દેશે આ જોયું છે અને આજે પણ જોઈ રહ્યો છે. પ્રશંસા ન મળી તો ખોટું લાગી ગયું? તમે કહો છો કે તેઓ એટલા ભૂખ્યા છે કે પોતાનું પેટ પણ ભરી શકતા નથી. બહુ સરસ. આખો દેશ જાણે છે કે આ ભૂખ કોની છે. હવાઈમથકો, બંદરો, ખાણો, જંગલો, વીજળી, કોલસો, રસ્તાઓ—બધું તેમને સોંપી દેવામાં આવ્યું. તેમણે કેટલી નોકરીઓ ઊભી કરી? તમારી નીતિઓએ કોઈને પણ પ્રશંસાને લાયક નથી છોડ્યા- ન ઉદ્યોગપતિઓને, ન નાના વેપારીઓને, ન મોંઘવારી સામે ઝઝૂમી રહેલા ગરીબ અને મધ્યમ વર્ગને, અને ન તો બેરોજગાર યુવાનોને. હવે તમારી પાસે જે પણ સમર્થકો બચ્યા છે, તેમની પાસેથી જ તમારી પ્રશંસા કરાવી લો અને તેમની પાસે થાળીઓ વગડાવી લો.' રાહુલના નિવેદન પર CAITએ વ્યક્ત કરી નારાજગી કોન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના મહાસચિવ અને ચાંદની ચોકથી સાંસદ પ્રવીણ ખંડેલવાલે રાહુલના આરોપોને રાજકીય દેખાડો ગણાવ્યો. તેમણે કહ્યું કે આ નિવેદનો દેશના વેપારી સમુદાય અને અર્થવ્યવસ્થામાં તેના યોગદાનની સંતુલિત સમજ દર્શાવતા નથી.
    Click here to Read More
    Previous Article
    પીએમ મોદી IIT ખડગપુર જશે:સંસ્થાના પ્લેટિનમ જુબિલી સમારોહમાં ભાગ લેશે; 75 વિદ્યાર્થીઓ સાથે વાત કરશે, સિક્કો પણ બહાર પાડશે
    Next Article
    નવસારીમાં 90 લાખના ખર્ચે બનેલો મોરપંખ ફુવારો લાંબા સમયથી બંધ:આશાપુરી મંદિર પાસેનો ફુવારો પણ બંધ હાલતમાં; યોગ્ય જાળવણીના અભાવે ફૂવારા શોભાના ગાંઠિયા બન્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment