Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રાંતિજની અંબુજા કંપનીમાંથી ચોરી કરનાર ઇકો કાર સાથે બે ઝડપાયા:195.62 કિલો કોપર સહિત ₹7.64 લાખનો મુદ્દામાલ કબજે; એક આરોપી વોન્ટેડ

    1 day ago

    સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના દલપુર ગામ નજીક આવેલી ગુજરાત અંબુજા કંપનીના નવા સ્ટાર્ચ પ્લાન્ટમાંથી કોપરની પટ્ટીઓ, વાયર કેબલ અને જૂની મોટરોની ચોરીના બનાવનો લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા સખત સૂચના આપવામાં આવી હતી. જેના આધારે એલસીબી પીઆઇ ડી.સી. સાકરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.જે. ચાવડા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી. બાતમીના આધારે પોલીસે ગોઠવી વોચ ગત 31 ઓક્ટોબરના રોજ એલસીબીની ટીમ હિંમતનગર શહેરમાં દિવાળીના તહેવાર નિમિત્તે પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ન્યાયમંદિર સર્કલ નજીક પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે, સફેદ રંગની મારુતિ ઇકો ગાડી (નંબર GJ-09-BN-9848) માં બે શખ્સો ચોરીના કોપરની પટ્ટીઓના રોલ ભરી ધાણધા રેલવે ફાટક પાસે વેચાણ કરવા માટે ફરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે ધાણધા રેલવે ફાટક પાસે વોચ ગોઠવીને શંકાસ્પદ ઇકો ગાડીને ઝડપી પાડી હતી. ગાડીની તલાશી દરમિયાન કોપરની પટ્ટીઓના ચાર રોલ મળી આવ્યા હતા. જે અંગે પોલીસે આધાર-પુરાવા માંગતા બંને શખ્સો સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. પૂછપરછમાં ચોરીનો ભેદ ખુલ્લો પોરબંદર અને હિંમતનગર એલસીબી કચેરીએ લાવી સઘન પૂછપરછ કરતાં બંને આરોપીઓએ પોતાના અન્ય એક સાગરીત રાકેશ ઉર્ફે ધનીયા સાથે મળીને દલપુર નજીક આવેલી ગુજરાત અંબુજા કંપનીના નવા બની રહેલા પ્લાન્ટમાંથી કોપરની પટ્ટીઓ, કોપરના વાયર કેબલ તથા બે જૂની મોટરોની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 303(2) મુજબ ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું હતું. જપ્ત કરાયેલા મુદ્દામાલ કોપરના ચાર રોલ (વજન 195.62 કિલો): રૂ. 2,54,306 બે મોબાઇલ ફોન: રૂ. 10,000 મારુતિ ઇકો ગાડી: રૂ. 5,00,000 કુલ મુદ્દામાલ: રૂ. 7,64,306 પકડાયેલા આરોપીઓ: જેકીકુમાર દશરથભાઈ ચંદુભાઈ મારવાડી (રહે. ઓડવાસ, હિંમતનગર) દીપક ટીનુભાઈ મોહનભાઈ વાઘેલા (રહે. વાઘેલાવાસ, હિંમતનગર) વોન્ટેડ આરોપી: રાકેશ ઉર્ફે ધનીયો રાજુભાઈ પટણી (રહે. ગીરધરનગર આવાસ યોજના, હિંમતનગર, મૂળ - અમદાવાદ) આરોપીઓ અને કબજે કરાયેલો તમામ મુદ્દામાલ આગળની કાયદેસરની કાર્યવાહી માટે હિંમતનગર બી ડિવીઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પંજાબમાં AAPના બે ધારાસભ્યોએ પાર્ટી છોડી:કહ્યું- કેજરીવાલની ગેરંટી પૂરી થઈ નથી, BJPમાં જોડાઈશ; જૌડામાજરા મંત્રી રહ્યા, પઠાણમાજરા પર બળાત્કારનો કેસ
    Next Article
    રવિ પુષ્ય નક્ષત્રમાં 450 કરોડથી વધુના સોના-ચાંદીની ખરીદી:છેલ્લા 3 દિવસમાં ગોલ્ડના ભાવ ઘટતા ચાર મહાનગરોમાં લોકો ધનતેરસ પહેલા જ આજના શુભ દિવસે ખરીદી કરવા ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment