Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શુદ્ધ-આનંદમય જીવનનો મર્મ સમજાવતો લશ્કર વગરનો દક્ષિણ અમેરિકન દેશ કોસ્ટારિકા:સ્પેન પાસેથી સ્વતંત્રતા મેળવી, 1948માં નાગરિક યુદ્ધ બાદ મહત્વના સુધારા થયા

    2 days ago

    અત્યારે અડધી દુનિયા સીધી કે આડકતરી રીતે કોઇને કોઇ જાતના યુદ્ધમાં જોતરાયેલી છે. આ સદીના 3 વિશ્વયુદ્ધ અને એની પહેલાં કેટલીય સદીઓ યુદ્ધમાં ગઇ. માનવજાતના ઇતિહાસમાં કોઇ જ સમય એવો ગયો હશે કે જ્યારે આ પૃથ્વી પર એક કે બીજા કારણોસર લડાઇ ના લડાઇ હોય. પછી એ ધર્મ માટેનું યુદ્ધ હોય, ખજાના માટેનું યુદ્ધ હોય, વિસ્તાર વધારવા માટે કે પછી અત્યારે ચાલી રહ્યા છે એ દુનિયાને પરમાણુ હથિયારથી બચાવવા માટેના યુદ્ધ હોય અને કરુણતા કે વક્રોક્તિ એ છે કે અત્યારે ચાલી રહેલી લડાઇ, દુનિયામાં શાંતિ સ્થપાઇ એ માટેની છે! માટે જ દુનિયાના દરેક દેશો કોઇપણ આક્રમણ કે પોતાની સરહદ સાચવવા, કરોડો-અબજો રૂપિયા સંરક્ષણ બજેટ માટે વાપરે છે અને છતાંય કોઇ દેશની બોર્ડર, દેશ કે દેશની અંદરના લોકો સલામત નથી. એ હકીકત દર્શાવે છે કે કદાચ આપણે કંઇક ખોટું કરી રહ્યા છીએ અને શું ખોટું કરી રહ્યા છીએ એ દુનિયાનો એક દેશ કદાચ જાણે છે અને એ દેશ છે દક્ષિણ અમેરિકાનો કોસ્ટારિકા. લશ્કરની ક્યારેય જરૂર નથી પડી મધ્ય અમેરિકા ખંડમાં આવેલો કોસ્ટારિકા એક નાનો પરંતુ અત્યંત સુંદર અને સમૃદ્ધ દેશ તો છે જ પણ મધરાતે 4 વાગ્યે પણ કોઇ છોકરી નહીંવત કપડાં પહેરીને એકલી રસ્તે ચાલતી જઇ શકે કોઇપણ બીક વગર એ સલામતીની ખાતરી આપતો દેશ છે! માટે જ વિશ્વમાં શાંતિપ્રિય દેશ તરીકે ઓળખાતા આ દેશને લશ્કરની ક્યારેય જરૂર નથી પડી પોતાની સરહદ કે દેશને સાચવવા! જુદા-જુદા દેશો સાથે જોડાયેલી સરહદ જે દેશના નામનો અર્થ જ સંપન્ન કિનારો છે એ કોસ્ટારિકા અમેરિકા ખંડમાં આવેલો એવો દેશ છે જેની સરહદો ઉત્તર તરફ નિકારાગુઆ અને દક્ષિણ તરફ પનામા સાથે જોડાયેલી છે. જ્યારે પશ્ચિમમાં પેસિફિક મહાસાગર અને પૂર્વમાં કેરેબિયન સમુદ્ર તેની કુદરતી સીમાઓ બનાવે છે. અને ખરેખર તેની આ ભૌગોલિક સમુદ્રી અને જમીની સરહદ એને ખોબે ખોબા ભરીને કુદરતી સમૃદ્ધિથી નવાજે છે. જેના માટે સંપન્ન કિનારો શબ્દ ચરિતાર્થ થાય છે! જેમાં શાંતિ, વિકાસ અને લોકશાહીનો સુંદર સમન્વય જોવા મળે છે એવા આ કોસ્ટારિકાનો ઇતિહાસ સરળ પરંતુ રસપ્રદ છે. 1502 માં સોનાની ચીડિયા ગણાતા હિન્દુસ્તાનને શોધવા નીકળેલો ક્રિસ્ટોફર કોલંબસ આ રળિયામણા દેશમાં આવ્યો એ પહેલા અહીં વિવિધ આદિવાસી જનજાતિ વસતિ હતી. જેમ કે ચોરોટેગા અને બ્રિબ્રી. તેઓ કૃષિ, માછીમારી અને હસ્તકલા પર આધારિત જીવન જીવતા હતા પણ વિસ્તારવાદ માટે જાણીતા એવા યુરોપિયન ખાસ કરીને સ્પેનિશ કોલંબસ અહીં આવ્યા પછી અહીં સ્પેનિશ શાસન શરૂ થયું પણ કહેવાય છે ને કે ધાડ સંપન્ન લોકોને ત્યાં પડે, ગરીબોના ઝૂંપડામાં નહીં એ હિસાબે અન્ય લેટિન અમેરિકન દેશોની સરખામણીમાં કોસ્ટારિકા પર સ્પેનિશ શાસનનો પ્રભાવ ઓછો રહ્યો કારણ કે અહીં સોના-ચાંદી જેવી કિંમતી સંપત્તિ ઓછી હતી. હરિયાળા જંગલો, સુંદર દરિયા કિનારા માટે જાણીતો દેશ પણ છતાં સોના ચાંદી કરતાં અનેકગણી વધારે કિંમતી સમૃદ્ધિ ધરાવતું કોસ્ટારિકા તેના હરિયાળા જંગલો, અદભૂત જૈવ વિવિધતા અને સુંદર દરિયાકિનારા માટે વિશ્વપ્રસિદ્ધ છે. આખા દેશના લગભગ 25% વિસ્તારમાં નેશનલ પાર્ક રિઝર્વ રાખવાની સમજદારી ધરાવતો આ દેશ એટલા માટે જ પર્યાવરણ સંરક્ષણ માટેનું એક અનોખું ઉદાહરણ છે. અનેક પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓ જેમ કે વાંદરા, સ્લોથ, રંગબેરંગી પંખી અને દુર્લભ તિતલી વગેરે આ ભૂમિથી આકર્ષાઇને અહીં વસવાટ દ્વારા પ્રકૃતિપ્રેમીઓ માટે આ દેશને સ્વર્ગ સમાન બનાવે છે. માત્ર સ્વર્ગ જ નહીં પણ વિશ્વમાં શાંતિપ્રિય દેશ તરીકે ઓળખાતા કોસ્ટારિકામાં 1948થી સેનાનું ઉન્મૂલન કરવામાં આવ્યું અને ત્યારથી દેશે પોતાની આવક શિક્ષણ, આરોગ્ય અને વિકાસ પર ખર્ચવાની શરૂઆત કરી. આ કારણે કોસ્ટારિકાની શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થા મધ્ય અમેરિકામાં શ્રેષ્ઠ ગણાય છે. 1821માં સ્પેન પાસેથી સ્વતંત્રતા મેળવી શાંતિ, વિકાસ અને લોકશાહીનો સુંદર સમન્વય જ્યાં જોવા મળે છે એ કોસ્ટા રિકાએ 1821માં સ્પેન પાસેથી સ્વતંત્રતા મેળવી. શરૂઆતમાં તે મધ્ય અમેરિકન ફેડરેશનનો ભાગ બન્યું પરંતુ 1838માં તે સંપૂર્ણ સ્વતંત્ર દેશ બન્યો. આ સમય દરમિયાન દેશે કૃષિ આધારિત અર્થતંત્ર વિકસાવ્યું. કોસ્ટારિકા આર્થિક રીતે કૃષિ, પ્રવાસન અને ટેકનોલોજી પર આધારિત છે. કોફી, બનાના અને અનાનસ અહીંના મુખ્ય કૃષિ ઉત્પાદન છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશે ટેકનોલોજી અને ઇકો-ટુરિઝમમાં પણ નોંધપાત્ર પ્રગતિ કરી છે. ગૃહ યુદ્ધ બાદ મહત્વના સુધારા થયા વિશ્વભરના પ્રવાસના શોખીનોને જેનું આકર્ષણ છે એ કોસ્ટારિકામાં 1948માં એક નાગરિક યુદ્ધ થયું. જે માત્ર 44 દિવસ ચાલ્યું. આ યુદ્ધ બાદ, José Figueres Ferrer ના નેતૃત્વમાં દેશે મહત્વપૂર્ણ સુધારા કર્યા. સૌથી મહત્વપૂર્ણ નિર્ણય હતો સેનાનું સંપૂર્ણ ઉન્મૂલન. જે વિશ્વમાં એક અનોખું પગલું હતું. સેના અને સંરક્ષણ વગર પણ જે દેશ અત્યંત આનંદમય રહે છે એ કોસ્ટારિકાની સંસ્કૃતિ પર સ્પેનિશ પરંપરાનો પ્રભાવ જોવા મળે છે. પરંપરાગત ખોરાકમાં ગાયો પિન્ટો (ચોખા અને કાળા વટાણા)ને ખૂબ પસંદ કરતા કોસ્ટારિકાના લોકોના લોહીમાં જ સંગીત, નૃત્ય અને ઉત્સવોને ખૂબ પસંદ કરે છે. પુરા વિદા જેનો અર્થ છે શુદ્ધ અને આનંદમય જીવન એ જીવનશૈલીને અનુસરનારા કોસ્ટારિકાના લોકો દુનિયામાં અત્યારે ફેલાયેલી અશાંતિ સામે એક નવો જ રાહ ચિંધી જાય છે!
    Click here to Read More
    Previous Article
    પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના શૈલેષ મહેતા પર આડકતરો પ્રહાર:વોર્ડ નંબર 15માં કોંગ્રેસની પ્રવેશબંધીના બેનરો મામલે કહ્યું- 'ચૂંટણી પછી કોઈ નહીં બચાવે'
    Next Article
    'જો જમીન સરકારી, વો જમીન હમારી', ચૂંટણી વચ્ચે પ્રચંડ વિરોધ:નવસારીમાં 41 વસાહતોને ટાર્ગેટ કરાતાં આદિવાસીમાં રોષ; મનપા કચેરીએ રેલી યોજી પુનર્વસનની ઉગ્ર માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment