Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફિલ્મ ‘બટવારા 1947’ની સ્ટારકાસ્ટ અમદાવાદમાં:સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટા ફેન્સને મળ્યા, સિલ્વર ઑકમાં શૌર્ય સન્માન કાર્યક્રમમાં પુરસ્કાર આપ્યા

    2 days ago

    ફિલ્મ ‘બટવારા 1947’ હવે આગામી 14 ઑગસ્ટ ના રોજ રિલીઝ થઈ રહી છે ત્યારે આ ફિલ્મની મુખ્ય સ્ટારકાસ્ટ આજે અમદાવાદની મુલાકાતે આવી હતી. ફિલ્મ દર્શકો અને ફેન્સ માટે આ એક ખાસ ક્ષણ બની હતી, કારણ કે બોલિવૂડના સુપરસ્ટાર સની દેઓલ, અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા અને કરણ દેઓલ આજે શહેરની સિલ્વર ઑકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન એક ખાસ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 'દિવ્ય ભાસ્કર શૌર્ય સન્માન' હેઠળ શહેરના એવા પ્રેરણાદાયી વ્યક્તિત્વોને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમણે પોતાના સાહસ, દ્રઢ સંકલ્પ અને કંઈક અલગ કરી બતાવવાના જુસ્સાથી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓને ઇન્સ્પાયર્ડ કર્યા બટવારા 1947 મુવીના પ્રમોશન માટે આવેલી સ્ટારકાસ્ટ અટલબિજ પર ચાની હતી અને ત્યારબાદ શહેરની સિલ્વર ઓકમાં આવ્યા હતા. મુવીના પ્રમોશન માટે આવેલી સ્ટાર કાસ્ટે સિલ્વર ઓકના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી અને તેમની સાથે ફોટો પણ પડાવ્યા હતા. સની દેઓલ અને તેમના દીકરા કરણ દેઓલ અને પ્રીતિ ઝિન્ટા સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓને ઇન્સ્પાયર્ડ કર્યા હતા. અત્યારની જનરેશનને આ મુવી કેવી રીતે અટ્રેક્ટ કરશે તે વિશે પણ તેઓએ વાતચીત કરી હતી. સની દેઓલે જણાવ્યું હતું કે અત્યારની જનરેશનના વિદ્યાર્થીઓને હું એક જ રિક્વેસ્ટ કરી રહ્યો છું કે તમને જે પણ શોખ હોય તેમાં તમે આગળ વધજો પરંતુ ભણવામાં ખૂબ જ ધ્યાન રાખજો. પ્રીતિ ઝિન્ટા એ પણ એઝ અ વુમન તરીકે અત્યારની છોકરીઓ જે ફિલ્ડમાં આગળ વધી રહી છે, તેમને પણ ખૂબ-ખૂબ અભિનંદન પાઠ્યા હતા. જે લોકોને શોર્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા તે લોકોને પણ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. સમીર કક્કડ – મિકેનિકલ એન્જિનિયર અને ઉદ્યોગસાહસિક, ભરત માંગલા – અમદાવાદ ફાયર ટીમના સભ્ય, ઇલાબેન વોરા – પૂર્વ એડવોકેટ અને કેન્સર સર્વાઇવર, ધરમશી દેસાઈ – સમાજસેવક, લાલજીભાઈ પોપટભાઈ ભરવાડ – હેડ કોન્સ્ટેબલ, વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન, એ. આર. ધવન – પોલીસ ઇન્સ્પેક્ટર, ધોલેરા/ધોલકા ટાઉન પોલીસ સ્ટેશન, જે. એલ. ચૌહાણ – પોલીસ ઇન્સ્પેક્ટર, આર. બી. રાઠોડ – પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI), અમદાવાદ ગ્રામ્ય એલસીબી, રાજુજી ઠાકોર – આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI), અમદાવાદ ગ્રામ્ય એલસીબી લોકોને પોતાની કામગીરી બદલ શૌર્ય સન્માન પુરસ્કાર આપવામાં આવ્યો હતો
    Click here to Read More
    Previous Article
    20 સેકેન્ડમાં ઘરમાં ઘૂસ્યો, 30 લાખની ચોરી કરી:આરોપીએ બાંયો ચડાવી ચપ્પલ ઉતાર્યા, આંખના પલકારે ગ્રીલ પકડી પહેલા માળે ચડ્યો; પોલીસનું ચોરને સાથે ઘટનાસ્થળે રિ-કન્સ્ટ્રક્શન
    Next Article
    નવસારીમાં પૂર્ણા નદીએ વહેણ બદલતા ખેડૂતોમાં ચિંતા:વિરાવળ નજીક પૂર્ણા નદીનો નવો ફાંટો સર્જાયો, હજારો હેક્ટર ફળદ્રુપ જમીન ધોવાઈ જવાનો ભય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment