Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં પૂર્ણા નદીએ વહેણ બદલતા ખેડૂતોમાં ચિંતા:વિરાવળ નજીક પૂર્ણા નદીનો નવો ફાંટો સર્જાયો, હજારો હેક્ટર ફળદ્રુપ જમીન ધોવાઈ જવાનો ભય

    2 days ago

    નવસારી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા નદીના વહેણમાં અચાનક આવેલા મોટા ફેરફારને કારણે નદી કાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. વિરાવળ ગામ નજીક નદીએ નવો ફાંટો પકડતા કિનારાની ફળદ્રુપ અને જરખેજ ખેતીની જમીનનું મોટા પાયે ધોવાણ શરૂ થયું છે. જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ટાઈડલ વિયર ડેમ નજીક પાણીના પ્રવાહે બદલ્યો માર્ગ વિરાવળ ગામ પાસે ખારા પાણીની ઘૂસણખોરી રોકવા અને સિંચાઈની સુવિધા મજબૂત બનાવવા માટે કરોડો રૂપિયાના ખર્ચે ટાઈડલ વિયર ડેમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ડેમનું મોટાભાગનું કામ પૂર્ણતાના આરે છે. જોકે, તાજેતરમાં નદીમાં પાણીનો પ્રવાહ વધતા ડેમની આડી દિવાલોની બાજુમાંથી ધસમસતો પ્રવાહ શરૂ થયો છે. તેના કારણે નદીમાં જાણે બે ફાંટા પડી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જે આસપાસના વિસ્તારો માટે જોખમરૂપ બની રહી છે. હજારો હેક્ટર ખેતીની જમીન પર ધોવાણનું સંકટ પૂર્ણા નદીએ વિરાવળ પાસેથી નવો માર્ગ અપનાવતા ધારાગીરીથી લઈને જલાલપોર સુધીના વિસ્તારમાં આવેલી હજારો હેક્ટર ફળદ્રુપ ખેતીની જમીન ધોવાણના જોખમમાં મુકાઈ છે. વિરાવળ પંથકમાં અનેક સ્થળોએ જમીન ધોવાવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. નદી કિનારે પૂરતા રક્ષણાત્મક પાળા અથવા દિવાલો ન હોવાને કારણે પાણી સીધું ખેતરો તરફ ફરી વળતું હોવાથી ખેડૂતોની વર્ષોની મહેનતથી તૈયાર થયેલી ઉપજાઉ જમીન ધીમે ધીમે નદીમાં સમાઈ રહી છે. ચોમાસાના બાકી મહિના ખેડૂતો માટે પડકાર બની શકે છે હજુ ચોમાસાની સીઝનના બે મહત્વપૂર્ણ મહિના બાકી હોવાથી ખેડૂતોની ચિંતા વધી છે. આગામી દિવસોમાં ભારે વરસાદ અને નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાશે તો ધોવાણનું પ્રમાણ અનેકગણું વધી શકે છે. પરિણામે હજારો હેક્ટર ખેતીની જમીનને નુકસાન પહોંચવાની સાથે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ તંત્રને તાત્કાલિક રક્ષણાત્મક કામગીરી હાથ ધરવાની માંગ કરી છે, જેથી વધુ નુકસાન અટકાવી શકાય.
    Click here to Read More
    Previous Article
    ફિલ્મ ‘બટવારા 1947’ની સ્ટારકાસ્ટ અમદાવાદમાં:સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટા ફેન્સને મળ્યા, સિલ્વર ઑકમાં શૌર્ય સન્માન કાર્યક્રમમાં પુરસ્કાર આપ્યા
    Next Article
    SpaceX Rocket Piece Weighing 4 Tonnes May Have Crashed Into Moon

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment