Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લૂસિવ:જૂનાગઢમાં 1,92,348 મિલકતમાંથી રૂ. 175.37 કરોડનો વેરો બાકી, હજુ ફક્ત રૂપિયા 1.84 કરોડ જ જમા થયો !

    2 days ago

    જૂનાગઢ મહાનગર પાલિકામાં હવે વેરો ભરવાનો 1 જૂન સુધીનો સમય બચ્યો છે. આ સમયમાં જો વેરાધારક વેરો ભરે તો તેને ડિસ્કાઉન્ટ મળે તેમ છે. પરંતુ અહીં પ્રશ્ન એમ છે કે, જ્યારથી સિસ્ટમ ઓનલાઇન થઇ ગઇ છે ત્યારથી ઉધરાણી ઓછી થઇ ગઇ છે. શહેરમાં કુલ 1,92,348 મિલકત મનપાના ચોપડે નોંધાયેલી છે. જેનો કુલ રૂપિયા 175.37 કરોડનો વેરો બાકી છે. જેમાંથી શુક્રવાર સુધીમાં માત્ર રૂપિયા 1.84 કરોડનો જ વેરો આવ્યો છે. એટલે કે ગત વર્ષની સરખામણી કરીએ તો 5 ટકા વેરો પણ આવ્યો નથી. ગત વર્ષે આ આખી સિસ્ટમ ખાનગી બેંક પાસે હતી. બેંક પોતાનુ સર્વર ઉપયોગ કરવા માટે આપતી હતી. જેના લીધે ઘર બેઠા કે ક્યાય પણ બેઠા-બેઠા જૂનાગઢ મનપાનો વેરો ભરાય જતો હતો. આ વખતે જીઆઇપીએલને માથે ઠોકી બેસાડવામાં આવી છે. કારણ કે, 5 વર્ષથી આ કંપનીને કામ આપ્યુ છે પરંતુ કામ થતુ ન હતુ. આ વખતે ધરાધ અધિકારીઓની જીદના લીધે જીઆઇપીએલે પોતાનો સોફ્ટવેર ચાલુ કરી દિધો છે. પરંતુ આ સોફ્ટવેર ગત વર્ષનો એટલે કે જૂનો વેરો બતાવતુ નથી. એટલે કે આ વર્ષનો જ માત્ર વેરો ભરાય છે. જો મિલકતધારકોને ગત વર્ષના વેરા ભરવા હોય તો અત્યારે ભરી શકતા નથી. જેની અસર તીજોરી પર થાય છે. 175 કરોડમાંથી માત્ર 1.84 કરોડ જ આવ્યો છે. વેરો ઓછો આવશે તો ગત વર્ષની જેમ લોકોના કામો અટકી પડશે અત્યારે મહાનગરપાલિકા કોર્પોરેટરોને દર મહિને ગ્રાન્ટ આપે છે. આ ગ્રાન્ટમાંથી રોડના કામો સૌથી વધુ કરવામાં આવે છે. પરંતુ ગત વર્ષે વેરો ઓછો આવતા કોર્પોરેટરની ગ્રાન્ટમાં કાપ મુકવામાં આવ્યો હતો. આ વર્ષે તો જોઇએ તેટલો વેરો આવ્યો જ નથી. એટલે કે આગમી સમયમાં કોર્પોરેટરોને ગ્રાન્ટ ન મળે જેને લીધે ગ્રાન્ટ અટકશે.આ વખતે એટલે કે ગયા વર્ષે કોર્પોરેટરોની ગ્રાન્ટ અટકાવવામાં આવી હતી જેના લીધે જેના લીધા રોડ રસ્તાના કામો થયા નથી. ઓનલાઇન ભરનારને રૂા.10.20 લાખનુ ડિસ્કાઉન્ટ મળ્યું‎ મહાનગરપાલિકામાં એડવાન્સ વેરામાં ડિસ્કાઉન્ટ યોજના શરૂ છે. જે યોજનાનો લાભ લઈને શુક્રવાર સુધીમાં કુલ મિલકત ધારકોએ કુલ રૂપિયા 82,51,842નો વેરો ભર્યો છે. જેમાં ઓનલાઇન દ્વારા ચૂકવણી ઓછી થઇ છે. એડવાન્સ વેરો ભરવાથી અત્યાર સુધીમાં મિલકત ધારકોને કુલ રૂપિયા 10,20,464નુ વળતર મળ્યુ છે. મિલકતધારકોને જુનો વેરો ભરવો છે પણ‎ઓનલાઇન સિસ્ટમમાં વેરો ભરાતો નથી‎ ઘરવેરાશાખાના અધિકારીએ જણાવ્યુ કે, જે મિલકતધારકોને‎લાબા સમયથી ધરવેરો ભરવાનો બાકી છે. તેવા કુલ 89,434‎મિલકતધારકોને ઘરવેરા શાખા દ્વારા શોધી તમામને‎વ્હોટ્સઅપ માધ્યમથી જાણ કરવામાં આવી છે. આટલા બધા‎બીલોના મોબાઇલ નંબર શોધવામાં થોડો સમય લાગ્યો પરંતુ‎હવે જ્યારે તમામને બીલ પહોંચી ગયા છે ત્યારે તેની ઉઘરાણી‎પણ ખુબ જ ઝડપથી થશે તેવુ અમને હાલ લાગી રહ્યું છે.‎ > વિરલ જોષી, ઘરવેરા શાખા, મનપા.‎
    Click here to Read More
    Previous Article
    મહિનાની વાતચીત:રાજસ્થાનના પાલીના વતની અને હાલ છેલ્લા 3 વર્ષથી જૂનાગઢ ડીસીએફ તરીકે કાર્યરત અક્ષય જોશી સાથે વાતચીત
    Next Article
    પ્રિય અન્નદાતા:બાજરાના પાકમાં ડુંડીમાંથી થુલી ખર્યા બાદ કાપણી કરવી જોઈએ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment