Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રિય અન્નદાતા:બાજરાના પાકમાં ડુંડીમાંથી થુલી ખર્યા બાદ કાપણી કરવી જોઈએ

    2 days ago

    બાજરાના પાકની કાપણી માટે યોગ્ય સમય અંગે માર્ગદર્શન કૃષિ મિત્ર દ્રારા આપવામાં આવ્યું હતું.બાજરાના પાકની કાપણી સામાન્ય રીતે પાક સંપૂર્ણ રીતે પાકી જાય ત્યારે કરવામાં આવે છે. પાકની અવસ્થા ચકાસવા માટે થુલી સુકાઈ જાય અને દાણા કઠોર બને તે મુખ્ય સંકેત માનવામાં આવે છે. સામાન્ય માહિતી મુજબ, વાવણી પછી અંદાજે 70થી 90 દિવસમાં બાજરાનો પાક કાપણી માટે તૈયાર થાય છે.ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે પાકમાં ભેજ ઓછો હોય ત્યારે કાપણી કરવી જોઈએ. સૂર્યપ્રકાશમાં પાકની સુકવણી કરવી જો કાપણી મોડેથી કરવામાં આવે તો દાણા જમીન પર પડી જવાની શક્યતા રહે છે, જ્યારે વહેલી કાપણી કરવાથી દાણા સંપૂર્ણ રીતે પાકતા નથી. તેથી પાકની સ્થિતિનું નિરીક્ષણ કરીને યોગ્ય સમય નક્કી કરવો જરૂરી બને છે. કાપણી પછી દાણાને સૂર્યપ્રકાશમાં સારી રીતે સુકવવું જરૂરી ગણાય છે. 20 મે બાદ મગફળીનું વાવેતર કરી શકાય જે વિસ્તારમાં સિંચાઈના પાણીની વ્યવસ્થા છે ત્યાં આગોતરૂ મગફળીનું વાવેતર કરવામાં આવતું હોય છે.જે વાવેતર 20 મે બાદ કરવાની સલાહ કૃષિ નિષ્ણાતો દ્રારા આપવામાં આવી હતી.જેથી આગળ કે પાછળના નુકસાન થી બચી શકાય છે. હવે મગનો પાક પણ તૈયાર થશે ઉનાળાની સીઝનમાં તલ,મગ સહિતના પાકનું પણ વાવેતર કરવામાં આવ્યું હતું જે પાક હવે થોડા દિવસમાં તૈયાર થશે બાદમાં ખેડૂતો મગફળીનું વાવેતર શરૂ કરશે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લૂસિવ:જૂનાગઢમાં 1,92,348 મિલકતમાંથી રૂ. 175.37 કરોડનો વેરો બાકી, હજુ ફક્ત રૂપિયા 1.84 કરોડ જ જમા થયો !
    Next Article
    ગંભીર અકસ્માત સર્જાયો:વિસાવદરમાં 2 બાઈક વચ્ચે ટક્કર, હરિપુરના યુવકનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment