Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહારાજાને જન્મજયંતીએ સ્મરણાંજલિ:સયાજીરાવે વર્ષ 1910માં જ બળદ ગાડા અને ટ્રેન મારફતે ‘હરતાં-ફરતાં પુસ્તકાલયો’ સ્થાપ્યા

    10 hours ago

    મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની જન્મજયંતી નિમિત્તે ‘ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા’ની આર્ટસ ફેકલ્ટી ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આર્ટસ ફેકલ્ટીના ડીન પ્રો. કલ્પના ગવળી તેમજ ફેકલ્ટીના વિવિધ વિભાગોના અધ્યક્ષો, અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગુજરાતી વિભાગના સિનિયર રિસર્ચ ફેલો જય મકવાણા દ્વારા મહારાજાના જીવનના પ્રેરણાદાયી પ્રસંગો રજૂ કરવામાં આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, મહારાજા માનતા હતા કે જ્ઞાન પોતાની માતૃભાષામાં મળે તો જ તેનો સાચો વિકાસ થાય. આ જ હેતુથી તેમણે વિશ્વના ઉત્તમ સાહિત્યને ગુજરાતી અને મરાઠીમાં અનુવાદિત કરાવવા માટે ‘શ્રી સયાજી સાહિત્યમાળા’ની શરૂઆત કરી હતી. તેમણે પ્રાદેશિક ભાષાઓમાં વિજ્ઞાન, ઈતિહાસ અને ટેકનોલોજીના પુસ્તકો તૈયાર કરાવ્યા હતા, જેનો આજે પણ અભ્યાસુઓ લાભ લઈ રહ્યા છે. પુસ્તકથી વધુ સારો કોઈ મિત્ર નથી અને જ્ઞાનનું આથી ઉત્તમ સાધન નથી આ વિચારમાં દ્રઢ વિશ્વાસ ધરાવતા મહારાજા સયાજીરાવે શિક્ષણવ્યવસ્થાને સુવ્યવસ્થિત કરવા વડોદરામાં 1907થી પુસ્તકાલય પ્રવૃત્તિ શરૂ કરાવી. 1910માં ‘રાજ્ય ગ્રંથાલય ખાતું’ સ્થાપીને ગ્રંથાલય પ્રવૃત્તિ વેગીલી બનાવી. નગરો અને ગામડાંની પ્રજા જ્ઞાનમાં વધારો કરી શકે તે માટે શરૂઆતમાં પુસ્તકો, સામયિકો અને વર્તમાનપત્રોને બળદ ગાડા અને ટ્રેન મારફતે ‘હરતાં-ફરતાં પુસ્તકાલયો’ દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં મોકલવાની વ્યવસ્થા કરાઇ હતી. વડોદરા શહેરના મધ્યવર્તી પુસ્તકાલયો ઉપરાંત 46 પ્રાંત પુસ્તકાલયો, 1100 ગ્રામ પુસ્તકાલયો, 16 મહિલા પુસ્તકાલયો અને 10 ખાસ પુસ્તકાલયોની સાથે 343 પુસ્તકપેટી સ્વરૂપે ફરતા વાંચનાલયો કાર્યરત બન્યા. ‘સિંધી તહેવાર એક સાંસ્કૃતિક ઓળખ’ પર સ્પર્ધા યોજાઇ મહારાજાની જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે આર્ટસ ફેકલ્ટીના સિંધી વિભાગ દ્વારા વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ હતી. ‘સિંધી તહેવાર - એક સાંસ્કૃતિક ઓળખ’ વિષય પર આધારિત આ સ્પર્ધામાં 50 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને સિંધી સંસ્કૃતિ તથા તહેવારોની મહત્તા વિશે પોતાના વિચારો વ્યક્ત કરી સિંધી સંસ્કૃતિનો સૌને પરિચય કરાવવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:બિલ્ડર વિરલ અજમેરા-પુત્ર સામે 150 કરોડની જમીન મુદ્દે લેન્ડ ગ્રેબિંગ નોંધવા કલેક્ટરનો હુકમ
    Next Article
    પરફોર્મિંગ આર્ટ્સના ડ્રામેટિક્સ ડિપાર્ટમેન્ટ ખાતે વક્તવ્ય યોજાયું:આધુનિકતાનો ટચ લોક શૈલીને જીવંત રાખી વર્તમાનથી જોડશે: રૈના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment