Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરફોર્મિંગ આર્ટ્સના ડ્રામેટિક્સ ડિપાર્ટમેન્ટ ખાતે વક્તવ્ય યોજાયું:આધુનિકતાનો ટચ લોક શૈલીને જીવંત રાખી વર્તમાનથી જોડશે: રૈના

    8 hours ago

    મ.સ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડ્રામેટિક્સ ડિપાર્ટમેન્ટ ખાતે ભારતીય રંગભૂમિ અને સિનેમાના દિગ્ગજ વ્યક્તિત્વ એમ.કે. રૈનાનું એક વિશેષ વક્તવ્ય અને ઇન્ટરેક્ટિવ સેશન યોજાયું હતું. પાંચ દાયકાથી વધુનો અનુભવ ધરાવતાએમ.કે. રૈનાએ વિદ્યાર્થીઓ સાથે પોતાની જીવનયાત્રા, અભિનયની બારીકીઓ અને લોકશૈલીના મહત્વ વિશે સંવાદ કર્યો હતો. જેમાં ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડીન પ્રોફેસર અજય અષ્ટપુત્રે અને ડ્રામેટિક્સ ડિપાર્ટમેન્ટના એચ.ઓ.ડી. પ્રોફેસર દર્શન પુરોહિત સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. એમ.કે. રૈનાએ જણાવ્યું હતું કે, “શિક્ષણ એ’ ભગવાન બોલે અને ભક્તો સાંભળે’ તેવું ન હોવું જોઈએ, પરંતુ તે વિચારોનું આદાન-પ્રદાન હોવું જોઈએ. તેમણે લોક કલાનું ઘણુ મહત્વ છે. જ્યારે ગુજરાતના ભવાઈ કલાકારો અને વિદ્વાનો અમારી પાસે આવ્યા ત્યારે અમને ખ્યાલ આવ્યો કે લોકશૈલી કેટલી મુક્તિ આપનારી છે. ભવાઈ અને લોકશૈલીઓ જ આપણા ભારતીય થિયેટરનો અસલી ચહેરો છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, લોકશૈલી માત્ર ઢોલક-નગારા વગાડવા પૂરતી સીમિત નથી. જ્યાં સુધી આપણે આપણી લોકશૈલીમાં આધુનિકતાના બીજ નહીં રોપીએ અને તેને વર્તમાન સમાજ સાથે નહીં જોડીએ, ત્યાં સુધી તે કલા જીવંત નહીં રહે. આપણે તેને એક મ્યુઝિયમની વસ્તુ બનાવવાને બદલે નવા વિચારો સાથે જોડીને આગળ વધારવી પડશે.
    Click here to Read More
    Previous Article
    મહારાજાને જન્મજયંતીએ સ્મરણાંજલિ:સયાજીરાવે વર્ષ 1910માં જ બળદ ગાડા અને ટ્રેન મારફતે ‘હરતાં-ફરતાં પુસ્તકાલયો’ સ્થાપ્યા
    Next Article
    ‘Shirish loves it when people do that’: When Farah Khan recalled being confused for her husband’s mother, opened up on reclaiming her health at age 50

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment