Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં આયુર્વેદ દિવસ નિમિત્તે વિનામૂલ્યે આયુષ કેમ્પ:190થી વધુ દર્દીઓએ લાભ લીધો, 220 બાળકોને સુવર્ણપ્રાશન અપાયું

    1 day ago

    ભારત સરકારના આયુષ મંત્રાલય અને ગાંધીનગરની આયુષ કચેરીના માર્ગદર્શન હેઠળ મોરબીમાં ૧૧મા આયુર્વેદ દિવસની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે વિનામૂલ્યે નિદાન અને સારવાર માટે એક આયુષ મેગા કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ મોરબીની મહેન્દ્રસિંહજી આયુર્વેદ હોસ્પિટલ અને જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા રામવાડી, મહેન્દ્રનગર ખાતે યોજાયો હતો. મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પમાં હાજરી આપી વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. કેમ્પમાં આયુર્વેદિક અને હોમિયોપેથીક ડોકટરો તેમજ પંચકર્મ અને અગ્નિકર્મ નિષ્ણાતો હાજર રહ્યા હતા. તેમણે દર્દીઓની તપાસ કરી, આરોગ્ય અંગે માર્ગદર્શન આપ્યું અને જરૂરી દવાઓ વિનામૂલ્યે આપી હતી. બદલાતી જીવનશૈલીને કારણે વધતા બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા બિનચેપી રોગો (NCD) માટે તપાસ અને સલાહ અપાઈ હતી. ટીબી (ક્ષયરોગ) તપાસ માટે ડિજિટલ એક્સ-રે મશીન દ્વારા સ્ક્રીનિંગ કરાયું હતું. વૃદ્ધોની આરોગ્ય તપાસ પણ કરવામાં આવી હતી અને વિવિધ આરોગ્ય સેવાઓ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવાઈ હતી. આયુષ્માન આરોગ્ય મંદિર, મહેન્દ્રનગરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ભૂમિકા કલસરિયાએ રક્તદાન અને અંગદાન વિશે જાગૃતિ લાવવા માટે હાજર લોકોને શપથ લેવડાવ્યા હતા. આ આરોગ્ય કેમ્પમાં ૧૯૦થી વધુ લોકોએ OPD સેવાઓનો લાભ લીધો. ૪૨૫ લોકોને આયુર્વેદ અપનાવવા માટે આરોગ્યલક્ષી માહિતી અપાઈ હતી. બાળકોની રોગપ્રતિકારક શક્તિ અને માનસિક વિકાસ માટે ૨૨૦ બાળકોને સુવર્ણપ્રાશન કરાવવામાં આવ્યું. ૪૧ ટીબી શંકાસ્પદ લોકોની ડિજિટલ એક્સ-રે દ્વારા તપાસ કરાઈ હતી. ડોકટરોની ટીમ અને આરોગ્ય કર્મચારીઓએ દર્દીઓને જરૂરી તપાસ, સારવાર અને આરોગ્ય સંબંધિત માર્ગદર્શન આપ્યું હતું. ડો. અરુણાબેન નિમાવત (વૈદ્ય પંચકર્મ), ડો. સુનિલ એમ. કાચરોલા (R.M.O., આયુર્વેદ), ડો. રાધિકાબેન મહેતા (M.O., હોમિયોપેથિક), ફાર્માસિસ્ટ પ્રીતિબેન પરમાર, તુષારભાઈ ખોરજા, ભાવિશાબેન, રેખાબેન (આયુર્વેદ નર્સિંગ), કોમલબેન (પંચકર્મ), પ્રદીપભાઈ અને રમેશભાઈ સહિત ડોકટરોની ટીમ અને તમામ આરોગ્ય કર્મચારીઓએ કેમ્પને સફળ બનાવવા માટે મહેનત કરી હતી. મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. હરેશભાઈ જેતપરિયા પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    જાંબુડી ગામે 50 લાખથી વધુના 5 વિકાસકામનું લોકાર્પણ:હિંમતનગરના ધારાસભ્ય અને સાંસદની હાજરીમાં ગામલોકોને મળી નવી સુવિધાઓ
    Next Article
    SMVS દ્વારા 'હેપ્પી ફેમિલી અભિયાન'નો પ્રારંભ:1 લાખ પરિવારો સુધી પહોંચવાનો સંકલ્પ; 'SAMP'ના સરળ સૂત્રથી પરિવારમાં સંપ, પ્રેમ અને આત્મીયતા વધારવાનો પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment