Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SMVS દ્વારા 'હેપ્પી ફેમિલી અભિયાન'નો પ્રારંભ:1 લાખ પરિવારો સુધી પહોંચવાનો સંકલ્પ; 'SAMP'ના સરળ સૂત્રથી પરિવારમાં સંપ, પ્રેમ અને આત્મીયતા વધારવાનો પ્રયાસ

    1 day ago

    આજના ઝડપી જીવનમાં પરિવારના સભ્યો એક જ ઘરમાં રહેતા હોવા છતાં એકબીજા સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવી શકતા નથી. મોબાઇલ અને ડિજિટલ ઉપકરણોના વધતા ઉપયોગ, વ્યસ્ત જીવનશૈલી તથા સંવાદના અભાવને કારણે પરિવારમાં ગેરસમજ, મતભેદ અને અંતર ઊભું થતું હોય છે. ત્યારે પરિવારના સભ્યો એકબીજાની વધુ નજીક આવે, પરસ્પર સમજણ વધે અને ઘરમાં પ્રેમ, સંપ તથા શાંતિનું વાતાવરણ સર્જાય તેવા હેતુથી SMVS દ્વારા ગુરુવર્ય સત્યસંકલ્પ સ્વામીના દિવ્ય સંકલ્પથી 'હેપ્પી ફેમિલી અભિયાન'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. "સુખી પરિવારથી સુખી સમાજના વિચારને સાકાર કરવા માટે શરૂ કરવામાં આવેલા આ અભિયાન અંતર્ગત પરિવારને કોઈ જટિલ પદ્ધતિ નહીં, પરંતુ રોજિંદા જીવનમાં સરળતાથી અપનાવી શકાય તેવા નાના-નાના સંકલ્પો સાથે જોડવામાં આવશે. હેપી ફેમિલી શરણ સૂત્ર ‘SAMP’ - આ સમગ્ર અભિયાનનું મુખ્ય આકર્ષણ છે 'SAMP - Happy Family બનાવવાનું સરળ સૂત્ર. S- સાથે બેસીએ પરિવારના તમામ સભ્યો સાથે બેસીને સમૂહભોજન કરે. ભોજન માત્ર જમવા માટે નહીં, પરંતુ પરિવારને સાથે બેસાડવાનું અને પરસ્પર આત્મીયતા વધારવાનું માધ્યમ બને. A - એકબીજાને સમજીએ પરિવારના સભ્યો થોડો સમય Device-Free Discussion માટે ફાળવે. મોબાઇલ, ટીવી અને અન્ય ડિજિટલ વિક્ષેપોથી દૂર રહી એકબીજાની વાત સાંભળે, પોતાના વિચારો વ્યક્ત કરે અને પરસ્પરને સમજવાનો પ્રયાસ કરે. M - મીઠી વાણી બોલીએ પરિવારમાં મીઠી વાણીનો ઉપયોગ થાય. ગુસ્સો કે કડવા શબ્દોને બદલે પ્રેમ, આદર અને સમજણપૂર્વક વાત કરવાની ટેવ કેળવાય. સાથે જ ભૂલ થાય ત્યારે સહજતાથી 'સોરી' કહેવાની અને દિલથી માફ કરવાની ભાવના વિકસે. P- પ્રેમથી રહીએ પરિવારના દરેક સભ્ય પ્રત્યે પ્રેમ, કાળજી, આદર અને આત્મીયતાની ભાવના જળવાઈ રહે. નાની-નાની બાબતોમાં એકબીજાની કદર કરવામાં આવે અને 'થેન્ક્યુ' તથા કૃતજ્ઞતા વ્યક્ત કરવાની ટેવ વિકસે, આ ચાર સરળ બાબતોને પરિવારજીવનનો હિસ્સો બનાવીને SAMP – સાથે બેસીએ, એકબીજાને સમજીએ, મીઠી વાણી બોલીએ અને પ્રેમથી રહીએ દ્વારા દરેક ઘર "Happy Family' બને તેવો સંદેશ આ અભિયાન દ્વારા આપવામાં આવશે. દર અઠવાડિયે માત્ર 30 મિનિટ - Family Time આ અભિયાન અંતર્ગત દરેક પરિવાર અઠવાડિયામાં એક દિવસ અનુકૂળ સમય નક્કી કરીને માત્ર ૩૦ મિનિટનો 'Family Time' રાખશે. આ 30 મિનિટ પરિવારના સભ્યો માટે એકબીજા સાથે મનથી જોડાવાનો સમય હશે. આ દરમિયાન સાથે બેસવું સાથે ભોજન કરવું, મોબાઈલથી દૂર રહી વાતચીત કરવી, એકબીજાની વાત સમજવી, મીઠી વાણી બોલવી, થયેલી ભૂલોને ભૂલીને પરસ્પર માફી માગવી-આપવી અને પ્રેમ તથા કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવી જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવશે. માત્ર 30 મિનિટનો આ સાપ્તાહિક સમય પરિવારના સંબંધોને વધુ આત્મીય બનાવવા માટે એક સરળ પરંતુ અર્થપૂર્ણ શરૂઆત બની શકે છે, એવો સંદેશ અભિયાન દ્વારા આપવામાં આવી રહ્યો છે. 1 લાખ પરિવારો સુધી પહોંચવાનો મહાસંકલ્પ 'હેપ્પી ફેમિલી અભિયાન'ને ઘર-ઘર સુધી પહોંચાડવા માટે ૧૦,૦૦૦ સંકલ્પ કાર્યકરો તથા ૬,૦૦૦ બાળ-બાલિકા કાર્યકરોની ટીમ દ્વારા ૧,૦૦,૦૦૦થી વધુ પરિવારો સુધી પહોંચવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ કાર્યકરો પરિવારો સાથે સીધો સંપર્ક કરીને 'SAMP'ના ચાર સંદેશ અને Family Timeની સંકલ્પના સમજાવશે તથા પરિવારોને આ અભિયાન સાથે જોડશે. આ રીતે એક વ્યક્તિથી પરિવાર, પરિવારથી સમાજ અને સમાજથી રાષ્ટ્ર સુધી સુખ, શાંતિ, પ્રેમ અને સંવાદનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. ભગવાન સ્વામિનારાયણના પરિવાર-સંપના સંદેશને જીવનમાં ઉતારવાનો પ્રયાસ ગુરુવર્ય સ્વામીએ અભિયાન જણાવ્યું કે ભગવાન સ્વામિનારાયણે પરિવાર અને સમાજમાં પરસ્પર સંપ, પ્રેમ તથા સુહૃદભાવના મહત્વ પર ભાર મૂક્યો છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને એકતા હોય ત્યાં સુખ અને શાંતિનું વાતાવરણ સર્જાય છે. આ જ ભાવનાને આજના સમયની જરૂરિયાત સાથે જોડીને 'હેપ્પી ફેમિલી અભિયાન' દ્વારા પરિવારના સંબંધોને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અભિયાનના સંદેશમાં આધ્યાત્મિક મૂલ્યો સાથે આજના પરિવારજીવનની વ્યવહારુ જરૂરિયાતો-સંવાદ, સમય, સમજણ, મીઠી વાણી અને ડિજિટલ ડિટોક્સ-ને પણ જોડવામાં આવી છે. શ્રી હરિ સંકલ્પ મહોત્સવની પૂર્વભૂમિકા આ મહાઅભિયાન આગામી ૨૧ ડિસેમ્બરે યોજાનાર 'શ્રી હરિ સંકલ્પ મહોત્સવ' ની પૂર્વભૂમિકા રૂપે પણ ચલાવવામાં આવી રહ્યું છે. ૧ લાખ પરિવારોને એક સકારાત્મક સંકલ્પ સાથે જોડીને પરિવારજીવનમાં પ્રેમ, સંપ, સુહૃદભાવ અને સંવાદની ભાવના વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. અભિયાનનો સંદેશ એક જ વાક્યમાં "Happy Family બનાવવાનું સરળ સૂત્ર- SAMP: સાથે બેસીએ • એકબીજાને સમજીએ • મીઠી વાણી બોલીએ • પ્રેમથી રહીએ.” ગુરુવર્ય સ્વામીએ જણાવ્યું કે, દર અઠવાડિયે માત્ર ૩૦ મિનિટ પરિવાર માટે ફાળવીને, દરેક ઘર 'Happy Family' બને—એ જ આ અભિયાનનો સંકલ્પ છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં આયુર્વેદ દિવસ નિમિત્તે વિનામૂલ્યે આયુષ કેમ્પ:190થી વધુ દર્દીઓએ લાભ લીધો, 220 બાળકોને સુવર્ણપ્રાશન અપાયું
    Next Article
    અમદાવાદમાં ટેમ્પોની ટક્કરે સગીરનું મોત:શેલા રોડ પર અડફેટે લેતા ઘટનાસ્થળે જ જીવ ગયો, પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment