Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં 19 આંગણવાડી બહેનોના રાજીનામા:મૂળભૂત કામગીરી ઉપરાંત વસ્તી ગણતરી અને BLO જેવી વધારાની બિન-શૈક્ષણિક કામગીરીના દબાણથી રોષ

    15 घंटे पहले

    વલસાડ જિલ્લામાં આંગણવાડી કાર્યકર બહેનો અને વહીવટી તંત્ર વચ્ચે તણાવ જોવા મળ્યો છે. આંગણવાડીની મૂળભૂત કામગીરી ઉપરાંત વસ્તી ગણતરી અને BLO જેવી વધારાની બિન-શૈક્ષણિક કામગીરીના દબાણથી વાપી તાલુકાની ૧૯ આંગણવાડી કાર્યકર બહેનોએ સામૂહિક રાજીનામા સુપ્રત કર્યા છે. માનસિક ત્રાસ અને પગાર કપાતની ધમકીઓથી કંટાળીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આંગણવાડી સંઘ સંગઠનના મંત્રી પ્રતિભાબેન પટેલે જણાવ્યું હતું કે, પ્રોગ્રામ ઓફિસર (PO) અને CDPO દ્વારા બહેનો પર વસ્તી ગણતરીની કામગીરી કરવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓ દ્વારા એવી પણ ધમકી આપવામાં આવી રહી છે કે જો વસ્તી ગણતરીનું કામ નહીં કરવામાં આવે તો પગાર કાપી નાખવામાં આવશે અથવા રાજીનામું આપી દેવું પડશે. રાજીનામું આપનાર કાર્યકર ચૈતાલી સોલંકી અને અન્ય બહેનોના જણાવ્યા મુજબ, તેઓ આઇસીડીએસ (ICDS) અંતર્ગત બાળકોના શિક્ષણ અને પોષણનું કામ કરવા તૈયાર છે. જોકે, વસ્તી ગણતરી માટે તેમને પોતાના વિસ્તારથી ૨૦ થી ૨૫ કિલોમીટર દૂર વાપીના GIDC અને નોટિફાઇડ કેમિકલ ઝોન જેવા જોખમી વિસ્તારોમાં મોકલવામાં આવી રહ્યા છે. સ્ત્રીઓ માટે આવા દૂરના અને અજાણ્યા ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરવું મુશ્કેલ અને અસુરક્ષિત છે. કેટલીક બીમાર બહેનોના મેડિકલ રિપોર્ટ પણ અધિકારીઓએ નકારી કાઢ્યા હતા. સરકારના પરિપત્ર અનુસાર, આંગણવાડી કાર્યકરોને માત્ર આઇસીડીએસને લગતી કામગીરી જ સોંપવાની હોય છે. આંગણવાડીમાં બાળકોનું પૂર્વ-પ્રાથમિક શિક્ષણ, પૂરક આહાર, સગર્ભા અને ધાત્રી માતાઓની સંભાળ તેમજ દૈનિક ધોરણે ‘પોષણ ટ્રેકર’ એપ્લિકેશનમાં ઓનલાઇન એન્ટ્રીઓ (વજન-ઊંચાઈ, e-KYC વગેરે) જેવી અનેક જવાબદારીઓ પહેલેથી જ હોય છે. રૂ. ૧૦,૦૦૦ જેવા નજીવા માનદ વેતનમાં આટલી બધી દૈનિક ફરજો વચ્ચે વસ્તી ગણતરીનું વધારાનું ભારણ મૂળભૂત બાળ કલ્યાણની સેવાઓને અસર કરી રહ્યું છે. આંગણવાડી કર્મચારી સંઘે કલેક્ટર અને ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરીને માંગ કરી છે કે બહેનોને વસ્તી ગણતરીની આ બિનજરૂરી કામગીરીમાંથી તાત્કાલિક મુક્ત કરવામાં આવે અને અધિકારીઓ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ બંધ થાય. જો આ ગંભીર મુદ્દે વહેલી તકે ન્યાય આપવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં તમામ આંગણવાડી બહેનો એકત્રિત થઈને ગાંધીચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ:જામનગરના મૃતક દંપતી શૈલેષભાઈ-નેહલબેન પરમારને પરિવારે શ્રદ્ધાંજલિ આપી
    Next Article
    અંબાપુરમાં 27 વર્ષીય મહિલાનો ગળાફાંસો ખાઈ આપઘાત:બે લગ્ન કર્યા તોય સંતાન સુખ પ્રાપ્ત થતું નહોતું, છતની લોખંડની એંગલ સાથે સાડી બાંધી ગળાફાંસો ખાધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment