Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ:જામનગરના મૃતક દંપતી શૈલેષભાઈ-નેહલબેન પરમારને પરિવારે શ્રદ્ધાંજલિ આપી

    13 hours ago

    અમદાવાદમાં ગત વર્ષે થયેલી વિમાન દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટનામાં જામનગરના શૈલેષભાઈ પરમાર અને નેહલબેન પરમારનું નિધન થયું હતું. દંપતીના નિધનને યાદ કરીને પરિવારે આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દિવંગત આત્માઓની શાંતિ માટે પરમાર પરિવારે હનુમાન ચાલીસાના પાઠ અને સત્સંગનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે પરિવારના સભ્યો, સગા-સંબંધીઓ અને સ્નેહીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી. પરમાર પરિવારના સભ્યોએ જણાવ્યું કે, "આજે આ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. અમે માત્ર અમારા સ્વજનો માટે જ નહીં, પરંતુ આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ દિવંગત આત્માઓને સદ્ગતિ મળે તે માટે સામૂહિક પ્રાર્થના કરી છે." આ દુર્ઘટના પાછળ એક કરુણ સંયોગ જોડાયેલો છે. શૈલેષભાઈ અને નેહલબેન ભાગવત કથામાં સામેલ થવા જઈ રહ્યા હતા. તેમણે પરત આવવા માટે છેલ્લી ઘડીએ પોતાની ટિકિટ બદલાવી હતી. 12 જૂનની એ ફ્લાઇટ આ દંપતી માટે જીવનનો છેલ્લો પ્રવાસ સાબિત થઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટના પહેલા પણ પરમાર પરિવાર પર એક દુર્ઘટના બની હતી. સ્વ. શૈલેષભાઈ અને નેહલબેનનો એકમાત્ર પુત્ર હિત, જે બ્રિટિશ પાઈલટ હતો, તેનું પણ વર્ષો પહેલાં એક વિમાન દુર્ઘટનામાં જ નિધન થયું હતું.
    Click here to Read More
    Previous Article
    જામજોધપુરનો ડાઇ મીણસાર ડેમ 91% ભરાયો:નદીમાં પાણી છોડાયું, જામનગર-પોરબંદરના 13 ગામોને એલર્ટ
    Next Article
    વાપીમાં 19 આંગણવાડી બહેનોના રાજીનામા:મૂળભૂત કામગીરી ઉપરાંત વસ્તી ગણતરી અને BLO જેવી વધારાની બિન-શૈક્ષણિક કામગીરીના દબાણથી રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment